________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
U3
આઠમો, એ શક્તિ દરેક ગુણમાં નથી, પણ એનું રૂપ દરેક ગુણમાં છે આહાહા (બરાબર) પ્રભુત્વ શક્તિ જ્ઞાનમાં છે, દર્શનમાં છે, આનંદમાં છે, શક્તિ ભિન્ન છે, પણ એનું રૂપ દરેક ગુણમાં છે આહાહા.
તત્ત્વ જ એવું એનું સ્વરૂપનું એટલું સામર્થ્ય છે, ભિન્ન તત્ત્વ નહીં, અનેક ગુણનું રૂપ એટલે સ્વરૂપ, આ શક્તિ વિના એનું એવું સ્વરૂપ એક દ્રવ્ય કયાં રહ્યું, એવા તો અનંતા ગુણો સાથે, અનંતા ગુણો ને અનંતતારૂપ પાછા બધુ થઈને દ્રવ્ય છે. આહાહા.
બાપુ, ભગવાન એ તું કેવડો મોટો છે ? એની આ વાત હાલે છે આતો ભગવાનનો મોક્ષનો દિવસ છે ને (જી) આજે પૂર્ણાનંદ મોટામાં એકતા થઈ ગઈ. પ્રભુ પણ તમે મોટા ના હોય તો તમને શિર પર રાખે કોણ? એમ કહ્યું ને પરમાત્મ પ્રકાશમાં પ્રભુ તમે મોટા છો એટલે શિર પર રાખ્યા છે. અને ત્યાંય ખેચો છો અહીંના જીવને. તમને કંઈ ખેંચી શકતા નથી, અનંતા જીવો, તમે થોડા અને આ ઝાઝા, તો થોડા છો, તો પણ જીવને ખેંચીને લઈ જાવ છો... એમ કહે છે. થોડા છે ને, હજી અનંતમાં ખેંચીને પાછા સંસારમાં આવે છે.
પરમાત્મપ્રકાશમાં છે, (બધાને ખેંચવા જોઈતા'તા) આહાહા... આ તો વીતરાગભાવ છે (જી) પરમાત્મ સ્વરૂપે પ્રેમ છે ને પ્રભુ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ છે, ને એને લઈ ને વિકાસ થાય. આહાહા... એના પ્રેમથી પ્રાપ્ત થાય. આહાહા..... (બરાબર) સમજાણું કાંઈ? (જી, સાહેબ) આ મૂળમાં બધું જોયું છે આમાં આહાહા.... વાત ચાલીને ભાઈ. પછી કીધુ આ નવાં આવ્યા છે ને.... પછી એનું એ આવે કાંઈ એનું એ આવે કે ઘણું નવું આવે. આહાહા...
ભગવાન, શરીર ને ભૂલી જા શરીર નહીં, કર્મ નહીં. રાગ નહીં પર સાથે કોઈ સંબંધ જ નથી (બરાબર) અરે, એક સમયની પર્યાય નહીં આહાહા. (જી.) અને એવા જે અનંતાગુણો એક-એક ગુણમાં અનંત ગુણનું રૂ૫ (બરાબર) એવા અનંતા ગુણો આહાહા.. કેટલા