Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 282
________________ ગૃહસ્થના ખેતરમાં શાલ વૃક્ષની નીચે, છતપ કરીને, ગોદોહિકાશને આતાપના કરતા હતા. ત્યારે વૈશાખ સુદ દસમે, વિજય મુહુર્તે પ્રભુ ક્ષપકશ્રેણી પર આરૂઢ થયા. આ વખતે ચાર ઘાતિ કર્મ જીર્ણ દોરીની જેમ તત્કાલ તૂટી ગયા અને ચંદ્રહસ્તોત્તરા નક્ષત્રમાં આવ્યો ત્યારે દિવસને ચોથે પ્રહરે પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ સમયે ઇન્દ્રનું આસન કંપાયમાન થયું. આ અવસરે કોઇ દેવતા કુદવા લાગ્યા, કોઇ નાચવા લાગ્યા. કોઇ ગાવા લાગ્યા. આમ પ્રભુના કેવળજ્ઞાનથી હર્ષ પામ્યા પછી ચારે નિકાયના દેવતાઓ વિવિધ પ્રકારે પોતાનો આનંદ વ્યકત કરવા લાગ્યા. આ પછી દેવતાઓએત્રણ ગઢવાળું અને ચાર-ચાર દ્વારવાળું સિંહાસન રચ્યું. આ વખતે સર્વવિરતિને યોગ્ય કોઇ જીવન હોવા છતાં પ્રભુએ પોતાનો કલ્પજાણીને ત્યાં પ્રથમ દેશના આપી. આથી આ દેશના નિષ્ફળ ગઇ. આ એક આશ્ચર્યકારક ઘટના બની ગણાય. આ સમયે હાથીના વાહનવાળો, શ્યામવર્ણવાળો, ડાબા હાથમાં બીજોરું અને જમણા હાથમાં નકુલને ધારણ કરનાર, માતંગ નામને યક્ષ અને સિંહના આસનવાળી, નીલા વાર્ણવાળી, બે ડાબા હાથમાં બીજોરું અને વીણા તથા જમણા હાથમાં પુસ્તક અને અભય ધારણ કરનાર સિદ્ધયિકા નામના શાસનદેવી થયા. પ્રભુ હવે તીર્થંકરનામ ગોત્રનાં કર્મરૂપે ભવ્ય જીવોને પ્રતિબોધવા માટે દેવતાઓએ સંચારેલા સુવર્ણકમળ ઉપર ચરણ મૂકતા બાર યોજનના વિસ્તારવાળી અપાપાનગરીની નજીક મહાસેનવન નામનાં ઉદ્યાનમાં પધાર્યા. આ સ્થળે દેવતાઓએ સમવસરણ રચ્યું. વચ્ચે બત્રીસ ધનુષ્ય ઉચા ચૈત્યવૃક્ષની ત્રણ પ્રદક્ષિણા કરી પ્રભુ તેની નીચે ગોઠવેલાં સિંહાસન પર “તીર્થયનમઃ”કહી બેઠા -આ સમયે અન્ય ત્રણ દિશામાં દેવતાઓએ પ્રભુની જેવા અન્ય ત્રણબિંબો સ્થાપિત કર્યા. સૌ પોતપોતાના યથાસ્થાને બિરાજમાન થયા પછી ઇન્દ્રભકિતપૂર્વક પ્રભુની સ્તુતિ કરતા પ્રભુને દેશના આપવા વિનંતી કરી. પ્રભુએ સર્વભાષામાં સમજાય એવી ભાષામાં દેશના આપતા કહ્યું, “આ સંસાર સમુદ્રની જેવો દારૂણ છે, તેનું કારણકર્મો છે. કર્મોના બંધનું કારણ હિંસા, અસત્ય, પરિગ્રહ, ચોરી અને બ્રહ્મચર્યનું ખંડન કરવું તે છે. આ ઉપરાંત જે જીવ આ વ્રતોનું પાલન કરતો નથી તે અધોગતિમાં પડે છે.” આ પ્રમાણે દેશના સાંભળી સૌ આનંદથી મગ્ન થયા. આ સમયે મગધદેશમાં આવેલ ગોબર નામના ગામમાં વસુભૂતિ નામે બ્રાહ્મણ હતો તેને ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે ત્રણ પુત્રો હતા. કોલ્લાક નામે ગામમાં પણ બે બ્રાહ્મણ પુત્રો ખૂબજ ચાતુર્યધરાવતા હતા. મૌર્ય નામના ગામમાં ધનદેવનામના બ્રાહ્મણને મંડિક નામનો પુત્ર હતો. તેનો જન્મ થતા જધનદેવમૃત્યુ પામ્યો. ત્યાંના આચાર પ્રમાણે ધનદેવનો ભાઇ મૌર્ય ધનદેવની પત્નિ વિજયદેવી સાથે પરણ્યો. તેને પુત્ર થયો તેનું નામ મૌર્યપુત્ર રાખવામાં આવ્યું. આ સમયે વિમળાપુરીદેવનામે બ્રાહ્મણને અકંપિત નામે પુત્ર હતો. કોશલાનગરીમાં વસુ નામના બ્રાહ્મણને અચલભ્રાતા નામે પુત્ર હતો. વત્સ દેશમાં મૈતાર્ય અને રાજગૃહગામમાં પ્રભાસનામે બ્રાહ્મણ પુત્ર હતો. આ રીતે આ સમયે આ અગિયાર બ્રાહ્મણકુમારો ચાર વેદોના પ્રખંડ અભ્યાસુ હતા. તેઓને પણ સેંકડો શિષ્યો હતા. આ સમયે અપાપા નગરીમાં સોમિલનામના બ્રાહ્મણે આ અગિયાર બ્રાહ્મણ પંડિતોને યજ્ઞકર્મ માટે બોલાવ્યા હતા. ત્યારે શ્રી મહાવીર પ્રભુ પણ સમવસરેલા હતા. દેવોને બ્રાહ્મણોએ શુભકાર્યમાં આવાહન આપી નિમંત્ર્યા હતા, પરંતુ યજ્ઞમંડપ છોડીને દેવો પ્રભુના સમવસરણ તરફ જતા હતા. આ જોઇને ગૌતમે અન્ય બ્રાહ્મણોને કહ્યું, આપણા મંત્રોથી બોલાવેલા દેવો આપણા યજ્ઞમંડપને છોડીને કઇબાજુ જઇ રહ્યા છે?'' આ સમયે લોકો પાસેથી (198) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316