________________
આ બાજુ વનાભે રાજગાદી સંભાળ્યા પછી પોતાના ભાઈઓને અલગ અલગ સામ્રાજ્ય સોંપી દીધું. સુયશાને તેણે પોતાના સારથીની ઉત્તમ પદવી આપી. હીરાથી જડેલા મુગટમાં વચ્ચે લાલમણિની માફક વજ્રનાભ શોભી રહ્યા હતા. એક બાજુ વસેન મુનિને કેવળજ્ઞાન પ્રગટ થયાના સમાચાર મળ્યા. એ જ સમયે વજ્રનાભ રાજાની આયુધશાળામાં એકદમ પ્રકાશનો પૂંજ પ્રગટ થયો અને ચરત્ન ઉત્પન્ન થયું. જ્યારે ચરત્ન ઉત્પન્ન થાય ત્યારે બાકીના રત્નો આપોઆપ જ પ્રગટ થાય છે. એ મુજબ બીજા તેર રત્નો પ્રાપ્ત થયાં. લક્ષ્મીનો પુણ્યોદય જાગ્યો હોય એ રીતે લક્ષ્મીમાં પણ વધારો થયો. વજ્રનાભે આખું પુષ્કલાવતી વિજય જીતી લીધું અને તેમનો ચર્તિ તરીકે અભિષેક કરવામાં આવ્યો.
જે લોકો પોતાને મળેલી લક્ષ્મીનો ઉપયોગ પુણ્યકાર્યમાં કરે છે, તેના ધર્મની તો વૃદ્ધિ થાય છે જ પરંતુ તે સાથે લક્ષ્મીમાં પણ વૃદ્ધિ થાય છે. આ રીતે પુણ્યકર્મે લક્ષ્મી અને લક્ષ્મીનો સદ્દમાર્ગે ઉપયોગ આખરે પુણ્યરાશિમાં વધારો કરે છે.
વજ્રનાભ રાજા લક્ષ્મીનો ઉપયોગ ભોગ-વિલાસમાં ક૨વાની બદલે, વીતરાગની ઉપાસનામાં ક૨વા લાગ્યા. આ રીતે જીવનની સાર્થક્તાનો અનુભવ કરી ધન્યતા પ્રાપ્ત કરી. ચારે તરફ તેમની કીર્તિની ઉજ્જવળ ગાથાઓથી ધર્મની વિજયપતાકા લહેરાવા લાગી.
આ બાજુ કેવળજ્ઞાની વજ્રસેન ભગવાન પુંડરીકિણી નગરમાં સમવસર્યા. વજ્રનાભને આ સમાચાર મળ્યા એટલે તે પણ પિતાને વંદન ક૨વા તેમના ભાઈઓ, સારથિ, સુયશા તેમજ રસાલા સાથે દેશના સાંભળવા પધાર્યા. દેશનાનો મુખ્ય સાર એ હતો કે સંસાર અસાર છે. અરિહંત પરમાત્માનું સ્મરણ જ ભવોભવના ફેરાને ટાળી મુક્તિનો માર્ગ અપનાવવામાં મદદરૂપ બને છે. આયુષ્ય ક્ષીણ થાય, પરંતુ હજુ પણ આત્માને ૫૨ભવની ચિંતા નથી માટે જ્ઞાની અને સમજદાર વ્યક્તિએ પોતાના જીવનની સાર્થક્તા શેમાં છે, એ વિચારી લેવું જોઈએ.
વજ્રનાભે આ દેશના સાંભળતા જ પોતાના જીવનની સાર્થક્તા વિષે વિચારી તેમના પિતાની પાસે જ દીક્ષા ગ્રહણ કરી. એ સાથે તેમના ચારેય ભાઈઓ તથા સુયશાએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. રાજગાદીનો ભાર વજ્રનાભે પોતાના પુત્રને સોંપ્યો.
વજ્રનાભ મુનિએ ધીમે ધીમે શાનનું ઉપાર્જન શરૂ કર્યું અને મહા પ્રભાવશાળી એવા દ્વાદશાંગીના જ્ઞાતા બન્યા. ઉત્તમ ચારિત્ર અને પૂર્વકર્મના પુણ્યના યોગે તેઓ ખલૌષધિ, જલૌષધિ, આમઔષધિ વગેરે જે જુદા જુદા રોગના વિનાશ માટે ઉ૫કા૨ક ગણાય છે. એવી અનેક લબ્ધિઓના સ્વામી બન્યા. જેની પાસે આવી લબ્ધિ હોય તેના શરીરનો કોઈ પણ ભાગ જેવા કે દાંત, નખ, કેશ કે શરીરનો અન્ય કોઈ ભાગનો સ્પર્શ કે વાણીનું શ્રવણ માત્ર ઔષધિરૂપ બની જાય છે. વજ્રનાભ મુનિને આવી લબ્ધિઓની પ્રાપ્તિ થઈ.
આ ઉપરાંત અત્યંત સુક્ષ્મ સ્વરૂપે, વિરાટ સ્વરૂપે, હળવા થવાનું, ભારેપણું પ્રાપ્ત કરવાનું, ભૂમિગમન કે ઉર્ધ્વગમન કરી શકવાનું કે અંતર્ધ્યાન થવાની ક્ષમતા પ્રાપ્ત ક૨વાનું જ્ઞાન તેમણે મેળવ્યું. કોઈ પણ એક પદને શ્રવણ કર્યા પછી સમગ્ર ગ્રંથની રચના કરી શકવાનું ‘બીજબુદ્ધિજ્ઞાન', લાંબા સમય સુધી પોતાની જાતને કાર્યોત્સર્ગ અવસ્થામાં રાખી શકાય એવું ‘કાયાબલિપણુ' જેવી અનેક લબ્ધિઓ અને શક્તિઓ વજ્રનાભ મુનિએ પ્રાપ્ત કરી. ઉજ્જવળ અને ઉત્કૃષ્ટ સાધનાથી, આ ઉપરાંત બીજી પણ અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી જેમાં, પોતાના પાત્રમાં આવેલી તુચ્છ ગોચરીને વિવિધ સ્વાદમાં ફેરવવાની શક્તિ, પોતાના પાત્રમાં રહેલી અલ્પ ગોચરીમાં કે કોઈ ચીજમાં વૃદ્ધિ કરી, એ જ ચીજમાંથી અનેક સાધુસમૂહને આહાર કરાવી શકવાની
Jain Education International
૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org