________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
૪૯
(જીહાઁ પ્રભુ) આહાહા... આમ જાણ, જાણે જાણ એમ નહીં. આહાહા... પરમાનંદસ્વરૂપ તેને પરમાનંદની શુદ્ધતાની પરિણતિ દ્વારા આનંદના વેદન દ્વારા, સ્વાદ દ્વારા જાણ (બરાબર) આહાહા... સમજાય છે કાંઈ ? (જી, સાહેબ) ઝીણી વાત છે બહુ, પ્રભુ. પણ મારગ આ છે એના જ્ઞાનમાં આ વાત પહેલી બેસવી તો જોઈએ. (બરાબર) એ ચંદુભાઈ (હાં, જી) આહાહા......
વીતરાગભાવ પરમાનંદરૂપ રોદ આહાહા... એક સ્વરૂપની પરીણતીની વાત છે અત્યારે શું કીધું ? વીતરાગ પરમાનંદરૂપ એક, પરિણતીની વાત છે આ (જી પ્રભુ) વસ્તુ એકરૂપ છે ત્રિકાળ પણ એને એકરૂપ પરિણતિથી જાણ (બરાબર) અનેકપણામાં નહી કામ આવે ભેદ, એમ કહે છે. આહાહા... સમજાણું કાંઈ ? (જી, બરાબર) એકરૂપ સ્વભાવ પરમાનંદ સ્વભાવ કીધો ને એ એકરૂપ છે. પર્યાયનો ભેદ જ નથી ત્યાં (બરાબર) એવો પરમાનંદ, જ્ઞાનમયી મૂર્તિ રહિત જ્ઞાનમયી પરમાનંદરૂપ એક સ્વભાવ તેને વીતરાગ પરિણતિ દ્વારા પરમાનંદની પરિણતિ દ્વારા એકરૂપની પરિણતિ દ્વારા આહાહા.. (જી) અતિન્દ્રિય સુખ સ્વરૂપ અમૃત સ્વરૂપ કે સ્વાદ સે (બરાબર) આહાહા... કેટલું ભર્યું છે જુઓ ને. (બરાબર) સ્વરૂપચંદભાઈ, આવું છે...
એનો અર્થ એમ કહેવા માંગે છે કે એને જાણવા માટે નિમિત્ત અને વ્યવહારની તો અપેક્ષા છે જ નહીં એમ કહે છે ભાઈ, (બરાબર, જી સાહેબ) આ લોકો જે રાડ પાડે છે ને બધા વ્યવહારથી નિશ્ચય થાય, પ્રભુ એમ નથી હો. તું એવો પાંગળો નથી હોં. અહાહા... તારી મોટપને કલંક લાગે. વ્યવહારથી થાય ને રાગથી થાય તો હજી પ્રભુ) આહાહા... રાગની, વ્યવહારની જેને અપેક્ષા નથી (બરાબર) આહાહા.. જેને જાણવા માટે નિર્મળ પરિણતિની અપેક્ષા છે (બરાબર) આહાહા. ચંદુભાઈ (હી, જી) આહાહા.. થોડું પણ સત્ય હોવું જોઈએને બાપુ. લાંબી મોટી મોટી વાતો કરે ને એમાં સત્ય કાંઈ ન હોય, જે વસ્તુ છે એ હાથ આવે નહીં. (બરાબર) સમજાણું કાંઈ? (જી, સાહેબ) આહાહા.