________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
સ્વદ્રવ્યને આશ્રયે દ્રષ્ટિજ્ઞાન ને સ્થિરતા એ સ્વદ્રવ્યને ઈ જૈન મારગ છે. (સત્ય કૃપાનાથ) પંડિતજી આહાહા.... એવો મારગ છે (સત્યવાત)
કાલે રાતે કહ્યું તું એક વાત કે પર દ્રવ્યનો કર્તા આત્મા કેમ નથી? જેની સત્તા ભિન્ન છે એ ભિન્ન સત્તા પરનું કરી શકે નહીં.... (નહીં) સમજાણું કાંઈ ? (બરાબર) ભિન્ન સત્તાવાન પદાર્થ છે ને. ચૈતન્ય અને જડ આદિ (બરાબર) એ ચૈતન્યને ચૈતન્ય લીધું. ભિન્ન સત્તાવાન પદાર્થ, ભિન્ન સત્તાનું કરે એમ બને નહીં. એકવાત, (જી) સમજાણું ?
બીજી વાત .... આસ્રવ તત્ત્વ છે ને સ્વભાવ તત્ત્વ છે તે ભિન્ન તત્ત્વ છે, (બરાબર) દયા-દાન-વ્રત-ભક્તિના પરિણામ ઉઠે છે રાગ, એ પરતત્ત્વ છે. સ્વભાવ તે ચૈતન્યતત્ત્વ છે (બરાબર) એટલે સ્વભાવ ચૈતન્યતત્ત્વ અને વિભાવ આસ્રવ પરતત્ત્વ એટલે પરસત્તા એટલે સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ આસ્રવ પર સત્તા એટલે આસવનો કર્તા સ્વભાવ દ્રષ્ટિવંત નથી. (નથી, નથી) સમજાણું કાંઈ? (બરાબર) આહાહા.. જેમ સ્વ ને પરદ્રવ્ય પર સત્તા છે ઈ સ્થળ પરસત્તા થઈ. એથી, એક સત્તા બીજી સત્તાનું કાંઈ કરે એમ નહીં. એમ ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવ સત્તાવાન પદાર્થ છે. (બરાબર) અને આસવ છે ઈ ભિન્ન સત્તાવાળી ચીજ છે. એથી બે પદાર્થની વચ્ચેમાં સ્વભાવદ્રષ્ટિવંત પરસત્તાવાળા આસ્રવ દયા દાન વ્યવહારરત્નત્રયનો વિકલ્પ એનો ઈ કર્તા નથી. (બરાબર) સમજાણું કાંઈ ? (બરાબર) ઝીણી વાતું ભાઈ..
ત્રીજી વાત, આગળ લઈએ તો દ્રવ્ય ને પર્યાય બે સત્તા ભિન્ન છે. (બરાબર) જેમ પરસત્તા ભિન્ન છે, આસ્રવ સત્તા ભિન્ન છે માટે કર્તા નહીં, એમ એક દ્રવ્ય ત્રિકાળી, એક સમયની નિર્મળ વીતરાગી પર્યાય (બરાબર) એ બે સત્તા ભિન્ન છે માટે દ્રવ્ય, પર્યાયનો કર્તા નથી. (બરાબર) વીતરાગી પર્યાયનો પણ આત્મા કર્તા નથી આહાહા... એય સ્વરૂપચંદભાઈ, આવું સ્વરૂપ છે. (સત્યવાહ) જિન સત્તાના ત્રણ પ્રકાર પાડ્યા. રાત્રે કહ્યું હતું. સમજાણું કાંઈ ? (બરાબર) આહાહા...