Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 288
________________ તેજલેશ્યાની અસર ક્યાંથી થાય? પ્રભુજી પર મૂકેલી તોલેશ્યા તેમની ફરતી ત્રણ પ્રદક્ષિણા કરીને પાછી ગોશાળાના શરીરમાં જ પ્રવેશી. ગોશાળો ગુસ્સે થયો તેણે પ્રભુને કહ્યું, “તું મારા તેજથી છ માસમાં છદ્મસ્થપણામાં જ મૃત્યુ પામીશ.” પરંતુ પ્રભુએ કહ્યું કે પોતે સોળ વર્ષ કેવળજ્ઞાનીપણામાં વિચરશે. આ રીતે ગોશાળા પ્રભુ પર ગુસ્સે થયો અને પોતાના ગર્વથી ધસમસતો ત્યાંથી નીકળી ગયો. પ્રભુ પર મૂકેલી તેજોવેશ્યાથી પ્રભુને પિત્તજવર થયો. શરીર અત્યંત નબળુ પડી ગયું. બધાં સાધુઓ ચિંતા કરવા લાગ્યા પરંતુ પ્રભુ તો સમતાભાવથી સૌને સાંત્વન આપતા હતા. ઔષધિ માટે તેઓ ખૂબ જ આગ્રહ કરવા લાગ્યા ત્યારે રેવતી શ્રાવિકોએ તૈયાર કરેલ ઔષધિથી પ્રભુ નિરોગી થયો. ગોશાળો પોતાને થયેલા દાહની શાન્તિ માટે મદિરાપાન કરી ગાંડાની જેમ નાચવા લાગ્યો. અંતે સાતમા દિવસે તેને પ્રાયશ્ચિત થયું. પોતાના દુષ્કૃત્યોની નિંદા કરવાથી તે ત્યાંથી મૃત્યુ પામી બારમાં દેવલોકમાં દેવ થયો. આ પછી ગૌતમસ્વામીએ તેના ભાવિ વિશે પૂછતા શ્રી વીરપ્રભુએ જણાવ્યું કે ગૌશાળો દેવલોકમાંથી અવીને મહાપમનામે રાજા થશે. તેણે સુમંગલમુનિને તેજોલેશ્યામૂકી હતી તેથી તે મુનિ પણ તેજોવેશ્યાના પ્રભાવથી તેને બાળી નાખશે. એ રીતે ગોશાળો ત્યાંથી મૃત્યુ પામી સાતમી નરકે જશે. તિર્યચપણામાં પણ વારંવાર ઉત્પન્ન થશે. અનંતકાળ સુધી આ રીતે જન્મ પામતા છેવટે તે સંસારથી વિરક્ત થઇ દીક્ષા લેશે અને કર્મનો ક્ષય કરતા કરતા કેવળી બનીને મોક્ષમાં જશે. પ્રભુ વિહાર કરતા કરતા રાજગૃહી નગરીમાં પધાર્યા. ત્યાં ગુણશીલ નામના ઉદ્યાનમાં દેવોએ સમવસરણ રચ્યું. શ્રેણિકરાજા ત્યાં પરિવારસહિત વંદન કરવા આવ્યા. પ્રભુએ સુમધુર શૈલીમાં આપેલી દેશનાથી મેઘકુમાર, નંદિણ તેમજ અન્ય રાજકુમારોએદીક્ષા લીધી. ધાવસ્થામાં એક વખત પ્રભુ જ્યારે નાવમાં બેસીને નદી ઉતરતા હતા, ત્યારે સુદ્રણ નામના નાગકુમારે પ્રભુને ઉપસર્ગો કર્યા હતા તે નાગકુમાર દેવ ચ્યવીને કોઇ ગામમાં ખેડૂત થયો હતો, તે ગામમાં શ્રી વીર પ્રભુ પધાર્યા. તે ખેડૂતને પ્રતિબોધવા ગૌતમસ્વામીને મોકલ્યા. ખેડૂત ખેતી કરતો હતો તે જોઇગૌતમસ્વામીએ તેને કૃષિકર્મથી થતી હિંસા સમજાવી. આ સાંભળી ખેડૂત સમતિ પામ્યો. ગૌતમસ્વામીએ તેને દીક્ષા આપી અને શ્રી વીર પ્રભુ પાસે લઇ આવ્યા. પ્રભુને જોઇને જ તેને પોતાનો પૂર્વભવ જે સિંહરૂપે હતો, તે યાદ આવતા પ્રભુ પર વૈરભાવ જાગૃત થયો. પ્રભુને વંદન કર્યા વગર જ તેણે રજોહરણ છોડી દીધું અને ફરી ખેડૂત તરીકેનું જીવન શરૂ કર્યું. ગૌતમસ્વામીના પૂછવાથી પ્રભુએ જણાવ્યું કે પોતાના ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં મારેલો સિંહ આ ભવે ખેડૂત તરીકે ઉત્પન્ન પામ્યો હતો. તેથી આ ભવે એનો ગુસ્સો પ્રગટ થયો. ધીમે ધીમે પોતાના કર્તવ્યમાર્ગ પર આગળ વધતા વધતા પ્રભુ વિહાર કરી અનુક્રમે તામ્રલિપિ, દર્શાણપુર, ચંપાપુરી, ઉજ્જયની, નંદીપૂર, મથુરા વગેરે નગરોમાં પધાર્યા. ભવ્ય જીવોને પ્રતિબોધ આપવા મહાપુરુષો ક્યારેય પ્રમાદકરતા નથી. શ્રી વીર પ્રભુએ પ્રસન્નચંદ્ર, દશણભદ્ર, ઉદયન, શાલમહાશાલ વગેરેને દીક્ષા આપી. આ પછી પ્રભુ રાજગૃહી નગરીમાં પધાર્યા. ત્યાં દેવોએ સમવસરણરચ્યું. ત્યાં શ્રેણિક રાજા પ્રભુને વંદન કરવા પધાર્યા. એ સમયે પ્રભુએ તેમને જણાવ્યું કે શ્રેણિકરાજાએ પૂર્વે બાંધેલા કર્મથી નરકનું આયુષ્ય ભોગવવું પડશે પણ સમ્યકત્વની દઢતાથી તીર્થકર નામકર્મ બાંધ્યું હોવાથી તે આવતી ચોવીસીમાં પદ્મનાભનામે પ્રથમ તીર્થકર થશે. આ સાંભળી શ્રેણિકરાજાએ પ્રતિજ્ઞા લીધી કે તેમના પરિવારમાંથી કોઇ દીક્ષા લેશે તો તે કોઇને પણ અટકાવશે નહીં. છેવટે એમના પરિવારમાંથી અભયકુમારે પણ દીક્ષા ગ્રહણ કરી. T i 204 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316