________________
છ થયો એટલે અન્ય ઈન્દ્રો, દેવતાઓ વગેરેએ આવી પરમાત્મા અને તેમની માતાને નમસ્કાર કર્યા. જ્યારે તે પરમાત્મા ગર્ભમાં હતા ત્યારે તે રાજ્યમાં શીંગ (શંબા)નું ધાન્ય ખૂબ જ પ્રમાણમાં થયું હતું. એટલે રાજાએ તેનું નામ સંભવકુમાર પાડ્યું.
ઈન્દ્રોની સાથે આઠ દિશામાંથી વિવિધ વસ્તુઓ - દર્પણ, ચામર આદિ લઈને દિકકુમારિકાઓ પણ પ્રભુનો જન્મોત્સવ ઉજવવા આવી પહોંચી. ઈન્દ્ર પંચરૂપ ધારણ કર્યા. આ પહેલા ઋષભદેવ પ્રભુના ચરિત્રમાં જણાવ્યું એ જ પ્રમાણે પાંચ રૂપે અલગ અલગ વિધિ કરી અને સંભવકુમારને મેરુપર્વત પર જન્માભિષેક માટે લઈ ગયા. પવિત્ર અને સુગંધી જળ, તેલ, મર્દન અને વિલેપન વિધિ અનુસાર સ્નાન કરાવ્યું. દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી.
દેવીઓએ આવીને માતા માટે સૂતિકા કર્મ કર્યું. જુદી જુદી દિશામાં દિકકુમારિકાઓ ગોઠવાઈ ગઈ. પ્રભુ સંભવકુમારનો અભિષેક મહોત્સવ પૂર્ણ થતાં ફરી ઈન્દ્ર પાંચ રૂપ ધારણ કર્યા. અને માતાની પાસે તેમને મૂકી, પ્રણામ કર્યા. દેવીઓએ મંગળ ગીતો દ્વારા પ્રભુના જન્મનો મહોત્સવ ધામધુમપૂર્વક ઉજવ્યો. ઈન્દ્રો, દેવતાઓ દેવીઓ વગેરે સૌ ઉલ્લાસપૂર્વક વિધિ પૂર્ણ કરી પોતાના સ્થાને ગયા.
સંભવકુમાર અનેક ધાત્રીઓના લાલનપાલનથી મોટા થવા લાગ્યા. ચારસો ધનુષ્ય ઊંચું દેહમાન ધરાવતા સંભવકુમાર જ્યારે યૌવનવય પામ્યા, ત્યારે તેમના પિતાએ દેવાંગનાઓ જેવી હજારો કન્યાઓને એમની સાથે પરણાવી. રાજ વૈભવ અને સુખસાહ્યબી ઉપરાંત દેવકન્યાઓ જેવી રાણીઓ હોવાથી સંભવકુમાર જાણે સ્વર્ગલોકનું સુખ ભોગવતા હતા. આ રીતે પંદર લાખ પૂર્વ પસાર થયાં ત્યારે જિતારી રાજાએ સંભવકુમારને રાજગાદી સોંપી દીક્ષા લીધી.
સંભવકુમાર રાજા બન્યા પછી ઉત્તમ રાજવહીવટ અને પ્રજાપાલક હોવાથી લોકોના પ્રિય બન્યા. આ રીતે ચાર પૂર્વાગ અને ચુંમાલીસ લાખ પૂર્વ પસાર થયા.
એક વખત સંભવકુમાર સંસાર અને તેની વિષમ પરિસ્થિતિઓ વિષે ચિંતન કરતા બેઠા હતા. ત્યારે લોકાંતિક દેવોએ અવસરને અનુલક્ષીને સંભવકુમારને વિનંતી કરતા કહ્યું, “હે સ્વામી! આપ તીર્થ પ્રવર્તાવો!” દેવોની આજ્ઞા અનુસાર સંભવકુમાર રાજાએ વરસીદાન આપવાનું શરૂ કર્યું. ઈન્દ્ર આદિ દેવોએ વિવિધ સ્થળોએથી સુવર્ણ અને ધન વગેરે લાવીને આ દાનમાં ઉમેરો કર્યો. આ રીતે દાન આપવાથી લોકોનું દારિદ્ર દૂર થયું. છેવટે માગશર સુદ પુનમના દિવસે મૃગશિર નક્ષત્રના યોગે છઠ્ઠનું તપ કરીને ચારિત્ર ગ્રહણ કરવાનું જાણી ઈન્દ્રો તેમજ અન્ય દેવતાઓ સંભવકુમાર રાજાનો દીક્ષા મહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. શિબિકા તૈયાર થતા તેમાં સંભવકુમાર રાજાને સિંહાસન પર સ્થાપિત કર્યા. દેવદુદુભિ અને વાજિંત્રોના ધ્વનિ, પુષ્પવૃષ્ટિ અને લોકસમુદાય વચ્ચે સંભવકુમારે પંચમુષ્ટિ લોચ કર્યો. તેમના કેશ ઈન્દ્ર મહારાજે ગ્રહણ કર્યા. આભૂષણોના ત્યાગી, પંચ મહાવ્રતધારી અને તીર્થ સ્થાપકને જોવા ઉમટેલા લોકોએ પણ આ મહોત્સવને વધાવી લીધો. ઈન્દ્ર દેવદુષ્ય વસ્ત્ર પ્રભુને ખંભે નાખ્યું. દીક્ષાવિધિ પૂર્ણ કરતા ઈન્દ્રો, દેવતાઓ દેવીઓ વગેરે સ્વસ્થાને પધાર્યા. બીજે દિવસે એ જ નગરના સુરેન્દ્રદત્ત રાજાને ઘેર પ્રભુએ ક્ષીરથી છઠ્ઠ તપનું પારણું કર્યું. એ સમયે દેવતાઓએ તેમના ઘેર સોનૈયાની વૃષ્ટિ કરી.
સંભવનાથ પ્રભુ ત્યાંથી વિહાર કરી જુદા જુદા નગરમાં, ગામોમાં તેમજ નવાં નવાં સ્થાનોમાં ગયા. આ રીતે ચૌદ વરસ પસાર થયાં. ત્યાંથી એક વખત તે સહસાગ્ર નામના વનમાં આવ્યા. ત્યાં આવી સાળ વૃક્ષની નીચે શુકલ ધ્યાન સહિત પ્રભુએ કાર્યોત્સર્ગનો પ્રારંભ કર્યો. છઠ્ઠ તપ સહિત જ્યારે ચંદ્ર મૃગશિર્ષ નક્ષત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org