Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 257
________________ ત્રિશલામાતાએસિંહનાલાંછનવાળા, સુવર્ણ જેવા વર્ણવાળા અને સર્વાંગ સુંદર સર્વોત્કૃષ્ટ આત્માને જન્મ આપ્યો. આ મહાન દિવસ એટલે ચૈત્ર શુદ તેરસ. જન્મ થતાં છપન્ન દિકુમારીનું તથા ઇન્દ્રનું આસન કંપાયમાન થયું. સૌથી પ્રથમ અધોલોકવાસીભોગકરશે, ભોગવિત, સુભોગા, ભોગમાલિની, તપોધારા, વિચિત્રતા, પુષ્પમાલા અને અભિનંદિતાએ આઠ દિક્કુમારીઓ પોતાના ચાર હજાર સામાલિક દેવો, સાત સેનાપતિ સહિત દિવ્ય વિમાનમાં બેસીને પ્રભુ પાસે આવી. પ્રભુની માતાની સ્તુતિ કરવા પૂવર્કઆજ્ઞા લઇને એકયોજન ભૂમિમાં અશુચીના પુદ્ગલોદૂર કરી સુગંધમયબનાવીનજીકમાં ઉભી રહી. ત્યારપછી ઉર્ધ્વલોકની આઠ મેઘંકરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, સુવત્સા વારિષેણા ને બલાદુકા નામની દિક્કુમારી આવી સુંગધી જળને પુષ્પની વૃષ્ટિ કરી દૂર ઉભી રહી. ત્યાર પછી પૂર્વરૂચકની નંદા, નંદોત્તરા, આનંદા, નંદિવર્ધના, વિજ્યા, વૈજ્યંતિ, જ્યંતી નેઅપરાજિતાએ આઠ દિક્કુમારીદર્પણહાથમાં રાખી પૂર્વ દિશામાં ઉભીરહી. દક્ષિણરૂચકનીસમાહારા, સુપ્રદત્તાસુપ્રબુદ્ધા,યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા ને વસુંધરાએ આઠ દિક્કુમારી પૂર્ણકળશ લઇ દક્ષિણ દિશામાં ઉભીરહી. પશ્ચિમ રૂચકની ઇલાદેવી, સુરાદેવી, પૃથ્વી, પદ્માવતી, એકનાસા, નવમિકા, ભદ્રા અને સીતા એ આઠ દિકુમારી પંખા લઇને પશ્ચિમ દિશામાં ઉભી રહી. ઉત્તર રૂચકની અલંબુષા, મિશ્રકેશી, પુંડરિકા, વારૂણી, હાસા, સર્વપ્રભા, હૂઁદેવીને શ્રીદેવી એ આઠ દિકુમારી ચામર લઇ ઉત્તર દિશામાં ઉભીરહી. વિદિશાની ચિત્રા, ચિત્રકનકા સુતેજા અને સૈદામની એ ચારદિક્કુમારીદીપકલઇચારે વિદિશામાં ઉભી રહી. મધ્યમ રૂચકની રૂપા, રૂપાંશા, રૂપવતીને સુરૂપાએ ચાર દિકકુમારી પ્રભુના નાભીના નાલને કાપી એક ખાડો ખોદી, તેમાં મૂકી પંચવર્ણનાં રત્નોથી પૂરી ઉપર પીઠ રચી ત્રણ ગૃહો બનાવ્યા. પ્રભુને ત્યાં પ્રભુની માતાને સિંહાસન પર બેસાડી તેલથીવિલોપન કરી, ગંધોદક, પુષ્પોદક તથા શુધ્ધોદક વડે સ્નાન કરાવી, ગોશીર્ષચંદનના કાષ્ઠથી અગ્નિ પ્રગટાવીહોમ કર્યો. પછીરક્ષાપોટલીબાંધી,રત્ન ગોલક અફવાવી, ‘ઘણું જીવો ’ એવી આશિષ આપી, જન્મગૃહમાં સ્થાપન કરીને ગઇ. આપ્રમાણે છપન્ન દિકુમારીઓએપ્રભુનો જન્મોત્સવકર્યો. સૌધમન્ને હરિગગમેશીદેવને આજ્ઞાકરીકે, ‘‘સુઘોષા ઘંટ વગડાવી સર્વેને જિનજન્મોત્સવની જાણકરો.'' હરિણગમેશીએ સુઘોષા ઘંટ ત્રણ વખત વગાડતાં દરેકદેવલોકમાં રહેલી ઘંટાઓ વાગવા લાગી. શકેન્દ્રની આજ્ઞાથી પાલક દેવે એક લાખ યોજન પહોળું ને પાંચસો યોન ઉચું વિમાન બનાવ્યું. તેમા શકેન્દ્ર પરિવાર સહિત નંદીશ્વર દ્વિપમાં વિમાન સંક્ષેપીભગવંતના જન્મભવને આવ્યો. ભગવંતને ફરતી ત્રણ પ્રદક્ષિણા આપી. આઠઅગ્રમહિષીને ચોરાશીહજારસામાનીકદેવો સહિત પ્રભુ પાસે આવ્યો. પ્રભુને તથા પ્રભુની માતાને પ્રદક્ષિણા પૂર્વક વંદન કરી સ્તુતિ કરીપછીમાતાને અવસ્વાપીનીનિંદ્રાઆપી. પ્રભુનું પ્રતિબિંબમાતા પાસે મૂકી એકરૂપેપ્રભુનેકરકમળમાં સ્થાપન કર્યાં, બે રૂપે બે બાજુ ચામર વીંજવા લાગ્યો, એક રૂપે પાછળ છત્ર ધારણ કર્યું અને એક રૂપે વજ્ર ઉલાળતો પ્રભુની આગળ ચાલવા લાગ્યો. આ પ્રમાણે પાંચરૂપ કરી પ્રભુને મેરૂ પર્વત પર લઇ જઇ પંડકવનમાં રહેલી અતિપાંડુકંબલા શિલાપરના સિંહાસન પર ભગવાનને ખોળામાં લઇપૂર્વાભિમુખેબેઠો. તે જવખતે ઇશાન અચ્યુતેન્દ્રવગેરે વૈજ્ઞાનિક ઇન્દ્રો, ભવનપતિના વીશ ઇન્દ્રો, જંતરના બત્રીશ ઇન્દ્રો, ને જ્યોતિષીના ( અસંખ્ય સૂર્યને ચંદ્રો પણ જાતિની અપેક્ષા એ ) બે ઇન્દ્રો મળી ચોસઠ ઇન્દ્રો આવ્યા. પહેલો અભિષેક અચ્યુતેન્દ્ર ચોસઠ હજાર કળશથી કર્યો. તે વખતે શકેન્દ્રને શંકા થઇકે પ્રભુ આ અભિષેકકેવીરીતે સહનકરશે ? પ્રભુએજ્ઞાનથી જાણીને પોતાના અંગુઠાથી મેરૂ પર્વતને Jain Education International 173 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316