________________
હતા, ત્યાં આ બળદોનું ધ્યાન રાખવા વિશેની વાતનો ખ્યાલ ક્યાંથી હોય? બળદો તો ચરતા ચરતા એ જંગલમાં i ક્યાંક ચાલ્યા ગયા. થોડીવારમાં તો ગોવાળ પાછો આવ્યો. તેણે જોયું તો પોતાના બળદો પ્રભુની આસપાસનહતા. તેણે આજુબાજુ તપાસ કરી, પરંતુ પોતાના બળદો તેણે ક્યાંક જોયા નહીં. પ્રભુને બે-ત્રણ વખત પૂછીને જોયું. પ્રભુ તો મૌન સાથે કાયોત્સર્ગમાં સ્થિર હતા. તેમણે કોઇ જવાબ આપ્યો એથી ગોવાળ ખૂબજગુસ્સે થયો અને બોલ્યો,
હે અધમ દેવાર્ય! હું તને પૂછું છું મારા બળદો ક્યાં ગયાં ? તું જાણે કાંઈ સાંભળતો જ નથી તારે કાન છે કે ખાલી બાકોરા?'' છતાં પ્રભુ તો મૌન જ હતા. ગોવાળનો ગુસ્સો વધી ગયો. તે અતિ કુર બન્યો અને તેણે કાંસડાની સળીઓ (શૂળ) પ્રભુના કાનમાં ખીલાની માફક ખોડી દીધી. બન્ને શૂળો અંદરના ભાગમાં એક થઇ જાય એટલી ઊંડી નાખી હતી. કોઇ આ શૂળો કાઢે નહીં એવી રીતે બહારથી કાપીને તે ગોવાળ ચાલ્યો ગયો.
આવી કષ્ટદાયક પરિસ્થિતિમાં પણ જરા પણ ખેદ નહીં પામનાર એવા શ્રી વીરપ્રભુ અત્યંત વેદનાને સમતાભાવે સહન કરી શક્યા. એ તેમની મહાનતાદર્શાવે છે. અત્યંત વેદના સહન કરતા કરતા પ્રભુ અપાપાનગરીએ પધાર્યા. ત્યાં પારણું કરવા માટે સિદ્ધાર્થનામના વણિકને ઘેર ગયા. આ સમયે સિદ્ધાર્થના મિત્રએવા ખરકવૈધ હાજર હતા. તેણે જોયું કે આ મહાત્માનું શરીર સર્વલક્ષણે સંપૂર્ણ છે. પરંતુ કોઇ કારણસર તેમનો ચહેરો ગ્લાન દેખાય છે. તેમણે સિદ્ધાર્થને પૂછતા જાણ્યું કે પ્રભુના બંને કાનમાં શૂળનાખેલી હતી. આ જોઇ સિદ્ધાર્થે કહ્યું, “અહો આ કોઇ ભયંકર પાપાત્માનું કૃત્ય લાગે છે.'' આ સાંભળીને ખરકવૈધે સિદ્ધાર્થને જણાવ્યું કે અત્યારે એ દુરાત્મા વિશે ચિંતા કરવાની જરૂર નથી. હવે જરા પણ વિલંબ કર્યા વિના પ્રભુની પીડા દૂર કરવાનો ઉપાય કરીએ, બંને આ વાત કરતા હતા ત્યાં તો પ્રભુ નિરપેક્ષ ભાવે ત્યાંથી ચાલ્યા ગયા. બહાર, ઉધાનમાં આવીને તેઓ શુભ દયાનસ્થ થયા. પછીથી સિદ્ધાર્થ અને ખરક વૈધ ઔષધિ વગેરે લઈને ઝડપથી ઉધાનમાં આવ્યા, પ્રભુની આજ્ઞા માગીને તેમને તેલની એક કુંડીમાં બેસાડ્યા. તેમના શરીરને મર્દન કર્યું. પછી તેમણે બે સાણસા વડે પ્રભુના બંને કાનમાંથી શૂળો ખેંચી કાઢી. વેદનીય કર્મથી મુકત થયાના પ્રતિકરૂપે આ રૂધિયુકત શૂળો બહાર ખેંચાઈ આવી. તે શૂળો ખેંચતી વખતે થયેલી વેદનાના કારણે પ્રભુએ પાડેલી ચીસથી જાણે કે પૃથ્વી પર પ્રલય થયો હોય તેમ પર્વતોમાં ફાટ પડી. આ પછી સંગૃહિણી નામની ઔષધિથી પ્રભુને કાનની પીડા ઓછી થઇ. સિદ્ધાર્થ અને ખરકવૈધ પ્રભુને વંદન કરી સ્વસ્થાને ગયા. પેલો ગોવાળ પોતાના દુષ્કૃત્યોના પરિણામે ત્યાંથી મૃત્યુ પામી સાતમી નરકે ગયો. અહીં પ્રભુએ પાડેલી મહાચીસના લીધે એ સ્થળ મહાભૈરવ ઉધાન નામથી પ્રસિદ્ધ થયું છે.
આ પ્રમાણે શ્રી વીર પ્રભુને જે જે ઉપસર્ગો થયા, તેમાં જઘન્ય ઉપસર્ગોમાં કટપૂતનાએ જે શીતનો ઉપદ્રવ કર્યો તે, ઉત્કૃષ્ટ, મધ્યમ ઉપસર્ગોમાં સંગમે જે કાળચક્ર મૂક્યું તે, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં કાનમાંથી શૂળની મુકિત કરી તે ઉત્કૃષ્ટ, એવી રીતે પ્રભુને ઉપસર્ગોનો પ્રારંભ પણ ગોવાળથી થયો અને પૂર્ણતા પણ ગોવાળથી થઈ.
સાડાબાર વર્ષમાં પારણાંના ઓગણપચાસ દિવસો બાદ કરતાં નીચે પ્રમાણે તપશ્ચર્યા કરી : એક છમાસિક, નવચતુર્માસક્ષમણ, છ દ્વિમાસિક, બારમાસિક, બોતેરઅર્ધમાસિક, બે ત્રિમાસિક, બેદોઢમાસિક, બેઅઢીમાસિક, ત્રણ ભદ્રાદિક (ભદ્ર = બે દિવસની મહાભદ્ર = ચાર દિવસની, સર્વતોભદ્ર = દસ દિવસની) પ્રતિમાએ રહ્યા. આ સાડાબાર વર્ષ દરમ્યાન પ્રભુએ નિદ્રાતો માત્રબે ઘડીની જલીધી હતી. વળી, આ દિવસો દરમ્યાન તેઓ ક્યારેયબેઠા ન હતા પણ ઉભા જ રહ્યા હતા.
અપાપાપુરીમાંથી વિહાર કરી પ્રભુ જુંભક ગામની બહાર ઋજુવાલિકા નદીના કિનારે શ્યામાક નામના કોઇ |
(197).
uuuuu
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org