Book Title: Tan Apang Man Adikham Author(s): Kumarpal Desai Publisher: Gurjar Sahitya Prakashan View full book textPage 4
________________ લેખકની વાત આજથી ૪૩ વર્ષ પૂર્વે છેક ઈ. સ. ૧૯૭૩માં સમાજમાં અપંગોની થતી અવગણના અને એમને વિશે ચોતરફ પ્રસરેલું અજ્ઞાન જોઈને શરીરબળનો જેમાં સવિશેષ મહિમા છે એવા રમતવિશ્વમાં અપંગોએ સંઘર્ષ ખેડીને મેળવેલી સિદ્ધિના પ્રસંગો ધરાવતા ‘અપંગનાં ઓજસ' પુસ્તકની રચના કરી. માત્ર દિવ્યાંગોની દુનિયામાં જ નહીં, પરંતુ સર્વત્ર એ પુસ્તકને ઉષ્માભર્યો આવકાર મળ્યો. કેટલીક શાળાઓમાં એને પાઠ્યપુસ્તક તરીકે સ્વીકારવામાં આવ્યું. બ્રેઇલ લિપિમાં રૂપાંતર થતાં પ્રજ્ઞાચક્ષુઓને એનો લાભ પ્રાપ્ત થયો. હિંદી અનુવાદની ઑડિયો કૅસેટ પણ તૈયાર કરવામાં આવી. ગુજરાત સરકારની ગુણવત્તાવાળાં પુસ્તકોની સાહિત્ય-સ્પર્ધામાં એને પારિતોષિક પ્રાપ્ત થયું. ‘અપંગનાં ઓજસ’ પુસ્તકની ગુજરાતીમાં આઠેક આવૃત્તિ પ્રગટ થઈ. એ પછી હિંદીમાં ‘પ્રદિન તેન, કિન મન' નામે અનુવાદ કર્યો, તેની ત્રણ આવૃત્તિ પ્રગટ થઈ ચૂકી છે અને એ જ પુસ્તકનો ‘The Brave Hearts’ને નામે અંગ્રેજીમાં અનુવાદ કરતાં એની ચાર આવૃત્તિ પ્રગટ થઈ છે. એ પછી અવારનવાર દિવ્યાંગો વિશે વક્તવ્યો આપવાનું અને ‘ઈંટ-ઇમારત’ અને ‘પારિજાતનો પરિસંવાદ' કૉલમમાં પ્રસંગો લખવાનું બનતું હતું, પરંતુ થોડા સમય પૂર્વે પ્રજ્ઞાચક્ષુ શ્રી રણછોડભાઈ સોની અને અંધજનો માટે ઉમદા કલ્યાણકાર્ય કરનાર શ્રી જસુભાઈ કવિએ આગ્રહપૂર્વક કહ્યું કે હવે ઘણો વખત થઈ ગયો છે. ‘અપંગનાં ઓજસ' જેવું બીજું પુસ્તક આપો. એને પરિણામે આ પુસ્તકનું સર્જન કર્યું. જાણીતા ડૉક્ટર શિલીન શુક્લ પાસેથી મેડિકલની પરિભાષા સમજ્યો. શ્રી જનકભાઈ શાહે આમાંની ઘણી સામગ્રી મોકલાવી, જેને પરિણામે આ પુસ્તકનું સર્જન થયું. દિવ્યાંગોની ક્ષમતા અને સામર્થ્યનો આમાંથી ખ્યાલ આવશે. ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી મનુભાઈ શાહે એનું પ્રકાશન કરવાનું સ્વીકાર્યું તે બદલ આભારી છું. આ પુસ્તક માત્ર દિવ્યાંગો માટે જ નહીં, પરંતુ પ્રત્યેક વ્યક્તિને જીવનસંઘર્ષ સામે મથામણ કરવાની દૃષ્ટિ અને શક્તિ આપશે અને મુશ્કેલીઓ સામે ઝઝૂમનારાં લોકોને પ્રેરણા આપશે તેવી આશા રાખું છું. ૩૦-૮-૨૦૧૬ કુમારપાળ દેસાઈ અમદાવાદ અનુક્રમ ૧. અમર ખુશબો ૨. અપંગ, નથી સહેજે અશક્ત ૩. જન્મવાનો હેતુ ને જીવનનું ધ્યેય ૪. વિજેતા ભુલાઈ ગયા ! ૫. હિંમતે મર્દા, તો... ૬. મુસ્કાનનું હાસ્ય ૭. કર્ણાની દેવી ૮. સાહસ પાડે સાદ ૯. જિંદગી માણવાનો તરીકો ૧૦. જીવી જાણનારો ૧૧. નિવૃત્તિને નમાવનારો ૧૨. જેને શક્ય કરતાં થોડો વધુ સમય લાગે તે અશક્ય ! ૧૩. કદી હારી ખાવું નહીં ! ૧૪. હલેસાં વિના ચાલતી હોડી ૧૫. ઝૂકે તે જેમી નહીં ! ૧૬. ‘હૅપી ફિટ’ ૧૭. આફતોની આંધી વચ્ચે ૧૮. અટકવું એ આદત નથી 9 17 27 33 41 53 65 77 82 93 97 ཥི ཎྜ ཎྜ ཟླ་ྦཋ ཝཱ 113 120 131 136Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 82