________________
છે અને તેની સારી મતિ થઇ હતી. તેથી પુત્રનું નામ સુમતિ રાખવામાં આવ્યું હતું. ઈન્દ્રની આજ્ઞાથી છપ્પન છે દિકુમારિકાઓ તેમજ દેવોએ સુમતિકુમારનો જન્મોત્સવ ઉજવ્યો. અનુક્રમે ત્રણસો ધનુષ્ય ઊંચા શરીરવાળા સુમતિકુમાર મોટા થતા ઘણી રાજકન્યાઓ તેની સાથે પરણાવવામાં આવી. તેઓની સાથે સાંસારિક સુખ ભોગવ્યા પછી જન્મ પછી દસ લાખ પૂર્વ ગયા પછી પિતાના આગ્રહથી રાજકારભાર ગ્રહણ કર્યો. સુમતિકુમારે ૧૨ પૂર્વાગ સહિક ૨૯ લાખ પૂર્વ રાજ્યાવસ્થામાં પસાર કર્યો.
એક વખત લોકાંતિક દેવોએ સુમતિકુમારને તીર્થકર તરીકેનું કર્તવ્ય બજાવવા તીર્થ સ્થાપવાની વિનંતી કરી. ત્યારથી તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. ઈન્દ્રએ આવો પ્રભુનો દીક્ષા મહોત્સવ ઉજવવા માટે અભયંકરા નામની શિબિકા રચી. સુમતિકુમાર તેમાં બેસી સહસ્ત્રાબ્રૂ ઉદ્યાનમાં પધાર્યા. એ સમયે દેવી દેવતાઓએ પણ વિમાનમાર્ગે આવી પુષ્પની વૃષ્ટિ કરી. આ રીતે વૈશાખ સુદ નોમના દિવસે સુમતિકુમારે ચારિત્ર્ય ગ્રહણ કર્યું. ત્યારે તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. બીજે દિવસે વિજયપુર ગામના રાજા પદમના ઘરે પારણુ કરી અનેક પરિશ્રમો સહન કરતા વીસ વરસ સુધી વિહાર કર્યો. ફરી સહસ્ત્રાપ્રવનમાં આવ્યા પછી પ્રિયંગુ વૃક્ષની નીચે કાયોત્સર્ગમાં રહ્યા. એ સમયે સર્વઘાતી કર્મ ખપાવી છઠ્ઠ તપની આરાધના સાથે ચૈત્ર સુદ અગિયારસના દિવસે પ્રભુને કેવળજ્ઞાન થયું. આ સમયે ઈન્દ્રનું આસન કંપાયમાન થતા દેવતાઓએ સમોવસરણ રચ્યું. સમવસરણમાં પ્રભુ બિરાજમાન થયા ત્યારે ઈન્દ્રએ પ્રભુનાં બીજા ત્રણ બિંબો ત્રણે દિશામાં સ્થાપિત કર્યા. બાકીની બધી વિધિઓ ઈન્દ્ર તથા દેવતાઓએ સમવસરણમાં બાર પર્ષદાઓ રચી. ત્રણેય ગઢમાં સૌએ પ્રભુની મધુર વાણીમાં દેશના સાંભળી. પ્રભુએ ધર્મ, અધર્મ, શુભ કર્મફળ અને અશુભ કર્મફળ વગેરેનું વિસ્તારથી વર્ણન કર્યું. સૌએ પ્રભુની સ્તુતિ કરી અને સ્વસ્થાને પાછા ગયા.
આ પછી પ્રભુએ વિહાર કર્યો. એ દરમિયાન શ્વેત વર્ણવાળો, ચતુર્ભુજાવાળો અને ગરૂડના વાહન પર બિરાજમાન યક્ષ તંબુરૂ શાસનદેવ અને ચતુર્ભુજવાળી, સુવર્ણ જેવી કંતિવાળી અને પદ્માસન પર બિરાજમાન યક્ષણી મહાકાળી શાસનદેવી થયા. ચોત્રીસ અતિશયોથી શોભતા પ્રભુ ભવ્ય પ્રાણીઓને પ્રતિબોધતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા.
ઘણા કાળ પર્યત વિહાર કરતાં પ્રભુને ત્રણ લાખને વીશ હજાર સાધુ, પાંચ લાખને ત્રીસ હજાર સાધ્વી, બે હજારને ચારસો ચૌદ પૂર્વી, અગિયાર અવધિજ્ઞાની, દશ હજારને ચારસો વૈશ્ચિલબ્ધિવાળા, દશ હજારને સાડા ચારસો વાદ લબ્ધિવાળા, બે લાખ એકાશી હજાર શ્રાવક અને પાંચ લાખને સોળ હજાર શ્રાવિકાનો પરિવાર થયો.
કેવળજ્ઞાનની ઉત્પત્તિથી આરંભીને સુમતિનાથ પ્રભુએ વીશ વર્ષ અને બાર પૂર્વાગે ઉણા એક લાખ પૂર્વ પૃથ્વી પર વિહાર કર્યો. અનુક્રમે પોતાનો નિર્વાણ કાળ નજીક આવ્યો જાણી સમેતશિખર પર આવ્યા. ત્યાં એક હજાર મુનિ ભગવંતો સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસ પછી અઘાતી કર્મ ખપાવી ચૈત્ર સુદ નોમના દિવસે પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્રનો યોગ થતાં એક હજાર મુનિઓ સાથે પ્રભુ સુમતિનાથ મોક્ષપદને પામ્યા.
આ રીતે શ્રી સુમતિનાથ પ્રભુ દશ લાખ પૂર્વ કૌમાર અવસ્થામાં, ઓગણત્રીસ લાખને બાર પૂર્વાગ રાજ્યાવસ્થામાં અને બાર પૂર્વાગે ઉણા લાખ પૂર્વ વિહારમાં એ રીતે કુલ ચાલીશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી અભિનંદન સ્વામી પછી નવ લાખ બ્રેડ સાગરોપમ ગયા પછી સુમતિનાથ પ્રભુ નવ લાખ ોડ સાગરોપમ ગયા પછી મોક્ષે ગયા. ત્યાર પછી ઈન્દ્રોએ પ્રભુના શરીરને વિધિ અનુસાર અગ્નિસંસ્કાર કરી નિર્વાણ મહોત્સવ રચી પોતાના સ્થાને ગયા.
ત્રિલોકમાં પ્રકાશ ફેલાવનાર પરમ ઉપકારી પ્રભુ શ્રી સુમતિનાથનું સ્વમતિ અનુસાર ચરિત્ર આલેખન છે. અહીં પૂર્ણ કરે છે...
(૫૮)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org