Book Title: Swatantratani Parakashta
Author(s): Kundkund Kahan Sat Sahitya Prachar
Publisher: Kundkund Kahan Sat Sahitya Prachar

View full book text
Previous | Next

Page 51
________________ સ્વતંત્રતાની પરાકાષ્ટા સાહેબ) આહાહા... વીતરાગભાવ પરમાનંદરૂપ, ઓલા પરમાનંદનો સ્વભાવ કહ્યો'તો ને પાઠમાં, ગાથામાં એને આંહી લઈ લીધો ભેગો, એ વીતરાગભાવરૂપ પરિણમન પરમાનંદ સ્વભાવરૂપી પરિણમન, આહાહા... વીતરાગભાવરૂપી પરિણમનથી વિતરાગ ભાવને જાણ. આહાહા... (જી) પરમાનંદ સ્વભાવની પરિણત્તિથી પરમાનંદ સ્વભાવને જાણ. સમજાણું કાંઈ? આહાહા... (જી, સાહેબ) આવો મારગ... એ સર્વજ્ઞ સિવાય આવી શૈલીની વાત ક્યાંય છે નહીં. વસ્તુની સ્થિતિ આ છે... આહાહા. જેમ કહ્યું કે આપણે ભાઈ, ૧૪૪માં કહ્યું, ભાઈ, કર્તા-કર્મમાં કે ઈ પરિપૂર્ણ આવો છે ઈ સમ્યદર્શનમાં પરિણતીમાં તે શ્રદ્ધાય છે, આમ શ્રદ્ધાય, શ્રદ્ધાય એમ નહીં. સમ્યક્રદર્શનની પરિણતિમાં એ આવું શ્રદ્ધાય છે, એટલે દેખાય છે એમ લીધું ને. પહેલું દેખાય છે, એમ લીધું ને પણ દેખાય એનો અર્થ શ્રદ્ધાય છે. સમ્ય નિર્વિકલ્પ પ્રતીતીમાં રાગથી રહિત નિર્વિકલ્પ સમ્મદર્શનની પ્રતીતીમાં તે “આ આત્મા એ શ્રદ્ધાય, શ્રદ્ધાય એટલે દેખાય છે. એકલું દેખાય છે એમ નહીં, કહો સમજાય છે કાંઈ ? (જી પ્રભુ) આહાહા... એ છે.. છે.. છે પણ પ્રગટ પર્યાય વિના “છે' એ ક્યાંથી આવ્યું? (બરાબર) હૈં..? આહાહા.... વીતરાગ આ પરિણતિની વ્યાખ્યા છે હોં. આ વીતરાગની વ્યાખ્યા નથી. (પર્યાયની વાત છે) આહાહા.. ભગવાન વીતરાગ સ્વરૂપ છે (જી) અમૂર્ત તત્ત્વ વીતરાગ મૂર્તિ પ્રભુ છે (બરાબર) ચારિત્ર છે ને અકષાય ભાવ છે ને વીતરાગ મૂર્તિ જ છે, જિનપદ (બરાબર). આત્મા એને વીતરાગ પરિણતિ દ્વારા જાણ (બરાબર) આહાહા... પરમાનંદ સ્વરૂપ ત્યાં એ શબ્દ છે ત્યાં પરમાનંદરૂપ એ શબ્દ જોઈએ. છે ? છે... ટીકામાં, ટીકામાં છે અર્થમાં પડયો છે. વીતરાગ ભાવ પરમાનંદરૂપ એક એક સ્વભાવ એક લીધુ છે, એક લીધુ, એક સ્વભાવને એક પરિણતી ને વિકલ્પના રહિત, અભેદ પરિણતિથી તેને જુદાપણું જાણ. આહાહા.. લાલચંદભાઈ... આહાહા આવી વાત છે (હોજી) વીતરાગ સ્વરૂપ પ્રભુ, એને અવિકારી પરિણતિથી તેને જાણ

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60