Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 271
________________ પ્રભુ ત્યાંથી આવર્ત નામનાં પ્રદેશમાં ગયા. ત્યાં બળદેવનાં મંદિરમાં પ્રભુ પ્રતિમાએ (કાયોત્સર્ગ) રહ્યા. અહીંપણ ગોશાળા બાળકોને બીવડાવવા લાગતા તેમના મા-બાપના મારનો ભોગ બન્યો. કેટલાક લોકો કહેવા લાગ્યા કે એને મારવા કરતાં એના ગુરૂને મારો કારણ કે તેઓ વિરોધ કરતા નથી. આ વિચાર કરીને તેઓ પ્રભુને મારવા આવ્યા. આ જોઇ વ્યંતર દેવોમાંથી એકે બળદેવની મૂર્તિમાં પ્રવેશ કર્યો. અને તે મૂર્તિ હળ લઇને સામે આવી. લોકો પોતાની ભૂલ સમજ્યા અને પ્રભુના ચરણોમાં પડી માફી માગવા લાગ્યા. અહીંથી વિહાર કરી પ્રભુ એક ચોરાક પ્રદેશમાં આવ્યા. અહીં પણ ગોશાળા ગામમાં ભિક્ષા લેવા ગયો ત્યાં રસોઈ તૈયાર છે કે નહીં તે છૂપી રીતે જોવા લાગ્યો અને લોકોએ તેને ચોર જાણીને માર્યો. પ્રભુનાં નામે અહીં પણ તેણે શ્રાપ આપ્યો તેથી તે સ્થળ બળી ગયું. વિહાર કરતા કરતા પ્રભુ કલંબુક નામના પ્રદેશમાં ગયા. ત્યાં મેઘ અને કાળહસ્તિ નામના બે ભાઈઓ રહેતા હતા. કાળહસ્તિએ ગોશાળાને છૂપો જાસૂસ માન્યો એટલે તેને પકડીને મેઘ પાસે હાજર કર્યો. મેઘસિદ્ધાર્થ રાજાનો સેવક હતો. તેણે પ્રભુને જોયા હતા, એટલે તેને ઓળખી બતાવ્યા અને પ્રભુ પાસે માફી માગી. અહીં પ્રભુને લાગ્યું કે આ અનાર્યદેશ છે. અહીં વિચરવું એ યોગ્ય નથી. તેથી પ્રભુલાટદેશમાં ગયા. ત્યાં પણ નિર્દય અને પાપી લોકોના હાથે પ્રભુને ઘણા ઉપસર્ગો સહન કરવા પડ્યા. જો કે પ્રભુ તો પોતાનાં કર્મો ખપાવતા જતા હતા. આના પરિણામે પ્રભુ ખૂબ જ આનંદથી ઉપસર્ગો સહન કરતા જતા હતા. પ્રભુ સાથે ગોશાળાને ઘણી વેદના સહન કરવી પડી. પ્રભુ વિહાર કરતા કરતા પૂર્ણકળશ નામના ગામમાં આવ્યા. અહીં પણ બે ચોરને ચોરી કરવા જતા પ્રભુના અપશુકન થયેલા હોય એમ લાગ્યું. અને પ્રભુ પર ઉપસર્ગો કર્યા. પાંચમું ચોમાસું પ્રભુએ ભદ્રિલાપુર કરવાનું નકકી કર્યું. ત્યાં તેમણે ચાર માસક્ષમણ તપ કર્યું. ગામની બહાર પારણું કરી પ્રભુકદલીસમાગમગામે આવ્યા. ત્યાં ગોશાળો દાનશાળામાં ભોજન કરવા બેઠો, પણ અતિશય ભોજન કર્યું. લોકોએ તેને ખાઉધરો માની લીધો એટલે ભોજનનો મોટો થાળ તેના માથા પર ફેંક્યો. પ્રભુ ત્યાંથી વિહાર કરી જંબૂખંડમાં આવ્યા. ત્યાં પણ ગોશાળની એવી જ હાલત થઈ. પ્રભુ ત્યાંથી તુંબાક નામના ગામની બહાર કાયોત્સર્ગે રહ્યા. તે ગામમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના વૃદ્ધ શિષ્ય નંદિષણ આચાર્ય તેમના શિષ્ય પરિવાર સાથે આવ્યા હતા. ગોશાળાએ મુનિચંદ્રાચાર્યની માફક આમુનિ ભગવંતની હાંસી ઉડાવી. રાત્રે નંદિણ મુનિ પણ મુનિચંદ્રાચાર્યની જેમ જિનકલ્પની તુલના કરતા કાયોત્સર્ગમાં સ્થિર થયા. આ વખતે એમને પણ કોટવાળે ચોર જાણીને ભાલાથી હણ્યા. મુનિ મહારાજ અવધિજ્ઞાન સાથે કાળધર્મ પામીદેવલોકે ગયા. દેવોએ તેમનો મહિમા કર્યો. પહેલાની જેમ અહીં પણ ગોશાળો તેમના શિષ્યોને વાત કરવા ગયો. વિહાર કરતા કરતા પ્રભુ કૂપિકા નામના પ્રદેશમાં આવ્યા. અહીં પણ તેમને પહેલાના જેવો અનુભવ થયો. ગુપ્તચરોએ તેમને છૂપા જાસુસસમજીને પકડી લીધા. આ સમયે પણ શ્રી પાર્શ્વનાથની પ્રગભા અને વિજયા નામની શિષ્યાઓ ખબર પડતા ત્યાં દોડી આવી. તેઓએ લોકોને શ્રી વીરપ્રભુને ઓળખાવ્યા. આ રીતે પ્રભુ અને ગોશાળો ત્યાંથી છૂટી ગયા. ત્યાંથી વિહાર કરી પ્રભુ વિશાળા નગરી તરફ આગળ વધ્યા. ત્યાં બે રસ્તાઓ આવ્યા. ગોશાળો દરેક જગ્યાએ મારખાતો હતો, એટલે તે પ્રભુથી છૂટો પડી ગયો. તે રાજગૃહીના માર્ગે ગયો. ત્યાં જંગલમાં ચોર લોકોએ તેને ખૂબ મારી મરણતોલ દશામાં છોડી મૂક્યો. તે અંતે પ્રભુના શરણમાં જવાનું નક્કી કરી, પ્રભુને શોધવા લાગ્યો. વિશાળા નગરીમાં આવી પ્રભુ એક લુહારની કોઢ પાસે કાયોત્સર્ગ ધ્યાનમાં રહ્યા. તે લુહાર છ મહિનાથી કોઇ (187) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316