________________
શ્રી અભિનંદન સ્વામીનું ચરિત્ર
હે શ્રુતજ્ઞાનની દેવી !
જેમના ગુણોની સમૃદ્ધિ વડે જગત આખું પરમ પાવન બની જાય છે, જેના સ્મરણથી ત્રણે લોકના જીવોને ૫૨મ શાતાનો અનુભવ થાય છે અને જેની દિવ્ય આભાના દર્શનથી અનેક પાપના તાપો શમે છે એવા શ્રી અભિનંદન સ્વામીના અમૃત કુંભરૂપી ઉજ્જવળ ગુણોના ગાનરૂપ આ ચરિત્ર આલેખન કરવાનું આ કલમમાં સામર્થ્ય પ્રગટો !
ભવ પહેલો
જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં મંગલાવતી નામે વિજયમાં રત્નસંચયા નામની નગરી હતી. તેમાં મહાબલ નામે રાજા હતો. જેવી રીતે અનેક નદીઓના સમૂહથી બનતો પ્રદેશ શોભે છે એ રીતે અનેક ગુણોના ભંડા૨ સાથે રાજા શોભતો હતો. દાન, શીલ, તપ અને ભાવ - આ ચારેય પ્રકારના ધર્મોથી તેનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી બન્યું હતું. મહાપુરુષો પુણ્યાનુબંધી પુણ્યવાળાં હોય છે.
આવા આ મહાબલ રાજાને માત્ર શ્રાવકધર્મ પૂરતો લાગ્યો નહીં, તેથી તેણે સંયમનો માર્ગ સ્વીકારવા માટે આચાર્ય વિમલસૂરિ પાસે દીક્ષા અંગીકાર કરી. સાધુવેષમાં પણ તેમના ગુણોના પરિણામે તે ઉત્તમ પ્રકારનો ચારિત્ર ધર્મ પાળવા લાગ્યા. જેવી રીતે શ્રેષ્ઠ વેપારી વ્યાપારમાં ધનનું ઉપાર્જન કરે એ રીતે સાધુ મહાબલે પુણ્યનું ઉપાર્જન કર્યું હતું. વીસ સ્થાનક તપમાંના કેટલાક સ્થાનકોની આરાધના કરી છેવટે તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કર્યું. આ રીતે તે લાંબા સમય સુધી ચારિત્ર પાળી, અનશન લઈને કાળધર્મ પામ્યા.
ભવ બીજો
મહાબલ રાજાએ દીક્ષા લીધા પછી, ઉત્તમ પુણ્યનું ઉપાર્જન કર્યું હતું. તેમના મૃત્યુ પછી તેમનો જીવ વિજય નામના વિમાનને વિષે મહર્ધિક નામના દેવ તરીકે ઉત્પન્ન થયો. ત્યાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય સુખપૂર્વક પસાર કર્યું. અનેક સુખ - સાહ્યબી હોવા છતાં જ્યારે આયુષ્ય પૂર્ણ થાય છે, ત્યારે તમામ સુખો અહીં છોડીને જવું પડે છે. મહાબલનો જીવ પણ દેવલોકના સુખ ભોગવી લીધા પછી સમયાંતરે ત્યાંથી ચ્યવી ગયો.
ભવ ત્રીજો
જંબુદ્રીપમાં ભરતક્ષેત્રમાં ઈન્દ્રોની નગરી જેવી અયોધ્યા નામે નગરી હતી. તેમાં ઘેર ઘેર સુંદર અને મણિમય સ્તંભો વડે શોભાયમાન આવાસો હતા. તેની રત્નજડિત દીવાલો પર પડતાં પ્રતિબિંબો તેની
Jain Education International
---(૫૩)-----
For Private & Personal Use Only
www.jainelibrary.org