________________
૩૪
સ્વતંત્રતાની પરાકાષ્ટા
આહા... સ્વભાવિક પર્યાય જે છે, જરી સૂક્ષ્મ પડે, પણ સાંભળવું... સમજાય છે કાંઈ ? (બરાબર)
જે આત્મા વસ્તુ સ્વભાવ દ્રવ્ય, ગુણને પર્યાય, ઈ નિર્મળ સ્વભાવ તે આત્મા વસ્તુ, હવે પુણ્યને પાપના વિકલ્પ જે વિકાર દોષરૂપ ભાવ (જીહાઁ) એની સત્તા જ ભિન્ન છે. (બરાબર) સમજાણું કાંઈ ? (બરાબર) એય, ઝીણું તો આવે, એ ચિમનભાઈ એ મારગ તો વીતરાગનો છે. આ વીતરાગનો એટલે વીતરાગભાવનો (ભાવનો, બરાબર) અહાહા.... જે ભગવાન આત્મા, આસ્રવ સત્તાના હોવાપણાના ઉદય ભાવથી તો ભિન્ન છે વસ્તુ (બરાબર) ઉદયભાવ તો આસ્રવતત્ત્વ, ભાવબંધ તત્ત્વ છે અને સ્વભાવ છે જ્ઞાયકભાવ તે નિર્મળ અબંધતત્ત્વ છે. (બરાબર) અહાહા.... એ અબંધતત્ત્વ-ભાવબંધતત્ત્વ બે ભિન્ન છે માટે તેનો એ કર્તા (નથી) અને જો કર્તા થાય તો બે એક થઈ જાય છે. (હાઁ પ્રભુ, સત્ય કૃપાનાથ !)
હવે ત્રીજી વાત અહાહા.... (જીહાઁ) જે વીતરાગી પર્યાય થઈ તે કર્તા આસ્રવની નથી. (બરાબર) પણ વીતરાગી પર્યાયને વીતરાગી દ્રવ્ય ત્રિકાળ ઈ દ્રવ્ય વીતરાગી દ્રવ્ય છે (બરાબર) બેની સત્તાને ભિન્ન સિદ્ધ કરતાં એક સત્તા દ્રવ્યસત્તા, પર્યાયની કર્તા નથી (બરાબર) જો પર્યાયની કર્તા થઈ જાય તો દ્રવ્યને પર્યાય બે એક થઈ જાય છે. (જીહાઁ પ્રભુ) હૈં (શ્રોતા ઃ એકબીજા આલીંગન કરે છે) આલીંગન કરતાં જ નથી, અડતાં જ નથી એમ કહે છે આંહી... અહાહા....
સ્વભાવની પર્યાય, વિભાવ, દોષના પર્યાયને અડતી જ નથી. (બરાબર) બહુ સૂક્ષ્મ... અહાહા.... સમજાણું કાંઈ ? (બરાબર) પોપટભાઈ રાતે કહ્યું’તું તમે મોડા આવ્યા’તાં. ભાઈ, મોડા આવ્યા’તાં જરીક. ઈ વાત પહેલી થઈ ગઈ. સમજાણું કાંઈ ? (બરાબર) આ વાત છે.
-
વસ્તુ પોતે જે છે, છોકરાને પૂછ્યું'તું, કીધું કે, એલા પરનું ન કરે એનું કારણ કે ક્રિયાવર્તી શક્તિ છે માટે એમાં પણ...ઈ કઈ... છોકરાવ