Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 285
________________ સિંહાસન પરથી ઊઠીદેવજીંદામાં જઈને બેઠાએટલે ગૌતમ ગણધરે પ્રભુના ચરણપીઠ પર બેસીને દેશના આપી. બીજી પૌરુષી પૂર્ણ થતા તેઓ વિરામ પામ્યા. આ રીતે પ્રભુ કેટલાક દિવસો ત્યાં રહ્યા અને ભવ્ય જીવોને પ્રતિબોધ આપીને સંસારની અસારતા સમજાવતા રહ્યાં. આઠ પ્રતિહાર્યોથી શોભતા પ્રભુ ચોત્રીસ અતિશયથી અલંકૃત થયેલા હતા. તેઓ પોતાના પરિવાર સહિત વિહાર કરતા અનેક ભવ્યજીવોને પ્રતિબોધ આપતા આપતા બ્રાહ્મણકુંડનામે ગામમાં આવ્યા. ત્યાં બહુશાળ નામના ઉધાનમાં દેવોએ સમવસરણ રચ્યું. દેવતાઓ, ગણધરો અને નગરજનો સૌ પોતપોતાના સ્થાને બેઠા. આ સમયે ઋષભદત્ત અને દેવાનંદા પણ આવ્યા. પ્રભુને જોયા ત્યાં જ દેવાનંદાનું માતૃત્વ છલકી ઊઠ્યું. દૂધની ધારાઓ વહેવા લાગી અને આખા શરીરે અદ્દભુત રોમાંચનો અનુભવ થયો. આ જોઇ ગૌતમને સંશય થયો ત્યારે પ્રભુએ કહ્યું “હે ગૌતમ!આદેવાનંદાનીકુક્ષીમાં હુંઉત્પન્ન થયેલો છું. દેવલોકમાંથી આવીને હું બ્યાસી દિવસ તેમની કુક્ષીમાં રહ્યો હતો. મારા પર તેમના વાત્સલ્ય ભાવનું આ જ કારણ છે.” આ સાંભળીને ઋષભદત્ત તથાદેવનંદાને તેમજ સમગ્ર પર્ષદાને આશ્ચર્ય થયું. તેઓને આ ત્રણ જગતના નાથ એવા પુત્રના દર્શન થયાનો આનંદ થયો. પ્રભુએ અંત સુખની પ્રાપ્તિ માટે માત્ર દીક્ષાનો આશ્રય લેવો જોઈએ એવી દેશના આપી ત્યારે દેવાનંદા અને ઋષભદત્તને પણ સંસારથી પાર પામવા દીક્ષા લેવાનું અનિવાર્ય જણાયું. છેવટે તેઓએ ઉત્તમ ચારિત્રનું પાલન કર્યું. બ્રાહ્મણકુંડનગરથી પ્રભુ પરિવાર સાથે વિહાર કરી ક્ષત્રિયકુંડ ગામે આવ્યા. અહીં પણ દેવોએ સમવસરણ રચ્યું ત્યારે ત્રણેય ગઢમાં સુરનર સૌ યથાસ્થાને ગોઠવાયા. પ્રભુના મોટાભાઇ નંદીવર્ધનને વધામણી મળતાં તેઓ ખૂબ જ પ્રસન્ન થયા. સમવસરણમાં બિરાજમાન પ્રભુજી પાસે જ્યારે નંદીવર્ધન પરિવાર સહિત પહોંચ્યા ત્યારે સમગ્ર વાતાવરણ હર્ષમય બની ગયું. ત્રણ પ્રદક્ષિણા કરી ભકિતપૂર્વક અંજલિ જોડીને તે યોગ્ય સ્થાને બેઠા. તે જનગરમાં પ્રભુની પુત્રી પ્રિયદર્શના અને ભાણેજ જમાઇ જમાલિ પણ રહેતા હતા. તેઓ પણ પ્રભુના સમાચાર મળતા ત્યાં આવી પહોંચ્યા. પ્રભુ તો પોતાની મધુર વાણીનું પાન કરાવતા રહ્યા. ભવ્યજીવોને ઉપકારક ઉપદેશરૂપે એદેશનાની અસરથીજમાલિએ પાંચસો રાજકુમારો સાથે અને પ્રિયદર્શનાએ એક હજાર કન્યાઓ સાથે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. જમાલિમુનિએ આ પછી અગિયાર અંગનું અધ્યયન કર્યું. આથી તેમને હજાર મુનિઓના આચાર્ય બનાવ્યા. પ્રિર્યદર્શના સાધ્વીએ પણ ચંદનાના માર્ગે તપ આચરવા માંડ્યું. એક વખત જમાલિએ પોતાના પરિવારસહિત પ્રભુને વંદન કર્યા અને પોતે પોતાના શિષ્યો સાથે અલગ રહી વિહરવાની આજ્ઞા માગી. પ્રભુએ જ્ઞાનથી જોયું કે ભાવિમાં કાંઇક અનર્થ થવાનો છે એટલે તેઓ મૌન રહ્યા. જમાલિએ મૌનને સંમતિ માની લીધી. તે પોતાના શિષ્ય પરિવાર સાથે અને પ્રિયદર્શનાહજાર સાધ્વીઓ સાથે વિહાર કરી શ્રાવતિનગરે આવ્યા. કોષ્ટક નામના ઉધાનમાં રહીને લૂખું-સૂકું ભોજન લેવાથી જમાલિને પિત્તજવર ઉત્પન્ન થયો. ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે તેમના સાધુઓને સંથારો પાથરવા કહ્યું. વેદના સહન નહીં થવાથી જમાલિનો ગુસ્સો વધી ગયો. સંથારો પથરાતો જોઇ સાધુઓએ તેમને કહ્યું કે સંથારો તૈયાર છે. પરંતુ જમાલિનું મિથ્યાત્વઉદયમાં આવ્યું. તે ક્રોધથી કહેવા લાગ્યો, “હે મુનિઓ!જ્યારે કાર્ય કરવાનું ચાલું હોય ત્યારે પૂર્ણ થયું છે એમ કહેવું અસત્ય ગણાય. નહીં જન્મેલા પુત્રનું કોઇ નામ પાડે ખરું ?'' આ વખતે તેમની સાથે રહેલા સાધુઓમાંથી કેટલાકને આ વાત ન ગમી એટલે તેઓ તેમને છોડીને શ્રી વીરપ્રભુ પાસે ચાલ્યા ગયા. બાકીના તેમની સાથે રહ્યા. પ્રિયદર્શનાએ પણ પૂર્વપ્રેમના કારણે તેમની વાતનો સ્વીકાર કર્યો. S Sા (201) . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316