Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 293
________________ દુઃષમાકાળ પ્રવર્તશે. તેમાં ધર્મનો સદંતર નાશ થશે. ચારે બાજુ હાહાકાર વર્તાશે. મનુષ્ય અને પ્રાણીના વ્યવહારમાં કાંઇ તફાવત રહેશે નહીં. સતત અનિષ્ટ પવનો વાયા કરશે, દિશાઓ ધૂમ્રવર્ણી બનશે. ચંદ્ર અતિ શીતળ બનશે અને સૂર્ય અતિ ગરમી વરસાવશે. આકાશમાંથીતિવ્ર ક્ષાર, અગ્નિ, વિષ વગેરેની વર્ષા થશે. લોકોમહાવ્યાધિઓથી પીડાશે. જળચર, સ્થળચર, ખેચર તિર્યંચો મહાદુઃખપામશે. વૃક્ષોનો ક્ષય થતો રહેશે. વૈતાઢ્યગિરિ, ૠષભકૂટઅને ગંગા તથા સિંધુનદી સિવાય બીજા બધા પર્વતો અને નદીઓ સપાટ થઇ જશે. ધરતી અંગારા જેવી હશે. ‘‘મનુષ્યોના શરીર એક હાથના પ્રમાણવાળા અને કદરૂપા હશે. તેઓની વાણીમાં કઠોરતા હશે. તેઓ રોગી, નિર્લજ્જ અને નિર્વસ્ત્ર હશે. પુરૂષોનું આયુષ્ય વીસ વર્ષનું અને સ્ત્રીઓનું આયુષ્ય સોળ વર્ષનું હશે. સ્ત્રી છ વર્ષની ઉમરથી ગર્ભ ધારણકરશે. તેઓના નિવાસ પર્વતનાં બીલમાં હશે. નદી કીનારે પણ આવા બીલો હશે. મનુષ્યો તથા પશુઓ માંસાહારી હશે. ગંગાનો પ્રવાહ બહુ ટૂંકો હશે. લોકો તેમાંથી રાત્રે માછલાં કાઢી જમીન પર મૂકશે. દિવસે તે તાપમાં પાકી જશે, એનું તેઓ ભોજનકરશે. સૂવામાટે પણઆસનનહીંમળે. દૂધ, દહીંતેમજરસવાળા પદાર્થો, ફળફળાદિ વગેરે મળશે નહીં. . ‘‘ભરત, ઐરાવત નામના દસેય ક્ષેત્રમાં પહેલો દુઃષમા અને પછી અતિદુઃષમાકાળ બંને એકવીસહજાર વર્ષો સુધી પ્રવર્તશે. અવસર્પિણીના છેલ્લા બે આરા - પાંચમો અને છઠ્ઠો જેવા આરા ઉત્સર્પિણીની શરૂઆતના એટલેકે પહેલા અને બીજો આરો હોય છે. ઉત્સર્પિણીમાંદુઃષમદુઃષમાકાળ(અવસર્પિણીનો છઠ્ઠો આરો જેમ)ને અંતે પાંચ જાતિના મેઘ સાત સાત દિવસ સુધી વરસશે. પહેલો પુષ્કર નામે મેઘ હશે તેનાથી પૃથ્વી તમ બનશે. બીજો ક્ષીરમેઘ ધાન્ય ઉત્પન્ન કરશે. ત્રીજો મેઘ ધૃતમેઘનામે સ્નેહ ઉત્પન્ન કરશે. અમૃત નામે મેઘ ઔષધિઓ ઉત્પન્ન કરશે. પાંચમો રસમેઘ પૃથ્વીને રસમય કરશે. આ રીતે પાંચ અઠવાડીયા સુધી શાંતપણે આવો વરસાદ થશે. પૃથ્વી પર વૃક્ષો અને લીલોતરી જોઇ બીલમાં રહેતા મનુષ્યો આનંદ પામીને બહાર નીકળશે. ભારતની ભૂમિ ફળદાયી બનશે. ‘‘ધીમે ધીમે મનુષ્યો માંસાહાર છોડી દેશે. જેમ જેમ કાળની વૃદ્ધિ થાય એમ મનુષ્યોના કદ-પ્રમાણમાં પણ વધારો થશે. ઋતુઓ અનુકુળ હશે, નદીઓ પાણીથી ભરપૂર બનશે. ઉત્સર્પિણીનો બીજા આરોદુઃષમાકાળનો હશે. તેના અંતે આ ભારતભૂમિ પર સાત કુલકરો થશે. એમાં પહેલો વિમલવાહન, બીજો સુદામ, ત્રીજો સંગમ, ચોથો સુપાર્શ્વ, પાંચમો દત્ત, છઠ્ઠો સુમુખ અને સાતમો સંમુચિથશે. આ સાતકુલકરોમાં વિમળવાહનને જાતિસ્મરણ જ્ઞાન થશે એથી એનગરો વસાવશે. ગાય, હાથી જેવાં પશુઓનો સંગ્રહ કરશે. શિલ્પ-કળા અને વ્યાપારનો વિકાસ કરશે. દૂધ, દહીં, ધાન્ય અને અગ્નિ ઉત્પન્નથશે એટલે લોકોને અન્ન પકાવીને ખાવાનો આદેશ કરશે. આ રીતે વિમળવાહન આ પૃથ્વી પર સુવ્યવસ્થિત જીવન વ્યવહારનો વાહક બનશે. ‘‘આ રીતે દુઃષમકાળ વ્યતીત થશે ત્યારે શતદ્દાર નામના નગરમાં સંમુચિ નામનો સાતમો કુલકર હશે. તેની રાણી ભદ્રાદેવીની કુક્ષિમાં શ્રણિકનો જીવ પુત્રપણે ઉત્પન્ન થશે. તેનું આયુષ્ય અને શરીરનું પ્રમાણ મારા જેટલું જ હશે. તે પદ્મનાભ નામે પહેલા તીર્થંકર થશે. આ પછીના ત્રેવીસ તીર્થંકરો શરીર, આયુષ્ય, આંતરો વગેરે પૂર્વના એટલે કેપાર્શ્વનાથપ્રભુથી આદીશ્વરશ્રી ઋષભદેવસુધીના પ્રમાણમાં હશે. આ ત્રેવીસ તીર્થંકરો આ પ્રમાણે હશે. સુપાર્શ્વનો જીવ શૂરદેવ નામે બીજા તીર્થંકર, પોટ્ટિલનો જીવ સુપાર્શ્વ નામે ત્રીજા તીર્થંકર, દ્રઢાયુનો જીવ સ્વયંપભ નામે ચોથા તીર્થંકર, કાર્તિક શેઠનો જીવસર્વાનુભૂતિ નામે પાંચમા તીર્થંકર, શંખશ્રાવકનો જીવદેવશ્રુતનામે છઠ્ઠાતીર્થંકર, નંદનો જીવઉદય નામે સાતમાં તીર્થંકર, સુનંદનો જીવ પેઢાળનામે આઠમાં તીર્થંકર થશે. કૈકસીનો જીવપોટિલ નામે નવમાં Jain Education International 209 For Private & Personal Use Only --- www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316