Book Title: Swatantratani Parakashta
Author(s): Kundkund Kahan Sat Sahitya Prachar
Publisher: Kundkund Kahan Sat Sahitya Prachar

View full book text
Previous | Next

Page 55
________________ સ્વતંત્રતાની પરાકાષ્ટા સાહેબ) એમ ઈશ્વર શક્તિ છે પ્રભુત્વ એટલે જ્ઞાનમાં ઈશ્વરતા આ શક્તિ ને લઈને નહીં (જી, સાહેબ) સ્વયં જ્ઞાન, જ્ઞાનની સ્વચ્છતા, જ્ઞાનમાં જ્ઞાનની અસ્તિત્ત્વતા, જ્ઞાનમાં જ્ઞાનની વસ્તુત્વતા, જ્ઞાનની જ્ઞાનમાં પ્રમેયેવતા. પ્રમેય ગુણ પાછો બીજો આહાહા... એ ચિવિલાસમાં છે જ્ઞાનની પર્યાયના ષટકારક, ચિદ્વિલાસ, એક એક ના છે કારક પર્યાયનાં હોં. ઓલા તો ઘુવ છે આહાહા...એવા દરેક ગુણના ષકારક પોતાના કારણે છે. (બરાબર) શક્તિ છે, ત્રિકાળ કર્તા-કર્મ, ત્રિકાળ માટે આ છે એમ નહી. આહાહા... આવો ભંડાર છે મોટો ભગવાન. આહાહા... (બરાબર) સમજાણું કાંઈ? (જી, સાહેબ) સાહેબ ફરી વખત હૈ.. " ઈ કહ્યું કે જેમ આત્મા છે એ જ્ઞાન સ્વરૂપ છે અને અસ્તિત્ત્વ ગુણ ભિન્ન છે. છતાં જ્ઞાન છે એ અસ્તિ છે એ એને પોતાને લઈને છે. (બરાબર) એ અસ્તિત્ત્વ ગુણને લઈને નહીં (જી સાહેબ) એમ જ્ઞાનમાં એક પ્રભુત્વ શક્તિ ભરી છે, એ શક્તિ એમાં નથી. એમાં ઈશ્વર શક્તિનું પ્રભુત્વ પોતાને લઈને છે. (બરાબર) (જી) જ્ઞાનમાં ઈશ્વરતા પોતાને લઈને છે (જી હાં પ્રભુ) ઈશ્વર શક્તિને લઈને નહીં (બરાબર) આહાહા.... એમ જ્ઞાન પર્યાય કર્તાપણાની છે એ કર્તા શક્તિ છે જેને લઈને નહીં (વાહ! અદ્ભુત) હૈ.. અહાહા.. (જ્ઞાનમાં ષકારક) અરે ભગવાન ત્રણ લોકના નાથ ! તું ત્રણ લોકનો નાથ છો, જિન પ્રભુ સો હી આત્મા (બરાબર) “જિન સો હી આત્મા, અન્ય સો હી હે કરમ', યહીં વચન સે સમજલે, જિન પ્રવચનકા મરમ” (બરાબર) આહાહા.... એક એક ગુણમાં અનંતગુણનું રૂપ આ રીતે છે. (બરાબર) શશીભાઈ.. આહાહા.... (બરાબર) જેમ આનંદ ગુણ છે, તો આનંદ ગુણમાં અસ્તિત્ત્વ ગુણ છે એ નથી, પણ આનંદનું અસ્તિત્ત્વ પોતાથી છે, એવું રૂપ છે એનું (બરાબર) એ અસ્તિત્ત્વ ગુણને લઈને આનંદ છે એમ નહીં (બરાબર) આનંદગુણનું અસ્તિત્ત્વ રૂપ છે એને લઈને આનંદનું અસ્તિત્વ છે (બરાબર) એમ ઈશ્વરતા, પ્રભુત્વ નામનો એક ગુણ છે

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60