________________
પ૬
સ્વતંત્રતાની પરાકાષ્ટા
( -: ગાગરમાં સાગર :- ) 0 સ્વ-પરને જાણવાની યોગ્યતા પર્યાયની પોતાની છે તેથી તેને જાણે ત્યારે
શેય તેમાં જણાય એમ નિકટપણાને લીધે કહેવામાં આવે છે. જ્ઞાનની એક સમયની પર્યાય અનંતા દ્રવ્યોને જાણે છે ને પર્યાયમાં અનંતા દ્રવ્યો જણાવા લાયક છે તેમ કહેવું તે પણ વ્યવહાર છે, ખરેખર તો જ્ઞાનની એક સમયની પર્યાય સ્વય નિજ આત્માને જાણે ત્યાં અનંતા પરણેયો તેમાં જણાય
જાય એવી તે પર્યાયની શક્તિ છે. છ વ્યવહારરત્નત્રયનો રાગ આવ્યો તેને જ્ઞાને જાણ્યું, ત્યાં જ્ઞાન પોતાની પર્યાયને
જાણે છે, રાગને નહીં. જાણનાર સ્વને જાણતા પરને જાણવાપણે પરિણમે છે તોપણ તેને શેયકૃત જ્ઞાન થયું છે તેમ નથી પણ તેને જ્ઞાનકૃત જ્ઞાન છે. સમ્યગ્દષ્ટિ ચક્રવર્તીને રાગનું જ્ઞાન થયું તે રાગના લઈને થયું નથી પણ સ્વપરપ્રકાશક શક્તિને લઈને જ્ઞાન જ્ઞાનને જાણે છે, શેયને જાણે છે તેમ કહેવું એ તો વ્યવહાર છે. રાગને જાણતાં જે શેયકારે જણાયો તે આત્મા જણાયો
છે, રાગ જણાયો નથી, કેમ કે તેને શેયકૃત અશુદ્ધતા નથી. છ આહાહા! શું કથન છે ! વ્યવહારથી નિશ્ચય થાય છે, નિમિત્તથી ઉપાદાનમાં
કાર્ય થાય, પૂર્વપર્યાય કારણ ને ઉત્તરપર્યાય કાર્ય-એ બધાં વ્યવહારના વચન છે, એક એક સમયની પર્યાય - ચાહે તો કેવળજ્ઞાન હો, ચાહે તો નિગોદના જીવની અક્ષરના અનંતમાં ભાગની જ્ઞાનની પર્યાય હો, ચાહે તો મિથ્યાત્વ હો કે ચાહે તો રાગનો કણ હો- એ બધી પર્યાયનું અસ્તિત્વ જગતમાં, છ દ્રવ્યમાં છે પણ તે અસ્તિત્વ એવું છે કે જેમ છ દ્રવ્યસ્વરૂપ લોક છે તેમ પર્યાય પણ પોતામાં, પોતાથી, પોતાના કારણથી છે, જેમ દ્રવ્યને ગુણ પોતામાં, પોતાથી છે તેમ પર્યાય પણ પોતામાં પોતાથી, પોતાના કારણથી છે.
- પૂજ્ય ગુરુદેવ (વ્યદ્રષ્ટિ જિનેશ્વર)