Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 296
________________ બનાવ્યો. આ પ્રમાણે પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઉજવીને દેવતાઓ તથા ઇન્દ્રો નંદીશ્વરદીપ ગયા. ત્યાં શાશ્વત પ્રતિમાઓની સન્મુખ અષ્ટાબ્લિકા મહોત્સવ કરી સૌ પોતપોતાના સ્થાને ગયા. પોતાના વિમાનના મણિમય સ્તંભમાં તેઓએ પ્રભુની દાઢો અને અસ્થિઓ સ્થાપિત કર્યા. આ રીતે ગૃહસ્થપણામાં ત્રીસ વર્ષ અને વ્રતમાં બેતાલીસ વર્ષ એમ કુલ બોતેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ મહાવીરસ્વામી શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ પછી અઢીસો વર્ષ પછી નિર્વાણ પામ્યા. આ બાજુ ગૌતમ ગણધર દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ આપી પાછા આવતા હતાં, ત્યાં રસ્તામાં જ દેવોના મુખથી પ્રભુનું નિર્વાણ સાંભળતાની સાથે જગૌતમસ્વામીના હૃદય પરવજનો આઘાત થયો હોય એમ શોકાતુર બની ચોધાર આંસુએ રડતા રડતા બોલવા લાગ્યા. હે પ્રભુ! એક દિવસમાં જ આપનું નિર્વાણ હતું, છતાં આપે મને આપનાથી દૂર મોકલ્યો? હે જગત્પતિ ! આપે આ શું કર્યું? આપ જાણતા હતા કે આપનો વિરહ મારાથી સહન નહીં થાય, છતાં આપે છેલ્લે જ આપના દર્શનથી મને દૂર રાખ્યો. આટલા સમયથી આપની સેવા કરી અને છેવટે અંતકાળે જ આપના દર્શન-સેવાથી વંચિત રાખ્યો? જેવખતે જ મારી જરૂર હતી એ સમયે જ હું સાચવીન શક્યો? હવે હુંકોના ચરણોમાં શિરમુકાવીને કહીશ - ‘ભંતે ! ભંતે!'. કોને મારા સંશેષો પુછીશ? હવે મને પ્રેમથી કોણ બોલાવશે ‘હંતા ગોયમા! ગોયમાં !' મને આપની પાસે કેમ ન રાખ્યો? શું હું આપની પાસે કેવળજ્ઞાનની માગણી કરું એથી જઆપે અંત સમયે મોકલી દીધો? હે પ્રભો ! આપનું નિર્વાણ સાંભળીને મારા હૃદયના ટૂકડા કેમ થઇ જતા નથી ?'' આવા અનેક પ્રશ્નોથી શોકાતુર થયેલ ગૌતમસ્વામી મનમાં વિચારવા લાગ્યા કે આ પ્રસંગે પ્રભુનો કોઇ દિવ્ય સંકેત તો નહીં હોય ? આ વિચાર સાથે જ ગૌતમસ્વામીના મનના ભાવ પલટાયા. તેઓ જ્ઞાનદષ્ટિથી વિચારવા લાગ્યા, ઓહો ! હું પ્રભુને ખોટો દોષ દેવા લાગ્યો. અત્યાર સુધી હું ભ્રમમાં રહ્યો. હવે મને સમજાયું કે નિરાગી અને નિર્મોહી પ્રભુમાં મેંરાગ અને માયા રાખ્યા. આ બંને બાબતોતો મનનાં પરિણામો છે. રાગ-દ્વેષ તો સંસારવધારનારા છે. વીતરાગતો નિઃસ્નેહી હોય છે. આ તો મારો દોષ છે. એકપક્ષીય રસ્નેહથી મને શું મળશે ? મમતારહિત પ્રભુમાં મમતાં રાખવાનો શું અર્થ ?” આ રીતે ગૌતમસ્વામી શુભધ્યાનમાં પરાયણ થયા. મોહનો પડદો ઊંચકાયો. સમભાવના સોપાન રચાયાં. ઘાતિકર્મોનો ક્ષય થતો ગયો. સૂપક-શ્રેણી રાણી અને ગૌતમસ્વામીને તત્કાળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. શ્રી વિરપ્રભુની માફક તેઓ પણ પૃથ્વી પર વિચારતાધર્મવાણીનો પ્રવાહ વહાવતા રહ્યા. તેઓ રાજગૃહી નગરી પધાર્યા, ત્યાં એક માસનું અનશન કરી, કર્મો ખપાવી, અક્ષય પદ સમાન મોક્ષમાર્ગને પામ્યા. ગૌતમસ્વામી મોક્ષે ગયા પછી પાંચમા ગણધર સુધર્માસ્વામીએ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓએ એ પછી ધર્મદશના આપી લોકોમાં ધર્મભાવ સ્થિર કર્યો. તેઓ પણ રાજગૃહી નગરે પધાર્યા, ત્યાં જંબૂસ્વામીને સંઘ સુપ્રત કરી સુધર્મા ગણધર આઠ કર્મો ખપાવી મોક્ષે ગયા. જંબૂસ્વામી પણ વીર ભગવંતનાં શાસનમાં ભવ્ય જનોને ધર્મોપદેશ કરી મોક્ષે ગયા. 22 , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316