________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
૨૧
આચાર્ય પોતે જિન મારગમાં આને પ્રતિમા કહીએ (બરાબર) વીતરાગી આત્માની પર્યાય, રાગ ને પુણ્યના વિકલ્પથી ભિન્ન જેવું ચૈતન્યનું સ્વરૂપ રાગથી ભિન્ન છે એવું ભાન અને એમાં સંયમની સ્થિરતા, (બરાબર) વીતરાગતા એવા આત્માને જિન પ્રતિમા કહેવાય છે. (સત્ય કૃપાનાથ) એય શોભાલાલજી... એકલી આ જિન પ્રતિમા ને દેરાસર ને મંદિર ને ભક્તિ ને પૂજા કરે ને માને કે અમને ઘરમ થઈ ગયો. (એ તો મનોભાવના છે) આ તો માનસિક કલ્પના આવે ત્યારે એ વાત છે. આત્મિકમાં એ વાત નથી (જી-હૉ) સમજાણું કાંઈ? (જી-પ્રભુ) એ સ્વરૂપચંદભાઈ તત્ત્વાર્થસારમાં એ છે. માનસિક વિકલ્પ ઉઠે છે ત્યાં સુધી એને સ્થાપના નિક્ષેપ ઉપર લક્ષ જાય. શુભભાવ હોય એટલું. આત્મિક ભાવનામાં એનો અવકાશ નથી (બરાબર) સમજાણું કાંઈ?
ભગવાન આત્મા દર્શન જ્ઞાન કરી શુદ્ધ નિર્મળ અને ચારિત્ર જીનકે તિનકે સ્વપરા.” જેને અંતરમાં દર્શન સમ્યક અનુભવ છે અને જેને સ્વનું જ્ઞાન છે સ્વસંવેદન અને સ્વમાં લીનતા છે. (બરાબર) સમજાય છે કાંઈ? (બરાબર) એવું જે સંયમી મુનિ અને ધર્માત્મા એને અહીંયા જિન પ્રતિમા કહી છે. (બરાબર) જિન માર્ગમાં એને જિન પ્રતિમા કીધી છે. ઓલું વળી ક્યાં ગયું ? જીન મારગ બહાર હશે ? એ જિન મારગ જ નથી, ખરેખર ઈ તો વ્યવહાર મારગ છે, રાગ મારગ છે. વ્યવહાર જિન મારગ છે, નિશ્ચય જિન મારગ (નથી) આહાહા... સમજાણું કાંઈ ? (બરાબર)
વસ્તુ એવી છે જરી... અપની અને પરકી ચાલતી દેહ જિન મારગ વિશે જંગમ પ્રતિમા હૈ (બરાબર) ગુરુ અને શિષ્ય બેયની જિન પ્રતિમા કીધી અહીં તો (બરાબર) શિષ્ય પણ એવો હોય છે જે વિકલ્પ રહિત શ્રદ્ધા, જ્ઞાન અને સંયમવાળો છે. એવો શિષ્ય અને પોતે ગુરુ. બેયની દેહ, જંગમદેહ એને જિન પ્રતિમા કહેવાય. (બરાબર) સમજાણું કાંઈ? કહો. પહેલાં પ્રતિમા માનતાં ન હતાં, પાછું વળી આવું નીકળ્યું આહાહા... (જે માને છે એ મર્યાદિત માનો છો ને) આહાહા... ખરેખર તો ઈ વ્યવહાર વિકલ્પ છે ઈ પરદ્રવ્ય છે, ઈ વસ્તુ જ પરદ્રવ્ય છે (બરાબર)