________________
૧૮.
સ્વતંત્રતાની પરાકાષ્ટા
દ્રષ્ટિમાં ભાસ્યો છે. એથી તે “છે' તે ભાસ્યો છે, એથી તેને તે સફળ થયો છે. “છે' તેવું ભાન થઈ ગયું છે, “છે' તેવી પ્રતીતીને જ્ઞાનમાં શેય આવી ગયું છે. આખો પરમાત્મા જ્ઞાનની પર્યાયમાં આવ્યો છે ખ્યાલમાં.
પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, પણ પ્રતિભાસ છે, છે ને ? પ્રતિભાસ્યો છે. પર્યાયમાં આખો નિરંજન, નિરાકાર ભગવાન પ્રતિભાસ્યો છે તેથી તે સફળ થયો છે. નિરંજન “સદા છે પણ પ્રતિભાસ્યો માટે સફળ થયો છે. પ્રતિભાસ વિના આ “છે' એટલે શું ? આહાહા..... જો આ એવી વાત છે. આહાહા.... સદા નિરંજનપણાને લીધે સફળ થયો છે, સફળ થયો છે એનો એટલો અર્થ કાઢ્યો સદા નિરંજનપણું છે, એવું ભાસ્યું છે, તેથી સફળ થયું છે. સમજાય છે કાંઈ ? આહાહા....
ત્રિલોકનાથ સર્વજ્ઞ સ્વભાવી પ્રભુ નિરંજન નિરાકાર હોવા છતાં પ્રતિભાસ્યો ત્યારે તેને હોવું છે” એમ બેઠું, તેથી તેને સફળ થયું છે. પ્રતિભાસ્યો છે તેથી તેને સફળ થયો છે. પ્રતિભાસતો નથી એનું સફળ ક્યાંથી થાય. આહાહા... તેના જ્ઞાનમાં પૂરણ સ્વરૂપ છે એવો ભાસ થયો ને ભાન થયું છે તેને તે સદાનિરંજનપણું તે સફળ છે. તેનું ફળ તેને આવ્યું, સફળ છે. જેને એ માનવામાં આવ્યું નથી, અનુભવમાં આવ્યું નથી, દ્રષ્ટિમાં આવ્યું નથી, શેય તરીકે જ્ઞાનમાં જણાયું નથી એને તો સફળ નથી. આહાહા... પણ જેવડું એ જોય છે, તેવડું જ્ઞાનમાં આવ્યું છે. તેથી તે સદા નિરંજનપણું સફળ થઈ ગયું છે આહાહા.....
ગજબ વાત કરી છે ને. આહાહા.... જેથી આ પરમ પંચમ ભાવ વડે અતિ આસન્નભવ્યજીવને નિશ્ચય પરમ આલોચનાના ભેદરૂપે ઉત્પન્ન થતું “આલુંછન નામ સિદ્ધ થાય છે. ઓલું, પ્રતિભાસ્યો છે માટે આલોચન સિદ્ધ થાય છે આહાહા.... - જ્ઞાનમાં, ત્રિકાળી નિરંજન સદા પ્રતિભાસ્યો એટલે જ્ઞાનમાં ભાસ્યો છે. પર્યાયમાં પ્રતિભાસ્યો છે તેવો ભાસ્યો પ્રતિભાસ થયો છે. તેથી