Book Title: Swatantratani Parakashta
Author(s): Kundkund Kahan Sat Sahitya Prachar
Publisher: Kundkund Kahan Sat Sahitya Prachar

View full book text
Previous | Next

Page 42
________________ ૩૯ સ્વતંત્રતાની પરાકાષ્ટા એમાં ?) જિન મંદિરો સળગે ? દ્વારકામાં જિન મંદિરો હતાં ને ? જિનમંદિરો, દ્વારકામાં સળગીને જિન પ્રતિમા, જિન મંદિરો, રાણીઓ, રાજકુમારો, રાજકુમારની સ્ત્રીઓ, હાથી, ઘોડા સળગ્યાં. ઝળહળ ઝળહળ ઝળહળ એનો કાળ હોય તે ન થાય ત્યારે ક્યાં થાય? બીજે થાય... (જી પ્રભુ) ઉભા રહ્યા જોઈને, બસ, ભાઈ હવે ક્યાં જાશું ? અરે, જેને હાંકલે હજાર રાજાઓ ઉભા થાય, પ્રણામ દાતા! સમજાણું કાંઈ? (બરાબર) જેને ગળફો નીકળે કદાચિત કોઈ વખતે રોગ વખતે તોય એ તો નિરોગી શરીર હોય, વાસન-ફાસન ન હોય તો રાજા હાથ ઘરે આમ? (એ વખતે તો પુણ્યનો ઉદય) આહાહા.... ક્યાં ગયાં પણ આ પુણ્ય બધાં ? અહીંયા માબાપ સળગે, અરેરે સળગશે, આપણે બેઠા, માબાપ કાઢો રે કાઢો... બહાર કાઢવા જાય ત્યાં હુકમ થયો ! નહીં નીકળે. તમને બેને કહ્યું'તું ને. (બેને કહ્યું'તું ?) હાં, કહ્યું તું એને, ઓલા સિપાઈ બહું કોપમા આવી ગયેલો ને ? તો, પછી એની માફી બહુ માંગી. નહીં.. તમે બે બચશો એમ કીધુ, એમ કીધું, તમે શિવાય કોઈ નહીં. આહાહા.... મિથ્યાદ્રષ્ટિ છે. હતાં હા હા, લબ્ધી હતી ને તેજલબ્ધી હતી, મિથ્યાદ્રષ્ટિ... વીતરાગના વચન ખોટાં પાડવા મથે ? આહાહા.... એને ક્યાં... અંહિ તો કહેવું છે કે એવા યોદ્ધાઓ ઉભા. રતનનાં કાંગરા, સોનાના ગઢ (જી) એ ઘાસ સળગે એમ સળગે (બરાબર) બાપુ, એની પર્યાયનો કાળ હોય તો ઈ થાય (બરાબર જી!) તું ઉદાસ જગતથી ઉદાસ (બરાબર) આ ઈ વિકલ્પ આવે એનાથી ઉદાસ તું છો ! આહાહા.... એવા સ્વરૂપને ભગવાને આંહી જિનસ્વરુપને જિનપ્રતિમા કહી છે. આહાહા.... (બરાબર) વિશેષ કહેશે ... પ્રમાણ વચન, ગુરુદેવ ! 0 જ્ઞાનમાં ખરેખર તો રાગ જણાય છે. ત્યાં અજ્ઞાની માની બેસે છે કે મેં રાગ કર્યો. એ રાગનું કર્તુત્વ જ મિથ્યાદર્શન છે. - પૂજ્ય ગુરુદેવ દ્રવ્યદ્રષ્ટિ જિનેશ્વર) .

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60