________________
આપે તો તમામ સામ્રાજ્ય પર વિજય મેળવી લીધો, હવે અમારે તો ક્યાંય યુદ્ધો કરવાનું રહ્યું નથી.”
આ વાત સાંભળી સગર ચક્વર્તીએ તેની પાસે રહેલાં રત્નોમાંથી સ્ત્રીરત્ન સિવાયના રત્નો લઈ જવાની છૂટ આપી. આ રત્નો લઈ તે પુત્રો ગયા. રસ્તામાં અનેક અપશુકનો થયાં. ધીમે ધીમે ફરતા ફરતા તેઓ અષ્ટાપદ પર્વતે ગયા. તેઓએ આ પર્વતની ભવ્યતા જોઈ અને વિચારવા લાગ્યા કે જો કોઈ દુશ્મન અહીં ચડી આવે તો આ શ્રેષ્ઠ પર્વતનો નાશ થઈ જાય. એટલે તેને બચાવવાના ઉપાય તરીકે તેના રક્ષણ માટે એક ખાઈ તે પર્વતની ફરતી બાજુએ કરવાનું વિચાર્યું. તેમની પાસે રહેલાં ચક્રરત્નોમાંથી દંડ રત્નનો ઉપયોગ કરી પર્વતની ફરતી એક હજાર જોજન ઊંડી ખાઈ કરી. આ સમયે નીચે રહેલા નાગકુમાર દેવતાઓનાં સ્થાન ડોલવા લાગ્યાં. તેમનો વડો ઈન્દ્ર વલનપ્રભ કોપાયમાન થયો અને જન્દુકુમાર પાસે આવીને ફરિયાદ કરવા લાગ્યો. આ સાંભળી જહુકુમારે કહ્યું, “હે નાગરાજ! તમારા સ્થાનોનો અમે નાશ કરવા માગતા નથી, પરંતુ આ મહાન એવા અષ્ટાપદ પર્વતની રક્ષા માટે ખાઈ ખોદવાનું કાર્ય કરીએ છીએ માટે અમારો આ અપરાધ લાગ્યો હોય તો તે ક્ષમ્ય ગણશો.”
આ વાત સાંભળી નાગકુમાર દેવને શંકાનું સમાધાન થઈ ગયું, એટલે તે પાછો ગયો. એ પછી તે ખાઈ પાણીથી પૂરવા માટે દંડરત્નનો ઉપયોગ કરી ગંગા નદીના પ્રવાહને એ બાજુ વાળી દઈ જહુકુમાર વગેરે ભાઈઓએ આ ખાઈને પાણીથી ભરી દીધી. વલનપ્રભ ઈન્દ્ર અતિ કોપાયમાન થયા અને તેણે તેમના અપરાધ બદલ દૃષ્ટિ વિષ સર્પ વડે સૌને બાળી નાખ્યા.
આ સમાચાર સગર ચક્વર્તીએ સાંભળ્યા, ત્યારે તેને ખૂબ જ દુ:ખ થયું. તે વિચાર કરવા લાગ્યો કે આ રીતે તેના તમામ પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા. એ સમયે ઈન્દ્ર મહારાજાએ બ્રાહ્મણનું રૂપ લીધું અને સગર ચક્વત પાસે આવીને કહ્યું કે એમાં આવી રીતે ખેદ પામવાની જરૂર નથી.
ગંગાનદીનો પ્રવાહ વાળેલો હતો એટલે તેના પ્રવાહથી આજુબાજુના ગામડાઓમાં પાણી ફરી વળ્યા. આ પછી સગર ચક્વર્તીએ તેના પૌત્ર ભગીરથ પાસે આ પ્રવાહને સમુદ્રમાં વાળી દેવા માટે કહ્યું. અંતે ગંગાનદીનો પ્રવાહ સમુદ્ર સાથે ભળ્યો. ભગીરથ જ્યારે આ કાર્ય પતાવીને પાછો આવતો હતો, ત્યારે અજિતનાથ પ્રભુને જોયા. તેને થયું કે પોતાના પિતાઓને આ રીતે એક સાથે શા માટે મારી નાખવામાં આવ્યા હશે ? આ શંકાનું સમાધાન શોધવા તેણે પ્રભુને પૂછયું. ત્યારે તેમણે જણાવ્યું, “હે ભગીરથ ! એક વખત એક સંઘમાં અનેક શ્રાવકો યાત્રાએ નીકળ્યા હતા. એક વખત રાત્રિ રોકાણ માટે તેઓએ એક ગામમાં કોઈ કુંભાર પાસે આશ્રય લીધો. ગામમાં મોટા ભાગે ચોર લોકો હતા તેઓ આ સંઘને લૂંટવા આવ્યા ત્યારે તે કુંભારે તેમને સમજાવ્યા. આથી આ સંઘ બચી ગયો. આ ચોરની પ્રવૃત્તિઓ એટલી વધી ગઈ હતી તેથી રાજા તેનાથી કંટાળી ગયો અને તેણે આખું ગામ બાળી દીધું. ફક્ત પેલો કુંભાર બચી ગયો. જે ગામ લોકો બચી ગયા તેઓ તારા પિતાઓ થયા.”
આ આખી વાત સાંભળ્યા પછી ભાગીરથ ઘેર આવ્યો. તેણે સગર ચક્વર્તીને આ વૃત્તાંત કહી સંભળાવ્યું. સગર ચક્વર્તીને સંસારની અસારતા સમજાણી. તેણે ભાગીરથને રાજ્ય સોંપી દઈ શ્રી અજિતનાથ ભગવાન પાસે જ ચારિત્ર ગ્રહણ કર્યું અને પરંપરાએ મોક્ષપદ પામ્યા.
અજિતનાથ ભગવાન પૃથ્વી પર વિહાર કરતા હતા. તેમને પંચાણું ગણધરો, એક લાખ મુનિ, ત્રણ લાખ ત્રીસ હજાર સાધ્વી, ત્રણ હજાર સાતસો ચૌદ પૂર્વધારી, એક હજાર ચારસો પચાસ મન:પર્યવજ્ઞાનીઓ, નવ 5 હજાર ચારસો અવધિજ્ઞાનીઓ, બાવીશ હજાર કેવળી, બાર હજાર ચારસો વાદી, વીસ હજાર ચારસો વૈશ્યિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org