Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 289
________________ કેવળજ્ઞાનની ઉત્પત્તિથી માંડીને વિહાર કરતા શ્રી વીરપ્રભુને ચૌદહજાર મુનિઓ, છત્રીસ હજાર સાધ્વીઓ, ત્રણસો ચૌદ પૂર્વધારી શ્રમણો, તેરસો અવધિજ્ઞાની, સાતસો વૈક્રિય લબ્ધિવાળા, એટલા જ અનુત્તર વિમાને જનારા, એજ સંખ્યામાં કેવળીઓ, પાંચસોમનઃપર્યવજ્ઞાની, ચૌદસો વાદી, એકલાખઓગણસાઠ હજાર શ્રાવકો તેમજ ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાનો પરિવાર થયો. ગૌતમ સ્વામી અને સુધર્મા ગણધર સિવાયબીજા નવગણધરો મોક્ષેગયા પછી પ્રભુ અપાપાનગરીએ પધાર્યા. ત્યાં દેવતાઓએ રમણીય સમવસરણ રચ્યું. પ્રભુ પોતાના આયુષ્યનો અંત જાણી આ સમવસરણમાં છેલ્લી દેશના આપવા બિરાજમાન થયા. સમવસરણનીઅનેરીશોભાથીઆખુંયવાતાવરણ મંગળમય બની ગયું. અપાપાપુરીના રાજા હસ્તિપાળપણપ્રભુનીદેશના સાંભળવા આવ્યો. દેવતાઓ, મનુષ્યો, તીર્યંચજીવો વગેરે પોતપોતાના સ્થાને બેઠા, ત્યારે ઇન્દ્ર મહારાજાએ પ્રભુને સ્તુતિ કરી અને યોગ્ય દેશના આપવા જણાવ્યું. હસ્તપાળ રાજાએ પણપ્રભુને કહ્યું કે અન્ય દેવો હાથમાં શસ્ત્ર ધારણ કરે છે; પશુના વાહન પર બેસે છે; સ્ત્રીનો સંગાથ પણ હોય છે વળી તેઓના ચહેરા પર ક્યારેક ક્રોધ, હાસ્ય જેવા ભાવો જણાય છે જ્યારે આપ આ સર્વ બાબતોથી પર છો. આપની વાણીનો લાભ સર્વને આપો. આ પ્રમાણે સ્તુતિ સાંભળી ચરમ તીર્થંકર શ્રી મહાવીર પ્રભુએ ચરમ (છેલ્લી) દેશના આપી. તેઓએ કહ્યું : ‘‘આ જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ ચાર પુરુષાર્થ છે, જેમાં મોક્ષ એખરો પુરુષાર્થ છે. તેનો પાયો ધર્મ છે. ધર્મ સંસાર સાગરથી તારનારો છે. મોક્ષ અનંત સુખ આપનાર છે.’’ આ પ્રમાણે દેશના આપી પ્રભુ વિરામ પામ્યા ત્યારે હસ્તિપાળ રાજાએ એમને આવેલ સ્વપ્ન - હાથી, કપિ, ક્ષીરવાળું વૃક્ષ, કાક પક્ષી, સિંહ, કમળ, બીજ અને કુંભનું ફળ જણાવવા વિનંતી કરી ત્યારે પ્રભુએ નીચે મુજબ ફળસ્વરૂપે જણાવ્યું : ૧. હાથી વિવેક વગરની જડતા બતાવે છે. શ્રાવકો પણ ક્ષણિક સમૃદ્ધિમાં રચ્યા પચ્યા રહેશે. દીક્ષા લેશે તો પણકુસંગનાં કારણે છોડી દેશે. ૨. કપિનાં સ્વપ્નનું ફળ એવું છે કે ગચ્છના સ્વામીભૂત આચાર્યો ચપળ છતાં અલ્પ સત્વવાળા અને વ્રતમાં પ્રમાદી થશે. ૩. જે ક્ષીરવૃક્ષનું સ્વપ્ન જોયું તેનું ફળ એ છે કે સાતે ક્ષેત્રમાં દ્રવ્ય વાપરનારા દાતાર અને શાસનપૂજક એવા શ્રાવકો હશે. પણ તેઓને ઠગસાધુઓ રૂંધી નાખશે. ૪. હસ્તિપાલરાજાનું ચોથું સ્વપ્ન-કાકપક્ષીનું હતું. આ પક્ષી પોતાના સમુદાયમાં વિહારકરતાનથી. એ રીતે ધૃષ્ટ સ્વભાવના મુનિઓ પોતાના ગચ્છમાં રહેશે નહીં. ૫. ભરતક્ષેત્રમાંશ્રીજિનમત એવો રહેશે કે જાતિસ્મરણતી પર અને ધર્મજ્ઞરહિત હશે. સિંહના શરીરમાં જેમ કીડા પડે અને ઉપદ્રવ કરે એ રીતે લિંગી સાધુઓ જ શાસનની શોભાને હાનિ પહોંચાડશે. ૬. ઉત્તમકમળની ઉત્પત્તિની જેમ ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલાં સર્વ પ્રાણીઓ ઉત્તમ ધર્મને અનુસરે, પરંતુ ઉકરડામાં કમળ ઉગવાની જેમ નીચે સ્થળે ઉત્પન્ન થયેલા કોઇ પ્રાણી ધર્મી થશે પરંતુ નીચ જાતિના હોઇ Jain Education International 205 ---- For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316