Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 297
________________ શ્રી મહાવીર સ્વામી જ્યારે આસો વદ અમાસની રાત્રે કાળધર્મ પામ્યા ત્યારે દેવોએ રત્નોના દીવા વડે ઉદ્યોત કર્યો. આ સમયે કાશીદેશના મલ્લકીવંશનાનવરાજાઓ કે જેઓ કોશલ દેશના લિચ્છવી વંશના ગણરાજાઓ અને શ્રી મહાવીર પ્રભુના મામા ચેડારાજાના સામંતો હતા તેઓ કારણવશાત્ પાવાપુરીમાં એકઠા થયા. તે અઢારેય ગણરાજઓએ એ દિવસે આઠ પહોરનો આહાર ત્યાગ કરીને પૌષધોપવાસ કર્યો. તેઓએ વિચાર્યું કે શ્રમણ ભગવાન શ્રી વીર પ્રભુ મોક્ષમાં પધાર્યા અને ભાવ ઉધોત થયો આથી હવે આપણે દ્રવ્ય ઉધોત કરવો જોઇએ. આ વિચારથી આ અઢારેય ગણરાજાઓએ દીવા પ્રગટાવી પ્રભુના નિર્વાણ મહોત્સવને ઉજ્જવળ બનાવ્યો. આ સાથે લોકોએ પણદીપક પ્રગટાવી અંતરઅજવાળવા માટે તેમાં સાથ આપ્યો. આ સમયથી દિવાળીદીપોત્સવી પર્વ ઉજવાય છે. ભગવાનના નિર્વાણના સમાચાર સાંભળી તેમના વડીલબંધુ નંદિવર્ધન અત્યંત શોકાતુર થયા હતા. તે શોકને દૂર કરવા તેમના બહેન સુદર્શનાએ કારતક સુદ બીજને દિવસે પોતાના ઘેર તેમને આદરપૂર્વક ભોજન કરાવ્યું. આ પ્રસંગથી ભાઇબીજ ઉજવાય છે એવું વિધાન જોવા મળે છે. વર્તમાન ચોવીસીના ચરમ તીર્થકર શ્રી મહાવીર સ્વામી કે જેઓ મહામાનવવિરાગમૂર્તિ હતા. અનંત ઉપકારી, દેવાધિદેવ શ્રીવીર પ્રભુની મહાનતાને આલેખવાનો આ યથાશકિત પ્રયાસ કર્યો છે. આ સાથે વર્તમાન ચોવીસીના તમામ તીર્થકરોની જીવનસૌરભ વાચકોનાં જીવનને આત્મકલ્યાણના માર્ગે જતા પથદર્શક બની શકશે તો આ અલ્પ પ્રયત્ન સાર્થક થયો ગણાશે. આ શુભાશયથી વંદનીય તીર્થકર ભગવંતોને આ શબ્દાંજલિ અર્પણ કરું છું. તરણતારણ દેવાધિદેવના પુનિતપંથે પ્રયાણ કરી વાચકવર્ગ આત્મકલ્યાણ પામે એ શુભેચ્છા. આ લેખનમાં વીતરાગની આજ્ઞાવિરુદ્ધ કોઇ ક્ષતિઓ રહી હોય તો ક્ષમા ભાવે મિચ્છામી દુક્કડમૂની યાચના સાથે વિરમુ છું. * છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316