Book Title: Swatantratani Parakashta
Author(s): Kundkund Kahan Sat Sahitya Prachar
Publisher: Kundkund Kahan Sat Sahitya Prachar

View full book text
Previous | Next

Page 12
________________ સ્વતંત્રતાની પરાકાષ્ટા છે. (જી) એ એને અનુસરીને એ પોતે કહે છે. એ અનુસરીને પોતે પરિણમ્યા છે. પણ એને અનુસરીને તું પણ પરિણમીશ, એવો તું છો આહાહા... પંચમઆરાને, આવું હલકું પુણ્ય, ઓછા, ને. હલકે ઠેકાણે અવતાર થઈ ગયો ને.. એ લક્ષમાં લઈશ નહીં. આહાહા... પૂર્ણાનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય આનંદનો રસકંદ અતીન્દ્રિય આનંદ પણે પરિણમી શકે એવો તું છો ! આહાહા.... ૩૮ ગાથામાં તો એ કહ્યું છે ને શ્રીગુરુએ વારંવાર કહ્યું, ત્યાં તો એમ લખ્યું છે કે નિરંતર સમજાવતાં તો, નિરંતર સમજાવતાં તો ક્યા નવરા હતાં ગુરુ ? એનો અર્થ નિરંતર ઘોલન કરતાં (બરાબર) આહાહા.... દર્શન, જ્ઞાન, ચારિત્ર ને પ્રાપ્ત ને તે પણ પ્રાપ્ત થયું કેવું ? કે ન પડે એવું. અનાદિથી અપ્રતિબુદ્ધ હતો તે પણ પ્રતિબુદ્ધ પામ્યો અને તે પણ અજ્ઞાન ઉત્પન્ન થવાનું છે જ નહીં આહાહા.... પંચમઆરાના પ્રાણીનો પોકાર છે. કહેનાર નો તો છે પણ શ્રોતા છે, સાંભળ્યું જેણે, એનો એ પોકાર છે. આહાહાહા.... સમજાય છે કાંઈ ? કહેનાર તો કહે છે, પણ તું તેવો થઈ શકે એવો છો, કાળની, રાહ ને વાટ જોવાની નથી .... આહાહા... આવો તને ભગવાન પૂર્ણાનંદનો નાથ કાને પડ્યો પ્રભુ, એ થવાને લાયક જ છો પરમાત્મા, અભવીની જેવો નથી તું આહાહા.... આટલું બધું કહી દીધું. અભવી જેવો નથી તું, નિત્ય નિગોદના જીવો પણ અભવી જેવા નથી આહાહા.... “તારી નજરને આળસે રે નયને ના નિરખ્યાં હરી” હરી એવો જે અજ્ઞાન ને રાગદ્વેષ હરનાર પ્રભુ, તારી નજરને આળસે નિધાન રહી ગયું, નિશાન પડ્યું જ છે અને તે પરિણમવાને લાયક તું છો. આહાહા... ગજબ વાત કરે છે... દિગંબર સંતોની વાત, શ્રીમદ્ કહે છે “દિગંબરના તીવ્રવચનોને લઈને રહસ્ય કાંઈક સમજી શકાય છે, શ્વેતાંબરની મોળાશને લઈને રસ ઠંડાતો ગયો.” આના રહસ્યનો એવો પોકાર છે. દિગંબર સંતોનો પોકાર છે. આહાહા... પ્રભુ, તું પરિણમવાને લાયક છો એમ કહીએ છીએ, કહે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60