Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 291
________________ ગૌતમસ્વામીએ ભરતેશ્વરે કરાવેલા નંદીશ્વર દીપનાં ચૈત્ય જેવા ચૈત્યમાં પ્રવેશ કર્યો. ત્યાં ચોવીસ તીર્થકરોનાં અલૌકિક બિંબોને ભકિતભાવથી વંદન કર્યા. ત્યાંથી બહાર આવી તેઓ એક મોટા અશોકવૃક્ષની નીચે બેઠા ત્યારે અનેક સૂર-અસૂરોએ આવીને તેમને વંદન કર્યા. તેઓએ પૂછેલા પ્રશ્નોના યોગ્યતા મુજબ ઉત્તર આપ્યો. રાત્રિ ત્યાં જપસાર કરી સવારે તેઓ અષ્ટાપદપર્વત ઉતરવા લાગ્યા ત્યારે તેમણે નીચે રહેલા તાપસોને જોયા. તેઓ જાણે તેમની રાહ જોઇ રહ્યા હોય એવું લાગ્યું. તરત જ તાપસોએ ગૌતમસ્વામીને વંદન કર્યું અને પૂછ્યું, હે તપોનિધિ મહાત્મા ! અમને આપ આપના શિષ્યો તરીકે સ્વીકારશો ?” ગૌતમે તો તેમને શ્રી વીર પ્રભુના જ શિષ્યો બનવાનો આગ્રહ કર્યો, છતાં પણ તેઓના અતિ આગ્રહનાં કારણે ગૌતમસ્વામીએ તેઓને દીક્ષા આપી. તેઓ તેમની સાથે ચાલવા લાગ્યા. રસ્તામાં ભિક્ષાનો સમય થયો એટલે ગૌતમસ્વામીએ તેમને પૂછ્યું, ‘તમારા માટે શું ઇષ્ટ વસ્તુ લાવું?' તાપસોએ તેમને ખીરલાવવાનું કહ્યું એટલે ગૌતમસ્વામીલબ્ધિના પ્રભાવથીખીરનું પાત્ર લઇ આવ્યા. ગૌતમસ્વામીના હાથમાં એક નાનકડું પાત્ર જોઈને સૌ તાપસો નવાઈ પામ્યા. ગૌતમે તેઓને કહ્યું, “હે મહર્ષિઓ! આપ સૌ બેસી જાઓ અને આ પાયસન્ના (ખીર)થી પારણું કરો.” સૌ વિચારમાં પડી ગયા પરંતુ ગુરૂની આજ્ઞાનું પાલન કરવું જોઈએ એમ માનીને બધાએકસાથે બેસી ગયા. પરંતુ ગૌતમે અક્ષીણ મહાનલબ્ધિવડેતે સર્વતાપસોને ભાવપૂર્વક પારણું કરાવ્યું. સૌ વિસ્મય પામીને વિચારવા લાગ્યા, “આપણો એવો પૂણ્યોદય થયોકે તેનાથી આપણને શ્રી વીરપરમાત્મા ધર્મગુરૂ તરીકે મળ્યા.'' આ પ્રમાણે ચિંતન કરવાથી તેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ ત્યાંથી શ્રી વીરપ્રભુની સભામાં કેવળીની સભા તરફ ચાલ્યા, એટલે ગૌતમસ્વામી બોલ્યા, “આ વીરપ્રભુને વંદન કરો.” આ વખતે પ્રભુએ તેમને કહ્યું, “હેગૌતમ!કેવળીઓની આશાતનાન કરો.”ગૌતમસ્વામી આ સાંભળીને વિચારવા લાગ્યા કે પોતે ગુરૂકમ છે. જેઓ તેમનાથી દીક્ષા પામ્યા તેઓને કેવળજ્ઞાન થયું, જ્યારે પોતે આ ભવમાં સિદ્ધિ પામી શકશે નહીં. આવી ચિંતા કરતા જોઇને પ્રભુએ કહ્યું, “ગુરુનો શિષ્ય પરનો સ્નેહ તરત દૂર થઇ શકે છે જ્યારે શિષ્યનો સ્નેહદઢ હોય છે. તમારો મારા પર અપાર સ્નેહછે એ જ તમારા કેવળજ્ઞાનને અટકાવનારું કારણ છે. જ્યારે મારા પર તમારા સ્નેહનો અભાવ થશે, ત્યારે તમને આપોઆપ કેવળજ્ઞાન પ્રગટ થશે.'' આ રીતે ગૌતમસ્વામીએ અષ્ટાપદની યાત્રા કર્યા પછી પણ શ્રી વીર પ્રભુ પરના સ્નેહનાં કારણે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ન હતું. શ્રી વીરપ્રભુ છેલ્લીદેશના આપતા હતો તે સમયે ગૌતમગણધરે પ્રણામ કર્યા પછી કહ્યું, “હે ભગવાન!ત્રીજા આરાના અંતે ઋષભદેવ થયા અને ચોથા આરામાં શ્રી અજિતનાથથી ત્રેવીસ તીર્થંકરો કે જેમાં આપ છેલ્લા તીર્થંકર થયા. આ પ્રમાણે અવસર્પિણી કાળમાં જે બન્યું તે જોયું. હવે પાંચમાં આરામાં જે થવાનું હોય તે વિષે કહો.” ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી વીર પ્રભુ બોલ્યા, “હેગૌતમ!અમારા નિર્વાણ પછી ત્રણ વર્ષ અને સાડાઆઠ માસે પાંચમો આરો શરૂ થશે. પછી ઓગણીસોને ચૌદ વર્ષા ગયા પછી પાટલીપુત્રનગરમાં મલેચ્છકુળમાં ચૈત્ર મહિનાની આઠમે કલ્કી નામનો રાજા થશે. તે રામકૃષ્ણના મંદિરો તોડાવશે. તે ચાર કષાયોથી પ્રજાને પીડા આપશે. તે અઢાર વર્ષનો થશે ત્યારે મહામરકીનો રોગ ફેલાશે. તે રાજા થશે પછી ફરતા ફરતા કોઇસ્તુ બાંધવાનું કારણ પૂછશે. ખબર પશે કે આરસ્તુપની નીચે પુષ્કળ ધન દટાયું છે એટલે તે સ્તુપને તોડાવશે. ત્યાંથી સુવર્ણનીકળશે એટલે તે વધુ ધનના લાભ માટે આખું નગર ખોદાવશે. તેમાંથી લવાણદેવીનામની શિલામયી ગાય નીકળશે. તેને ચોકમાં ( 207) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316