________________ શાસ્ત્રાભ્યાસનું મહત્વ જુઓ ! શાસ્ત્રાભ્યાસનું મહત્વ, જે કરવાથી પરંપરા આત્માનુભવ દશા પ્રાપ્ત થાય છે, મોક્ષરૂપફળની પણ પ્રાપ્તિ થાય છે. એ તો દૂર રહ્યું, તત્કાળ આટલી બાબતોની (ગુણોની) પ્રાપ્તિ થાય છે. * ક્રોધાદિ કષાયોની મંદતા થાય છે. * પંચેંદ્રિયોના વિષયોમાં પ્રવૃત્તિ જતી નથી. * અતિ ચંચલ મન પણ એકાગ્ર થાય છે. * હિંસાદિ પાંચ પાપો ઘડતાં નથી. * અલ્પજ્ઞાન હોવાં છતાં ત્રણલોકના ત્રણ કાળ સંબંધે ચરાચર પદાર્થોને જાણવાનું થાય છે. * હેય-ઉપાદેયની ઓળખ થાય છે. * જ્ઞાન આત્મસન્મુખ થાય છે. * વધુ અને વધુ જ્ઞાન થવાથી આનંદ ઉત્પન્ન થાય છે. * જગતમાં મહાત્મ-જશ વધે છે. * સાતિશય પુણ્યનો બંધ થાય છે. - પં. ટોડરમલજી - સમ્યફજ્ઞાનચંદ્રિકા