________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
૪૫
જ્ઞાનવાળો એમ નથી કહ્યું. જ્ઞાનમયી છે. કેવું જ્ઞાન? કેવળજ્ઞાન, કેવળજ્ઞાન... એકલું જ્ઞાન. જુઓ આ પર્યાયની વાત નથી. સમજાણું કાંઈ? (જી પ્રભુ) આવો આ આત્મા છે એને તું જાણ, ઈ જાણવામાં આ આખી વાત લેશે ઈ. (બરાબર) સમજાણું કાંઈ ? (જી સાહેબ) એ કેવળજ્ઞાન કર પૂરણ હૈ આહાહા.. પણ એ ક્યારે જણાય? ઈ કહેશે. આહાહા... સમજાય છે કાંઈ ? (જી પ્રભુ) આહાહા.. ક્યોંકિ કેવળજ્ઞાન સબ પદાર્થ કો એક સમયમેં પ્રત્યક્ષ જાનતા હૈ, કેવળજ્ઞાન એક સમય મેં શક્તિરૂપનું આંહી વર્ણન છે, ઈ શક્તિરૂપ ઈ લોકાલોકને જાણે એવો જ એનો શક્તિ સ્વભાવ છે. આહાહા.. સમજાણું કાંઈ? (જી, સાહેબ) પર્યાયમાં એ નથી ને આવરણથી રોકાણું છે નિમિત્તથી, એ આંહી વાત નથી. અહીં તો કેવળજ્ઞાન પરિપૂર્ણ શક્તિનું સત્ત્વ આપ્યું છે, ઈ લોકાલોકને જાણે એવો જ એનો સ્વભાવ છે (બરાબર) આહાહા... આગે પીછે નહીં જાનતા, હૈ. આગે પીછે જાને શું
જે જે સમયમાં, જે જે રીતે જ્યાં, દ્રવ્યની ક્રમબદ્ધ પર્યાય ભૂતની તો ગઈ ભવિષ્યની છે નહીં છતાં ભવિષ્યની જે થશે, તેવી જ્ઞાનમાં વર્તમાનમાં જણાય, પર્યાયમાં પણ શક્તિમાં એવી જ છે અંદર કહે છે શક્તિ. આહાહા... જે પર્યાય ભવિષ્યની વર્તમાન નથી એને વર્તમાન જાણે, ત્યારે એ લોકો એમ કહે છે કે નથી તેને વર્તમાન જાણે, એ તો વિપરીત થઈ ગયું, એમ કહે છે. આહાહા..
પણ આંહી ખબર નથી પડતી? રોટલીનો લોયો લીધો લોટનો તો આ આમાં રોટલી થાશે એનો ખ્યાલ નથી આવતો ત્યાં ? થયા પહેલાં નથી ખ્યાલ આવતો ? લોયા કહે છે ને લોટ, આટા, આટા એમાંથી ગોણું કાઢે છે ને થોડું કાઢ્યું ત્યાં ખ્યાલમાં જ છે એને રોટલી થાશે, કરીશ તો થાશે એમ નહીં, થાશે. આહાહાહા. સમજાણું કાંઈ? (જી, સાહેબ) બીજી વાત, કરીશ તો થાશે એમ નહીં. તેમ નથી થાતા, થાશે એનો ખ્યાલ આવી ગયો પાછો આહાહાહા... સમજાણું કાંઈ? (જી, સાહેબ) વીતરાગ મારગ બહુ અપૂર્વ છે, સૂક્ષ્મ છે,. અપૂર્વ છે એનું ફળ