________________
૨૮
સ્વતંત્રતાની પરાકાષ્ટા
અવસ્તુ છે. (બરાબર) એમ દ્રવ્યની અપેક્ષાએ પર્યાય અવસ્તુ છે. (બરાબર) એય અહાહા.... પર્યાયની અપેક્ષાએ પર્યાય વસ્તુ છે. (જીહ) (બે નય આવ્યા) અહાહા.... એવું છે ભાઈ સમજાણું કાંઈ ? (બરાબર)
ભગવાન આત્મા અહીં તો ફક્ત સત્તાની ભિન્નતા તે ભિન્ન ને કરે નહી. એવી જે અંદર વીતરાગ પ્રતિમા ભાવ એને જૈન મારગમાં જિન પ્રતિમા કીધી. અહીં તો જિન મારગમાં એને કીધી, ઓલો વ્યવહાર ફવ્યવહાર ઈ જૈન મારગમાં નહીં, ઈ તો બહારની વાત થઈ ગઈ. એ (જૈન મારગ છે જ નહીં.) એ જૈન મારગ નથી. અરે, ભારે વાત. (સત્યવાત નાથ) ઔપચારીક વિકલ્પ છે (જીહ) જાણે, હોય છે ઈ (ઉપચાર છે) ઉપચાર છે. (ઉપચારનો નિષેધ કરે તો...) ઓલામાં આવ્યું છે ને, આપણે આમાં આવ્યું છે ને કળશ ટીકામાં, પર્યાયનો કર્તા ઉપચાર છે. એમ (ઓવ્યુ) ખબર છે ? શરૂઆતમાં આવ્યું છે, ઉપચાર, પર્યાયનો કર્તા ઈ ઉપચાર છે. એનો અર્થ જ ઈ, લખ્યું છે ઈ. (પરનો કર્તા તો પછી ક્યાંથી હોય ?) તો પરનો અહાહા.... છે ને.. પેલામાં છે ને... શેમા કીધુ પરનો કર્તા તો ક્યાં રહ્યો પણ પર્યાયનો કર્તા ઉપચારથી છે. ઉપચાર કહો કે વ્યવહાર કઠો અભૂતાર્થ છે. (જી) અરેરે. આ ભારે વાત આવી. (સત્ય વાત ગુરુદેવ) અગમ પ્યાલા છે બાપુ આ માર્ગમાં (બરાબર) સમજાય છે કાંઈ ? (બરાબર, અગમ પ્યાલાને ગમ તો કરવુ પડશેને) ગમ કરવા સારું તો આ વાત ચાલે છે. આ અહાહા... અગમને ગમ કર્યું જેણે અહાહા... જુઓને આ બોધમાં લખેલું છે પહેલું આવું છે, આવુ છે, આવું છે, આવું છે, જિન પ્રતિમા એને તું જાણ. (બરાબર) જિન પ્રતિમા તો જે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર સહિત છે તે જિન પ્રતિમા. (બરાબર) ઓલા સંભળાવનારને કહે છે કે આવું હોય તેને તું જિન પ્રતિમા જાણ (બરાબર, જહાં) સમજાણું કાંઈ ? (બરાબર) બહુ માથુ ઝીણું ઘણું..
“અગમ પ્યાલા... પીઓ મતવાલા, ચિન્હી અધ્યાત્મવાસા, આનંદઘનજી દેખે લોક તમાશા,” (બરાબર) કહે છે (જીહાં, આ એને નક્કી કરવું