Book Title: Tirth Saurabh Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 9
________________ આત્માને જાણ્યો તો પછી બીજું કંઈ જાણવા યોગ્ય બાકી રહેતું નથી, અને જો આત્માને જાણ્યો નથી તો પછી બીજું સર્વ જ્ઞાન નિરર્થક છે. મંગલવચત ज्ञाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यन्निरर्थकम्॥ जरा यावत् न पीड्यति व्याधिः यावत् न वर्द्धते । यावदिन्द्रियाणि न हीयन्ते, तावत् धर्मं समाचरेत् ॥ જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, રોગાદિ વધતા નથી અને ઇન્દ્રિયો અશક્ત બની નથી ત્યાં સુધીમાં યથાશક્તિ ધર્માચરણ કરી લેવું (કારણ કે પછી અશક્ત તથા અસમર્થ દેહેન્દ્રિયો દ્વારા ધર્મ આચરી શકાતો નથી). જેનાથી તત્ત્વનું જ્ઞાન થઈ શકે છે, ચિત્તનો નિરોધ સાધી શકાય છે તથા આત્મા વિશુદ્ધ બને છે એને જિનશાસનમાં જ્ઞાન કહેવામાં આવે છે. येन तत्त्वं विबुध्यते येन चित्तं निरुध्यते । येन आत्मा विशुध्यते, तज्ज्ञानं जिनशासने ॥ Jain Education International જે વડે જે દ્વારા જીવ રાગથી વિમુખ બને છે, શ્રેયમાં હિતમાં અનુરક્ત બને છે અને મૈત્રીભાવ વધતો જાય છે એને જિનશાસનમાં જ્ઞાન કહેવામાં આવ્યું છે. રજતજયંતી વર્ષ : ૨૫ येन रागाद्विरज्यते, येन श्रेयस्सु रज्यते । येन मैत्री प्रभाव्येत, तज् ज्ञानं जिनशासने ॥ यथा सलिलेन न लिप्यते, कमलिनीपत्रं स्वभावप्रकृत्या । तथा भावेन न लिप्यते, कषायविषयैः सत्पुरुषः ॥ જેમ કમળનું પાંદડું સ્વભાવથી જ પાણીથી લેપાતું નથી તેમ સત્પુરુષ સમ્યક્ત્વના પ્રભાવથી કષાય અને વિષયોથી લેપાતા નથી. 1 For Private & Personal Use Only તીર્થ-સૌરભ ७ www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 202