________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
૧e
તે તેનું સફળપણું થયું છે. સફળપણું થયું છે તેથી તે પરમ આલોચનાના ભેદરૂપે પૂરતું આલુંછન એને સિદ્ધ થાય છે. એ સફળપણું થયું તે જ આલુંછન છે, એ આલોચન છે. આહાહા.... કારણ કે પરમભાવ સમસ્ત કર્મરૂપી વિષમ વિષ વૃક્ષના વિશાળ મૂળને ઉખેડી નાખવા સમર્થ છે. એટલે કે એનામાં છે નહીં. પરમભાવ સમસ્ત કર્મરૂપી વિષમ વિષ વૃક્ષને વિશાળ મૂળને ઉખેડી નાંખવા સમર્થ એટલે કે એનામાં એ છે જ નહીં. સફળ થયો છે. એનામાં એ છે જ નહીં એટલે ઉખેડી નાંખ્યું એમ અમે વ્યવહારથી કહેવામાં આવે છે. વિશેષ કહેશું.
- પ્રમાણ વચન ગુરુદેવ !
0 પ્રથમ વિચારમાં નિરાવલંબીપણે ચાલવું જોઈએ. કોઈના આધાર વિના
જ અદ્ધરથી જ ચાલે કે હું આવો છું... ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપ છું. વિગેરે. તે વિચારો ચાલતાં ચાલતાં એવો રસ-આવે કે બહારમાં આવવું ગોઠે નહિ. હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે કે આ હું. આ હું..એમ ઘોલન ચાલતાં ચાલતાં એ વિકલ્પો પણ છૂટી જાય, પછી તો સહજ થઈ જાય...સ્વાધ્યાય વખતે પણ આનું આ જ લક્ષ ચાલ્યા કરતું હોય, આ દ્રવ્ય, આ ગુણ, આ પર્યાય. આ વિચારો ચાલતાં આખા જગતના બીજા વિકલ્પો છૂટી ગયો હોય છે. શાસ્ત્રોના શબ્દો વિના હૈયા-ઉકેલ થઈ જવો જોઈએ. ઉપાડ મૂળમાંથી આવવો જોઈએ. બીજું ઓછું સમજાતું હોય તેનું કાંઈ નહીં... અન્ય સર્વ વિકલ્પો છૂટી જાય અને અદ્ધરથી આત્મા સંબધી જ વિચારો ચાલ્યા કરે અને વળગ્યા જ રહે. આખી સત્તાનું જ્ઞાનમાં ઘોલન ચાલે છે. પ્રયોગ તો એણે જ કરવો પડે છે. વિશ્વાસ આવવો જોઈએ.... બીજી બીજી ચિંતાઓ હોય તો આ ક્યાંથી ચાલે? ..આનો અભ્યાસ વારંવાર જોઈએ. - પૂજ્ય ગુરુદેવ (દ્રવ્યદ્રષ્ટિ જિનેશ્વર)