Book Title: Swatantratani Parakashta
Author(s): Kundkund Kahan Sat Sahitya Prachar
Publisher: Kundkund Kahan Sat Sahitya Prachar

View full book text
Previous | Next

Page 46
________________ સ્વતંત્રતાની પરાકાષ્ટા ૪૩ છે, પણ પૂર્વની પર્યાયની અપૂર્ણતા ગઈ ઈ ગઈ ક્યાં? કે ત્યાં... ધ્રુવમાં ગઈ. આહાહા... આંહી જે ક્ષાયિક ભાવનું સમકિત આદિ કહેવાતું મોક્ષમાર્ગની પર્યાય એ અંદર ગઈ ત્યારે પરિણામિક ભાવે થઈ ગઈ, ધ્રુવ થઈ ગઈ, આહાહા... આ તત્ત્વની મર્યાદાને સ્થિતિ આ છે.. (બરાબર) એમાં કોઈ આગળ પાછળ ફેરફાર કરે તો બની શકે એવું (નથી) આહાહા.. એ કઠણ પડે જગતને બહાર, “ક્રમબદ્ધ અને ઉત્પત્તિકાળમાં કારણ તો બધે લેવાય છે, સોનીજી. આમાય આવશે, સહાયક કારણ આમાં ૧૯માં, સહાયક કારણ કહેશે ધર્માસ્તિને, પણ એનો અર્થ એ સહાયક કારણે એ પર્યાય ઉત્પન્ન કરી છે, એમ નથી. એ પર્યાયનો તો ઉત્પત્તિ કાળ હતો, પોતાથી થયુ છે. પરફારણની પણ એને અપેક્ષા નથી, નિશ્ચયથી... વ્યવહારે છે એમ નિમિત્તનું જ્ઞાન કરાવવા, એ વાત કરી છે. આ વસ્તુની સ્થિતિ આ છે. ભગવાને એમ જાણીને એમ ભગવાને એમ કહ્યું'તું બરાબર) આહાહા... એ આજ દિવસ છે દિવાળીનો આહાહા... લોકો તો લાડુ ચઢાવે છે ને કોણ જાણે ઈ કહી સવારે ભાઈએ પ્રશ્ન કર્યો તો હિંમતભાઈએ કે લાડુ ચઢાવે ને ક્યાંય ખબર નથી, એ ક્યાંથી આવ્યું, આ આધાર શું છે? આહાહા... લાડવા ચઢાવે છે ને. ઈ પદ્ધતિ હાલી આવે, વ્યવહાર ચાલ્યો આવે છે કે શું છે? લાડુ ચઢાવે છે ને આજેય મૂકયા'તા. મારે કોઈએ બે, ભગવાનની ઓલી છે ત્યાં કોઈકે મૂક્યા'તા બે. ઈ પદ્ધતિ હશે કે શું હશે? એ કીધું કે આપણને કંઈ શાસ્ત્રથી ખબર નથી. આ પદ્ધતિ છે ઈ છે. (અંદરની પદ્ધતિ આ છે).... હે... આ પદ્ધતિ છે. આહાહા.... આપણે અહીંયા અઢારમી ગાથા હાલે છે. આહાહા... ભાવાર્થ, ફરીને અઢારમી ગાથાનો ભાવાર્થ, પરમાત્મ પ્રકાશ ૧૮ મી ગાથા આહાહા... (બરાબર) યહ આત્મા અમૂર્તીક શુદ્ધાત્મા સે ભિન્ન, જો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, મૂર્તિ ઉસસે રહિત પહેલો પાઠ છે ને મૂર્તિ રહિત પહેલો પાઠ છે ને, “મૂર્તિ વિહોણો છે ? ૧૮ મી ગાથા “મૂર્તિ વિહોણો” એની વ્યાખ્યા :

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60