Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
પોતાના પરિવાર સાથે ઉપાશ્રયે વખતસર પહોંચી ગયા. જ્યારે સૂર્ય ચંદ્ર ચાલ્યા ગયા ત્યારે મૃગાવતીને રાત્રિયાની જાણ થઇ અને તરત જ તે ઉપાશ્રયે આવીને ચંદનાને ખમાવવા લાગી. ચંદનાએ તેને ઠપકો આપતા કહ્યું, ‘“અરે મૃગાવતી ! તારા જેવી કુલીન સ્ત્રી આટલા મોડે સુધી બહાર રહે તે ઉચિત છે ?’’ આવા કઠોર વચન સાંભળીને મૃગાવતી વારંવાર ક્ષમા માગવા લાગી. પ્રાયશ્ચિતની અમીધારાએ તેનામાં શુભકર્મોનો ઉદય થયો અને ઘાતિકર્મો તૂટવા લાગ્યા. ધીમે ધીમે મૃગાવી કેવળજ્ઞાનના પ્રકાશ તરફ પ્રયાણ કરવા લાગી અને છેવટે એ જ સમયે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
આ સમયે ચંદના નિદ્રાવશ થયેલા હતા. મૃગાવતીએ અંધકારમાં પણકેવળજ્ઞાનના પ્રકાશ વડે જોયું કે ચંદનાની બાજુમાં સાપ આવી રહ્યો છે. તેમણે તરતજ ચંદનાનો હાથ ઊંચો કર્યો. તેથી ચંદનાએ જાગીને પોતાનો હાથ ઊંચો કરવાનું કારણ પૂછ્યું. મૃગાવતીએ કહ્યું, “અહીંએક મોટો સર્પ જતો હતો તેથી તમારો હાથ મે ઊંચો કર્યો હતો.’'
આ સાંભળી ચંદનાએ પૂછ્યું, ‘‘આવા ગાઢ અંધકારમાં તે શી રીતે આ સર્પને જોયો ?’'મૃગાવતીએ જણાવ્યું કે તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ છે. તેથી તે આ ઘોર અંધકારમાં પણ સર્પને જોઇ શકી. ચંદનાએ મૃગાવતી પાસે પોતે કરેલા ક્રોધ બદલ ક્ષમા માગી. અંતરથી ખમાવતા જે વ્યક્તિ ક્ષમાના દરિયામાં ડૂબકી મારી શકે છે તે ખરેખર ! ક્ષપકશ્રેણિના અધિકારી બની શકે. ચંદનાને પણ તે જ સમયે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. અનુક્રમે બન્ને મોક્ષે ગયા.
શ્રીવીરપ્રભુ તોકેવળજ્ઞાનના પ્રકાશમાં અજ્ઞાનદશામાં પીડાતા પામરજીવોને જ્ઞાનનો માર્ગ બતાવતા બતાવતા શ્રાવસ્તિ નગરીના કોષ્ટક નામના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. આ સમયે પોતાને જિન તરીકે ઓળખાવતો, તેજોલેશ્યાનાબળથી વિરોધીઓનો નાશ કરતો ગોશાળો ત્યાં અગાઉથી જ પહોંચીગયો હતો. તે હાલાહલાનામના કુંભારનીદુકાનમાં રહ્યો હતો. તેની પ્રસિદ્ધિ સાંભળીને ગૌતમસ્વામીએ પ્રભુને તેનું કારણ પૂછ્યું ત્યારે પ્રભુએ કહ્યું કે તે મંખલીનો પુત્ર ગોશાળો હતો એ જ છે. એ કપટી અને માયાવી છે. દીક્ષા લીધા પછી પણતે મિથ્યાત્વપામ્યો છે. પ્રભુની આ વાત ગામમાં બધે ફેલાઇ ગઇ. ગોશાળાને પણ ખબર પડી એટલે પ્રભુના શિષ્ય આનંદમુનિ છઠ્ઠના પારણે જ્યારે નગરમાં વહોરવા નીકળ્યા ત્યારે તેણે તે મુનિને કહ્યું, ‘‘અરે આનંદ!તારો ધર્માચાર્ય ગામમાં મારી ટીકા કરે છે અને કહે છે કે હું સર્વજ્ઞ નથી. મારી તેજોલેશ્યા વિષે એને કહી દેજે કે હું તેમનો આખો પરિવાર બાળીને ભસ્મ કરી દઇશ.’’
પ્રભુએ આનંદમુનિ સાથે તેમના સાધુ પરિવારને સંદેશો મોકલ્યો કે કોઇએ ગોશાળા સાથે વાદવિવાદમાં પડવું નહીં. એ દરમિયાન ગોશાળો પ્રભુ પાસે પહોંચીને કહેવા લાગ્યો કે તે મંખલીપુત્ર ગોશાળો નથી. તે તો મરીને દેવલોકમાં ઉત્પન્ન થયો છે. ત્યારે પ્રભુએહેજગોશાળો છે એવી ખાતરી સાથે તેની વાત નકારી કાઢી. એટલેપ્રભુની સાથે ગોશાળો જેમ તેમ બોલવા લાગ્યો. આ વખતે પ્રભુની સાથે રહેલા સર્વાનુભૂતિમુનિ અને સુનક્ષત્રમુનિગોશાળા પર ગુસ્સે થયા. ગોશાળો તો દંભી હતો એટલે આબન્ને મુનિઓની નિંદા તે સહન કરી શક્યો નહિ. તેણેબન્ને મુનિઓ પર તેજોલેશ્યા મૂકી એટલે તેમનું શરીર બળવા લાગ્યું. તેઓને ખાતરી થઇ ગઇ હતી કે હવે તેઓનું આયુષ્ય સમાપ્ત થશે. છેવટે સર્વ જીવોની ક્ષમાયાચના કરી તેઓ કાળ કરી દેવલોકમાં દેવપણામાં ઉત્પન્ન થયા.
શ્રી વીરપ્રભુના બન્ને મુનિઓ પર તેજોલેશ્યા મૂકવાની વાતને ગોશાળો પોતાના વિજય તરીકે માનવા લાગ્યો. તે પ્રભુને પણકઠોર વચનો કહેવા લાગ્યો. પ્રભુએ જ્યારે તેને સત્ય કહ્યું ત્યારે તેણેપ્રભુની ઉપર પણતેજોલેશ્યા મૂકી. જો પાપી અને દંભી ગોશાળો તેજોલેશ્યાની વિદ્યા પ્રાપ્ત કરી શકતો હોય તો પ્રભુ તો કેવળજ્ઞાની હતા. તેમની પર
Jain Education International
203
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316