Book Title: Tithi Ange Satya ane Kutarkoni Samalochna Author(s): Sanyamkirtivijay Publisher: Nareshbhai Navsariwala Mumbai View full book textPage 8
________________ કારણકે મિથ્યાદષ્ટિઓની જ બહુમતિ છે તે ટંકશાળી વચનો આ રહ્યા. लोकमालम्ब्यं कर्त्तव्यं कृतं बहुभिरेव चेत् । तदा मिथ्यादृशां धर्मो, न त्याज्य: स्यात् कदाचन ॥२३-४॥ | ‘લોકનું આલંબન લઈ બહુજન કરે તેમ કરવું – એમ જ જે કરવાનું હોય તો ક્યારે પણ મિથ્યાદષ્ટિઓનો ધર્મ છોડી શકાય નહિ. આથી જ શાસ્ત્રકારોએ એકતા, બહુમતિ કરતાં શાસ્ત્રનીતિને વધુ મહત્ત્વ આપ્યું છે. તે જ કારણે આપણા મહાપુરુષો એકતાને ગૌણ કરી સત્ય માટે અપમાનો, ઉપસર્ગો સહન કરીને પણ જઝુમતા હતા. જ્યારે વર્તમાનમાં સત્યને બાજુ પર મૂકી એકતાનું ગાણું ગવાય છે, તે કલિકાલનો જ વિકરાળ પ્રભાવ છે. આપણે પણ પ્રાણના ભોગે મહાપુરુષોએ કરેલી સત્યની રક્ષાને યાદ કરી એકતાના રૂપાળા નામ નીચે સ્વ-પરને અસત્ય તરફ લઈ જનારા ન બનીએ, તેની કાળજી રાખવી સંકલેશ, સંઘર્ષ, સંઘભેદ, પરસ્પર દ્વેષ વગેરે એકતાના અભાવે નથી. અંગત માન-અપમાન, અંગતરાગ-દ્વેષના કારણે ઘવાયેલું મન સત્ય તરફ દષ્ટિ કરવા દેતું નથી કે જાણેલા સત્યને આદરવા દેતું નથી, તે જ સંક્લેશ આદિમાં કારણભૂત છે. અને તે જ સત્યને પ્રધાન બનાવી એક્તા કરવામાં અંતરાયભૂત બને છે. બાકી તો અસત્યના પાયા ઉપર ઉભેલી એક્તા ક્યારે પણ જૈનશાસનમાં માન્ય બની નથી અને બનવાની પણ નથી. આથી પર્વતિથિની આરાધના માટે શાસ્ત્રો શું કહે છે? પૂર્વના મહાપુરુષો શું કહે છે? સુવિહિત પરંપરા શું કહે છે? સત્ય ક્યા પક્ષે છે? અને અસત્ય ક્યા પક્ષે છે? તે જાણવું પણ અત્યંત જરૂરી છે. આ પુસ્તિકા દ્વારા તે જાણીને, પર્વતિથિની સાચી આરાધના કરી વહેલામાં વહેલા આરાધકભાવ પ્રાપ્ત કરીને મુક્તિમાં પહોંચી જઈએ એજ શુભાભિલાષા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 122