Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 295
________________ અને બીજી તરફ તેમની આજ્ઞાનું પાલન કરવાનું હતું. તરત જ તેમણે કહ્યું, “જેવી આપની આજ્ઞા' આ સાથે જ ગૌતમસ્વામી શ્રી વીરપ્રભુને નમન કરી પાસે આવેલાં ગામમાં ગયા. ત્યાં દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પમાડ્યો. અહીંઆસો વદ અમાસની પાછલી રાત્રે છઠ્ઠના તપસ્વી શ્રી વીર પ્રભુએ શુભ સમયે (ચંદ્રવાતિ નક્ષત્રમાં હતો ત્યારે) પંચાવન અધ્યયન પુણ્યફળવિપાક સંબંધી અને પંચાવન અધ્યયન પાપફળવિપાક સંબંધી કહ્યા. છત્રીસ અધ્યયન અપ્રશ્નવ્યાકરણ એટલે કે કોઇએ પૂછ્યા વગર જ કહ્યા. છેલ્લે પ્રધાન નામે અધ્યયન કહેવા લાગ્યા ત્યારે આસનકંપથી સર્વ ઇન્દ્રોએ પ્રભુનો મોક્ષસમય જાણ્યો તેથી સર્વ ઇન્દ્રો - સુરો વગેરે પરિવાર સહિત ત્યાં આવી પહોંચ્યા. શકેન્દ્રની આંખમાં પ્રભુના મોક્ષના કારણે આવેલા અશ્રુઓ પ્રભુવિરહનું દુઃખ વ્યક્ત કરતા હતા. તેમણે પ્રભુને કહ્યું, “હે નાથ ! આપના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનમાં હસ્તોત્તરા નક્ષત્ર હતું. આ વખતે તેમાં ભસ્મક ગ્રહ સંક્રાંત થવાનો છે. આપના જન્મનક્ષત્રમાં સંક્રમેલો તે ગ્રહ બે હજાર વર્ષ સુધી આપના સંતાનો એટલે કે સાધુસાધ્વીઓને બાધા ઉત્પન્ન કરશે. માટે એ ગ્રહ આપના જન્મક્ષેત્રમાં સંક્રમે ત્યાં સુધી આપ રાહ જુઓ. આપની દષ્ટિથી તેનો પ્રભાવ નિષ્ફળ થઇ જાય. આપની સ્તુતિ અને ધારણા માત્ર કરવાથી કુસ્વપ્ન કે અપશુકન દૂર થાય છે, તો આપ અહીં સાક્ષાત બિરાજમાન છો, આપ ક્ષણવાર ટકી રહો તો દુર્ગહનો પ્રભાવ નિષ્ફળ જાય.' આ સાંભળી પ્રભુ બોલ્યા, “હે શકેન્દ્ર! આયુષ્ય વધારવા કોઈ શક્તિમાન નથી. આગામી દુષમકાળની પ્રવૃત્તિથી જ તીર્થને બાધા થવાની છે માટે ભવિષ્યને અનુસરીને આ ભસ્મક ગ્રહનો ઉદય થયો છે.” આ રીતે શકેન્દ્રને સમજાવીને પ્રભુ પર્યકાસને સ્થિર થયા. ધીમે ધીમે કાયયોગમાં રહી, બાદરમનયોગ અને વચનયોગને રૂંધ્યા. આ પછી સુક્ષ્મ કાયયોગમાં સ્થિર થઇ બાદર કાયયોગ રૂંધી લીધો. એક પછી એક વાણી, મન અને સુક્ષ્મ કાયયોગને રૂંધીને શુકલધ્યાન પાયા વડે કર્મબંધરહિત થઇને ઉર્ધ્વગમન કરી મોક્ષને પ્રાપ્ત થયા. આ મહાન અવસરેનારકીના પામર જીવોએ પણ સુખનો ક્ષણિક અનુભવ કર્યો. દેવોએ પ્રભુના નિર્વાણ કલ્યાણકનો મહોત્સવ રો . દેવતાઓ પોતે અનાથ થઇ ગયા એવું જાણીને તેઓ શોક કરવા લાગ્યા. પરંતુ શકેન્દ્ર સર્વને સાંત્વન આપ્યું. દેવતાઓ પાસે તેમણે ગોશીષચંદનનાં કાટો મંગાવ્યા. ક્ષીરસાગરના જળથી પ્રભુનાં શરીરને સ્નાન કરાવ્યું, દિવ્ય વિલેપન કરાવ્યું. દિવ્યવસ્ત્ર ઓઢાડી શક્રેન્દ્ર શોકપૂર્વક પ્રભુના શરીરને ઉપાડ્યું, અને વિમાન જેવી શિબિકામાં પધરાવ્યું. શિબિકા ઉપાડી જય જય ધ્વનિ સાથે ઇન્દ્રો ચાલવા લાગ્યા. દેવતાઓએ દિવ્ય પુષ્પોની વૃષ્ટિ કરી. ચારે બાજુ સુગંધી જળનો છંટકાવ થતા ભૂમિતળ સુગંધિત બની ગયું. ગંધર્વદેવા પ્રભુની સ્તુતિ કરતા ગાવા લાગ્યા. સંગીતની સુમધુર સૂરાવલિથી વાતાવરણ મંગલમય બની ગયું. નૃત્ય, ગાન, તાલ અને લયબદ્ધગુંજનથી દેવતાઓમાં હર્ષ છવાઈ ગયો. શ્રાવક-શ્રાવિકાઓ પણ શોકાતુર થઇ આ ભક્તિપર્વમાં જોડાયા. શિબિકા આગળ વધતી રહી. છેવટે ઇન્દ્ર પ્રભુના શરીરને ચિતા પર મૂક્યું. અગ્નિકુમારના દેવતાઓએ અગ્નિ પ્રજ્વલિત કર્યો. વાયુકમારોએ વાયુ વિદુર્યો. સુગંધી દ્રવ્યોના ઘડા અગ્નિમાં ક્ષેપિત થયાં. જ્યારે પ્રભુનાં શરીરમાંથી માંસ જેવા દ્રવ્યો અગ્નિમાં દુગ્ધ થઈ ગયાં, ત્યારે મેઘકુમાર દેવોએ ક્ષીરસાગરના જળવડે ચિતાને બુઝાવી દીધી. શક્ર અને ઇશાન ઇન્દ્રોએ ઉપરની અને અમરેન્દ્ર અને બલિ ઇન્દ્રોએ નીચેની બે દાઢો લીધી. બીજા ઇન્દ્રો અને દેવતાઓ બાકીના દાંત અને અસ્થિઓ લઈ ગયા. ચિતાની ભસ્મકલ્યાણકારી હોય છે એ જાણીને મનુષ્યોને ભસ્મ લઈગયા. દેવતાઓએ તે સ્થાને રત્નમય સૂપ | i n Hબ મ ક ક મ છે, 21 : ક ક ક = = = મ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316