Book Title: Swatantratani Parakashta
Author(s): Kundkund Kahan Sat Sahitya Prachar
Publisher: Kundkund Kahan Sat Sahitya Prachar

View full book text
Previous | Next

Page 41
________________ ३८ → સ્વતંત્રતાની પરાકાષ્ટા જિન પ્રતિમા ક્યાં છે ? (વીતરાગી) આહાહા.... (બરાબર) સમજાણું કાંઈ ? (સત્ય કૃપાનાથ) ધીરે ધીરે પચાવવા જેવું છે ભાઈ, આ બધું આહાહા.... હૈં ? એવી વાતું છે બાપા (દુકાનનો વહીવટ કેદી કરતો'તો) હૈ? વહીવટ કેદી કરતો'તો એ દુકાનનો વહીવટ કરતો'તો ઈ, વિકલ્પ આવે બસ. (આ દુકાન તો ચાલે છે) આ શેઠ રહ્યા બધાં. કરોડો રૂપિયા ભેગા કરે છે (કાનપુર) હૈં ? કાનપુરમાં, કાનપુરમાં લાખો રૂપિયા આવે. સવારમાં ભેગા કરીને, ભેગા કરી શકે છે ? લઈ શકે છે ? (બિલકુલ નહીં) હૈ શેઠ ? સવારમાં શોભાલાલજી આવ્યા છે એક મહિનામાં એને આટલા દસ લાખ, વીસ લાખ ભેગા કરી દેવા પડશે. એક પેઢીમાં પણ દરરોજ આવે, દરરોજ આવે, પચ્ચીસ હજાર, પચાસ હજાર (ઈ તો વ્યવહાર હોય ત્યારે આવે ને, કાંઈ મફત આવે ?) આંય કહે લેણું કોનું ને દેણું કોનું ? (વાહ રે વાહ) પૈસા લ્યે કોણ ને મૂકે કોણ આહાહા.... આવી વાતો છે. આંહી તો એમાં જે વિકલ્પ આવ્યો અશુભ (જીહાઁ) એ પણ વસ્તુમાં નથી. આ શુભ આવ્યો એને દાનમાં દેવાનો ભાવ, શુભ આવ્યો. કહે છે લ્યોને. (ઈં ક્યાં છે આત્મામાં?) ઈ યે વિકલ્પ આત્મામાં નથી. એને જિન પ્રતિમા કહેતા નથી. (બરાબર) સમજાણું કાંઈ ? (બરાબર) કહો હિંમતભાઈ. આ તમારે મંદિર તો થઈ ગયું છે (ન થયુ હોય તો ય થવાનું હોય તે થયા વગર રહે) આહાહા.... લોકો કહે છે ઘણાં લોકો કહે છે કે ભાવનગરમાં હોંશ લોકોની ઘણી છે (જીહાઁ) (એ તો જોયું ને પ્રતિકૂળ સંયોગ હોવા છતાં અડગ રહ્યા) પ્રતિકૂળ સંયોગમાં સામુ કાંઈ નહીં, એ તો લાઈનસર કામ બધા ચાલતા. બરાબર. ત્યાં સળગ્યુ એને ઘેરે, આહીં તો વરઘોડા ને ઠેકાણે વરઘોડા, રીક્ષાને-બીક્ષાને બધું એમાં કાંઈ નહીં, ઈ તો બધું થવાનું હોય ઈ થાય છે એમાં શું છે. (પ્રતિકુળ છે એય કલ્પના છે) આહાહા.... એવું હોય છે, એમાં શું છે, કીધુંને... આહાહાહા... શ્રીકૃષ્ણ અને બળદેવ જેવા યોદ્ધાઓ ઉભા સમકિતી, અને આમ દ્વારકા બળે, સળગે (જીહાઁ!) એ એમાં રાણીઓ સળગે. (પણ શું કરે

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60