Book Title: Tirthankar Charitra
Author(s): Prafullaben Rasiklal Vora
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 264
________________ તે સમકિત પામ્યો અને નાચવા લાગ્યો. દુષ્ટ સામે પણ દયા! ભગવાન મહાવીરનો આ ગુણ એમની મહાનતાના ॥ પાયામાં હતો. આ ઘટના પછી પ્રભુ થોડો સમય માટે નિંદ્રાવશ થયા. એ દરમિયાન દસ સ્વપ્નો જોયાં. જેમાં પોતે તાળપિશાચને હણ્યો હોય એવું સ્વપ્ન પહેલા જોયું. આ ઉપરાંત સફેદ કોયલ, વિચિત્ર કોયલ, બે સુગંધી માળા, પોતાની સેવા માટે ઉપસ્થિત થયેલ ગોવર્ગ, પદ્મ સરોવર, સાગર, સૂર્યબિંબ, પોતાનાં આંતરડાંથી વિંટળાયેલો માનુષોત્તર પર્વત અને દસમાં સ્વપ્નમાં મેરુપર્વતનું શિખર જોયું. સવારે પ્રભુની પાસે ગામલોકો વંદન કરવા આવ્યા, એ સમયે સ્વપ્નો નૈમિત્તિક પણ આવ્યો હતો. તેણે પ્રભુનાં સ્વપ્નો વિષે આ પ્રમાણે અર્થ બતાવ્યો. પ્રથમ સ્વપ્ન તમે જે તાલ પિશાચને જોયો, તેનો અર્થ એ થયો કે તમે મોહને હણશો. સફેદકોયલ શુક્લબાનનું સૂચક છે. વિચિત્રકોયલએ વાતનો નિર્દેશ કરે છે કે તમે દ્વાદશાંગીનો વિસ્તાર કરશો. પાંચમાં સ્વપ્નમાં તમે ગોવર્ગને જોયો. એનો અર્થ એ છે કે તમે ચતુર્વિધ સંઘની સ્થાપના કરશો. પા સરોવર એ વાત સૂચવે છે કે વિવિધ દેવો આપની ઉપાસના કરશે. સાગર આ સંસારરૂપી સાગરથી પાર થવાનું સૂચન કરે છે. સૂર્ય કેવળ જ્ઞાન સૂચવે છે અને આંતરડાથી વીંટળેલો માનુષોત્તર પર્વત તમારી કીર્તિ દૂર સુધી પહોંચાડશે. તમે જે કુલની બે માળ જોઇ તેનો અર્થ મને ખબર નથી.'' પ્રભુએ બે માળને સાધુ અને ગૃહરથ ધર્મના સંકેત તરીકે ગણાવી. આ રીતે પ્રભુએ જોયેલાં દસ સ્વપ્નોનું આ પ્રમાણે ફળ જણાવી ઉત્પલ નિમિત્તક ચાલ્યો ગયો. પ્રભુ પણ ત્યાંથી વિહાર કરી મોરાગ ગામમાં આવ્યા. ત્યાં પણ તેમને અછંદકનામે પાંખડીનો સામનો કરવો પડ્યો. અંતે તે પાખંડી સાધુને પસ્તાવો થયો. પ્રભુ ત્યાં રહેવાનું યોગ્ય નહીં સમજતા ત્યાંથી વિહાર કરી ઉત્તર તરફ ગયા. શ્રી વીરપ્રભુ વિહાર કરતા કરતા શ્વેતામ્બીનગરી તરફ જઇ રહ્યા હતા, ત્યારે તેમણે ચાલુ માર્ગ છોડીને આડો માર્ગ હતો, તે તરફ ચાલવા માંડ્યું. સાથે રહેલા પ્રજાજનોએ પ્રભુને વિનંતી કરતા કહ્યું કે તમે જે માર્ગે જાઓ છો એ માર્ગે રસ્તામાં એક જંગલ આવશે. એમાં એક દષ્ટિવિષ સર્પ રહે છે. આ ચંડકૌષિકે પોતાનાં ઝેરીલા ત્યારથી અને કોધ કષાયથી પશુ, પંખી અને માનવીને મારી નાખ્યા છે. જંગલ નિર્જન બની ગયું છે. ચારે બાજુ ભયંકર હાહાકાર ફેલાવી દીધો છે. પરંતુ પ્રભુતો જ્ઞાની હતા. તેમણે જ્ઞાન વડે તે સર્પનો પૂર્વભવ ઓળખ્યો. પૂર્વભવમાં ચંડકૌશિક તપસ્વી સાધુ હતા. એક વખત તે વહોરીને આવતા હતા ત્યારે રસ્તામાં તેના પગ નીચે એક દેડકી ચગદાઈને મૃત્યુ પામી, તેમની સાથે રહેલા ક્ષુલ્લક મુનિએ તેનું ધ્યાન દોર્યું, ત્યારે તેમણે અન્ય મરી ગયેલી દેડકીઓ બતાવી. આ રીતે પ્રાયશ્ચિત લેવાનું ચૂકી ગયા. મુલ્લકે બે ત્રણ વખત તેમને પ્રાયશ્ચિત લેવાનું યાદ કરાવે ત્યારે તેના પર તે ખૂબજ ગુસ્સે થયા. તેને મારવા માટે જ્યારે તે દોડ્યા, ત્યારે વચમાં આવતા એક થાંભલા સાથે તેમાં મસ્તક અફળાયું અને ત્યાં જ તે મૃત્યુ પામ્યા. આ રીતે સાધુ હોવા છતાં, કર્તવ્યપાલનની અવગણના કરવાથી તે માં. દેવ થયા. ત્યાંથી ચ્યવન પામી કનકપલ નામના આશ્રમમાં કુલપતિના પુત્ર તરીકે ઉત્પન્ન થયા. તેનું નામ કૌશિક રખાયું. વખત જતાકુલપતિનું મૃત્યુ થયું તેથી તે કુલપતિ બન્યો પરંતુ તે અત્યંત ક્રોધિત સ્વભાવનો હોવાથી તેને સૌ ચંડકૌશિકકહેતા હતા. આશ્રમની આજુબાજુ થતાં ફળફળાદિલેવા આવનારને તે અટકાવતો તેથી તેની ગેરહાજરીમાં રાજકુમારો તેના આશ્રમને તોડી નાખવા ત્યાં પહોંચી ગયા. તે વાતની ખબર જ્યારે કૌશિકને પડી ત્યારે તે તેમને કુહાડો (180) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316