Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 290
________________ તકે કે - - તેનો પ્રભાવ રહેશે નહીં. આ પ્રમાણે સ્વપ્નનું ફળ હશે. ૭. સાતમાં સ્વપ્નમાં જોયેલાં બીજનું ફળ આ મુજબ હશે. જેમ ઉજજડભૂમિમાં વાવેલું બીજ હોય એ રીતે કુપાત્રમાં અકથ્ય વસ્તુઓ વાવશે. ૮. વિવિધ ગુણોથી અને સુચારિત્રરૂપ જળથી પૂરેલા એકાંતમાં રાખેલા કુંભની જેમ મહર્ષિઓ કોઇ કોઇ સ્થાનકે બહુ અલ્પ પ્રમાણમાં દેખાશે. કુપાત્રો વધુ જોવા મળશે. આ રીતે હસ્તિપાળ રાજાએ જોયેલા આઠેય સ્વપ્નોનું ફળ પ્રભુએ બતાવ્યું. રાજા આ સાંભળીને સંસારથી વિરકત થયો, તેથી તેણે દીક્ષા લીધી અને ઉત્તમ ચારિત્રનું પાલન કરી મોક્ષે ગયો. શ્રી વીર પ્રભુના સમયમાં અનેક જીવો પ્રતિબોધ પામી ઉત્તમ માર્ગે ગયા હતાં. જેમાં શ્રેણિક, મેઘકુમાર, નંદિષણ, ઋષભદત્ત, જમાલિ, હાલિક, પ્રસન્નચંદ્ર, સાળ-મહાશાળ, દર્શાણભદ્ર, ધન્ના, શાલિભદ્ર, રૌહિણેય, ઉદાયન, હલ્લ-વિહલ્લ, ચંદનબાળા, મૃગાવતી વગેરેનો સમાવેશ થતો હતો. (આ તમામનાં ચરિત્રો કે પ્રસંગો અહીં સ્થળમર્યાદાના કારણે વર્ણવ્યા નથી. આ ચરિત્રો શ્રી ત્રિષષ્ટિ શલાકાપુરૂષ ગ્રંથમાંથી વિગતે જોઇ લેવા.) આ રીતે સર્વને પ્રતિબોધ આપનાર શ્રી વીર પ્રભુનો પ્રભાવ એવો હતો કે આમાંથી કેટલાકે તો ઉત્તમ ચારિત્રનાં પાલનથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ગૌતમ ગણધરના ઉપદેશથી પણ અનેક જીવો કેવળી બન્યા. ગૌતમ ગણધર ભગવાનના પ્રિય શિષ્ય તેમજ પ્રથમ ગણધર હતા. છતાં તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇનહતી. આ માટે તેઓ હંમેશા વિચારતા, “મારા ઉપદેશથી અનેક જીવો કેવળી બની શકતા. જ્યારે મને જ આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી.' એક વખત પ્રભુએ જણાવ્યું હતું કે જે અષ્ટાપદની યાત્રા કરે અને પોતાની લબ્ધિ વડે ત્યાં રહેલા જિનેશ્વરને નમે તે આ ભવમાં સિદ્ધિ પામે. આ સાંભળીને ગૌતમ ગણધરે ત્યાં જવાની ઇચ્છા વ્યકત કરી. ત્યાં ભવિષ્યમાં તાપસીને પ્રતિબોધથવાનો છે એમ જાણીને પ્રભુએ ગૌતમસ્વામીને સંમતિ આપી. પ્રભુની આજ્ઞા મળતા જ તેઓ ખૂબ જ આનંદ પામ્યા. પોતાના તપ અને જ્ઞાન વડે ગૌતમ સ્વામીએ અનેક લબ્ધિઓ સિદ્ધ કરી હતી. ચારણલબ્ધિ વડે તેઓ વાયુવેગથી થોડી જ વારમાં અષ્ટાપદ નજીક આવી પહોંચ્યા. આ સમયે ત્યાં કૌડિન્ય, દત્ત, સેવાલ વગેરે પંદરસો તાપસી અષ્ટાપદને મોક્ષનું કારણ માની ત્યાં આવ્યા હતા. તેમાંથી પાંચસો તપસ્વીઓને ચાર ઉપવાસનું પારણું હતું તેથી તેઓ પહેલી મેખલા સુધી, બીજા પાંચસોને છઠ્ઠનું પારણું હતું, તેઓ બીજી મેખલા સુધી અને અન્ય પાંચસોને અઠ્ઠમ તપનું પારણું હોવાથી તેઓ ત્રીજી મેખલા સુધી આવ્યા હતા. તેઓ આથી ઉપર ચડવા અશકત હતા એટલે તેઓ ત્યાં જ અટકી ગયા હતા. આ અરસામાં સુવર્ણની તેજરેખાઓ જેવા, પુષ્ટ આકૃતિવાળા અને તપના તેજવાળાગૌતમસ્વામીને તેઓએ ત્યાં આવતા જોયા. તેમને જોઇને તેઓ વિચારવા લાગ્યા કે આવુપુષ્ટ શરીર હોવા છતાં આ મુનિ આ આકરા ચડાણ ચડી શકશે ? આ જ સમયે ગૌતમસ્વામી આ મહાન ગિરિ પર ક્ષણવારમાં ચડી અદશ્ય થઈ ગયા. તપસ્વીઓ વિચારવા લાગ્યા કે તેમની પાસે જરૂર કોઇ મહાન શક્તિ હોવી જોઇએ. એટલે તેઓ તેમના પાછા આવવાની રાહ જોવા લાગ્યા. S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316