________________
પરિવાર થયો.
નિર્વાણ સમય નજીક આવે ત્યારે તીર્થંકર પ્રભુ અગાઉથી સંકેત પામે છે અને અનશન ધારણ કરે છે. મુનિસુવ્રત પ્રભુ પણ એ સમયે સમેતશિખરે પધાર્યા. ત્યાં એક માસનું અનશન કરી, એક હજાર મુનિઓ સાથે જેઠ વદ નોમે તેઓ મોક્ષપદ પામ્યા. આ રીતે પ્રભુએ સાડા સાત હજાર વર્ષ કુમારપણામાં, પંદર હજાર વર્ષ રાજ્યમાં, સાડા સાત હજાર વર્ષ દીક્ષાપર્યાયમાં એમ કુલ ત્રીસ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. શ્રી મલ્લિનાથ પ્રભુ પછી ચોપન લાખ વર્ષ ગયા પછી શ્રી મુનિસુવ્રત પ્રભુ નિર્વાણ પામ્યા. ઇન્દ્રાદિક દેવતાઓએ અવધિજ્ઞાનથી પ્રભુનું નિર્માણ જાણ્યું એથી તેઓએ આવી વિધિપૂર્વક પ્રભુનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો.
શ્રી મુનિસુવ્રત સ્વામી ત્રીજા ભવે આ રીતે મોક્ષપદ પામ્યા. તેમના પિતા સુમિત્ર રાજા હરિવંશમાં ઉત્પન્ન થયા હતા. તે વંશની ઉત્પત્તિ વિષેની કથા પણ રોચક છે.
આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં કૌશાંબી નામે નગરીમાં પુરૂષોમાં ઉત્તમ એવો સુમુખ નામે રાજા હતો. રૂપમાં કામદેવ સમાન અને ગુણમાં ઉત્તમ એવા સુમુખ રાજા વસંતક્રીડા કરવા હાથી પર જઇ રહ્યા હતા. રસ્તામાં અનુપમ સૌંદર્યવાળી વનમાળા નામની એક વીર શાળવીની સ્ત્રીને જોઇ. તેનાં સૌંદર્યથી તે મોહિત થયો પરંતુ તેના વિયોગથી અત્યંત દુ:ખી થયો. વસંતઋ તુને માણવા આવેલા રાજા સુમુખનું મુખ વિરહની વેદના અનુભવવા લાગ્યું. તે જોઇ તેના મંત્રી સુમતિએ રાજાને કા૨ણ પૂછ્યું અને વનમાળા મેળવી આપવા વચન આપ્યું. સુમિત્રે આત્રેયી નામની પરિવ્રાજિકાને વનમાળા પાસે મોકલી. વનમાળા પણ સુમુખને જોઇ મોહિત થયેલી હતી તેથી તે ખુશ થઇ. અંતે બન્નેનો મેળાપ થયો અને વનમાળા પટ્ટરાણી તરીકે રહેવા લાગી.
આ બાજુ વીર શાળવી વનમાળાનો વિરહ સહન ન કરી શક્યો. તે વિલાપ કરતો ચારે તરફ ભમતો હતો. ભમતા ભમતા તે રાજમહેલ પાસે આવ્યો અને વનમાળાનું નામ લેતા વિલાપ કરવા લાગ્યો. વનમાળા અને રાજા સુમુખે તેને જોયો અને તરત જ તેઓએ વીર શાળવીને દગો દઇ છેતર્યો છે એવો વિચાર કર્યો. બન્નેને પોતાના આ કૃત્ય માટે પસ્તાવો થયો. સંજોગોવશાત તે જ સમયે તેઓ ૫૨ આકાશમાંથી અકસ્માતે વિજળી પડી અને ત્યાં જ તેઓ મૃત્યુ પામ્યા. બન્ને વચ્ચેના સ્નેહનાં કારણે તેઓ હરિવર્ષ નામના ક્ષેત્રમાં યુગલિક પણે જનમ્યા. પિતાએ તેમનું હિર અને હરિણી નામ પાડ્યું. કલ્પવૃક્ષના પ્રભાવે સર્વ ઇચ્છા પૂરી થતી હતી. આથી તેઓ ખૂબ જ સુખથી સમય પસાર કરતાં.
વીર શાળવીએ સુમુખ અને પોતાની પ્રિયતમા વનમાળાના મૃત્યુ બાદ બાળતપ કર્યું અને મરીને સૌધર્મ કલ્પમાં મલીન દેવતા થયો. તેણે અવધિજ્ઞાન વડે હિર અને હિરણીને જોયા કે તરત જ તેઓનો અને પોતાનો પૂર્વભવ યાદ આવ્યો. તે ખૂબ જ ક્રેધિત થયો અને તે બન્નેનો નાશ કરવા હરિવર્ષ ક્ષેત્રમાં ગયો. પરંતુ તેણે વિચાર્યું કે યુગલિકોનું મૃત્યુ આયુષ્ય પુરૂં થયાં પહેલાં થતું નથી. જો ક્ષેત્રનો પ્રભાવ હોય તો તેમની સદ્ગતિ થાય છે. તેથી તેમને જો અન્ય ક્ષેત્રમાં લઇ જવામાં આવે તો ત્યાં તેઓ અકાળે મૃત્યુ પામે. આવો વિચાર કરી તે દેવે હરિ અને હરિણીને કલ્પવૃક્ષ સાથે જ ઊપાડ્યા અને ભરતક્ષેત્રના ચંપાપૂરીમાં લાવીને મૂક્યા. તે સમયે ચંપાપૂરી નગરીનો રાજા ચંદ્રકીર્તિ મરણ પામ્યો હતો. એટલે તેની પ્રજા દુ:ખી હતી. આ દેવે આકાશમાં રહી કહ્યું,
“તમારા પૂણ્યોદયે હરિવર્ષમાંથી તમારા લાયક હરિ નામના પુરૂષ અને હરિણી નામની સ્ત્રીને હું લાવ્યો છું. તેઓ કલ્પવૃક્ષના પ્રભાવનો ભોગ ભોગવે છે. તે પ્રતાપી પુરૂષ છે. માટે તમે તમારા રાજા તરીકે તેનો સ્વીકાર કરો. તેને ભોજનમાં કલ્પવૃક્ષનાં ફળો સાથે માંસમિશ્રિત મદિરા પણ આપજો.”
Jain Education International
--૧૧૯)------
For Private & Personal Use Only
www.jainelibrary.org