________________
» હતો ત્યારે કારતક વદી પાંચમના દિવસે પ્રભુને કેવળજ્ઞાન થયું. ચારે તરફ જ્ઞાનરૂપી પ્રકાશનાં અજવાળાં
થયાં. ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. તેણે અવધિજ્ઞાન વડે જાણ્યું કે પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, ત્યારે તે અને અન્ય ઈન્દ્રો, દેવતાઓ વગેરે ત્યાં આવી પહોંચ્યા.
જ્યારે પણ તીર્થંકર પરમાત્માને કેવળજ્ઞાન થાય, ત્યારે ઈન્દ્રો આવીને ભવ્ય સમવસરણ રચી તેમાં સિંહાસન સ્થાપી, પ્રભુના બિંબ ત્રણ દિશામાં સ્થાપી, ખૂબ જ ઊંચું અશોકવૃક્ષ રચી બાર પર્ષદા માટે ત્રણ ગઢ અને ત્રણ ગઢમાં ચાર-ચાર દરવાજા, માણેક મઢેલાં તંભો, રત્નજડિત પુતળીઓવાળાં સિંહાસન પર જવા માટે પગથિયાં વગેરેની રચના કરે છે. સંભવનાથ ભગવાન પણ આ રીતે રચેલાં સમવસરણના સિંહાસન પર આરૂઢ થયા અને બીજી ત્રણ દિશામાં ઈન્દ્ર પરમાત્માના બિંબોનું સ્થાપન કર્યું. દેવો, દેવીઓ, વિવિધ દિશામાંથી આવેલા ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવતાઓ, ચતુર્વિધ સંઘ તેમજ તિર્યંચ ગતિના જીવો સહિત બાર પર્ષદા તૈયાર થઈ.
પરમાત્માએ ત્રણે ભુવનમાં જ્ઞાનનો પ્રકાશ થાય એ રીતે દેશના આપવાનું શરૂ કર્યું. સૌએ પોતાની શક્તિ અનુસાર તેમની વાણીનું રસપાન કર્યું.
તે સમયમાં ત્રિમુખ નામે યક્ષ અને દુરિતારી નામે શાસનદેવી ઉત્પન્ન થયાં. તેમની સાથે બે લાખ સાધુઓ, ત્રણ લાખ છત્રીસ હજાર સાધ્વીઓ, બે હજાર એકસો પચાસ ચૌદ પૂર્વધારીઓ, નવ હજાર છસો અવધિજ્ઞાનીઓ, બાર હજાર એકસો પચાસ મન:પર્યવજ્ઞાનીઓ, પંદર હજાર કેવળજ્ઞાનીઓ, ઓગણીસ હજાર આઠસો વૈકિય લબ્ધિવાળા, બાર હજાર વાદી, બે લાખ ત્રણ હજાર શ્રાવકો અને છ લાખને છત્રીસ હજાર શ્રાવિકાઓ જેટલો પરિવાર થયો.
કેવળજ્ઞાન પછી ચાર પૂવગ અને ચૌદ વરસ જુન લાખ પૂર્વ સુધી વિહાર કર્યો. આ સમયે અનેક જીવોને ઉપદેશ આપી બોધ પમાડયા પછી પોતાનો નિર્વાણ સમય નજીક આવ્યો જાણીને સંભવનાથ પ્રભુ પોતાના પરિવાર સાથે સમેતશિખર પર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે પાદોપગમન અનશન શરૂ કર્યું. એક માસના અંતે ચૈત્ર સુદ પાંચમને દિવસે પ્રભુનું નિર્વાણ થયું. કુલ સાઠ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું.
આ રીતે ત્રીજા તીર્થંકર પરમાત્મા શ્રી સંભવનાથ પ્રભુનું ચરિત્ર પૂર્ણ કરું છું. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ કાંઈ આલેખન થયું હોય તો તે બદલ ક્ષમા યાચી ચરિત્રલેખનમાં યોગ્ય ક્ષમતા પ્રાપ્ત થવા માટેની પ્રાર્થના કરું છું.
- નો
IIIIIII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org