________________
જી હજુ
સુવાક્યો
• જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિથી નમસ્કાર હો! • પરમાત્મામાં પરમ સ્નેહ ગમે તેવી વિકટ વાટેથી થતો હોય તો પણ કરવો યોગ્ય જ છે.
શુદ્ધ બુદ્ધ ચેતન્યઘન, સ્વચૂંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ.” પવિત્રતાનું મૂળ સદાચાર છે. તું ગમે તે ધંધાથી હો, પરંતુ આજીવિકાળું અન્યાયસંપા દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. મમત્વ એ જ બંધ,
બંધ એ જ દુઃખ. • કોઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી બંધાય છે. • ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. • દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ માનવું.
ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત! શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો સપુરુષના અંતરાત્મામાં રહ્યો છે.
અધ્યાત્મસાધનાપ્રેરક બોધવચનો
ભ્રાંતિગણપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે, ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાભ્ય પણ તથારૂપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી. અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે. આ વાત ત્રણે કાળને વિષે અવિસંવાદ જાણી નિષ્કામપણે લખી છે.
- શ્રીમદ્ રાજચંદ્ર ૩૩૧
-રજતજયંતી વર્ષ : ૨૫;
તીર્થ-સૌરભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org