________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
૭
વિના એ બેસે નહીં, અહીંયા તો નિગોદના જીવની તાકાત એવી છે એટલી વાત કરે છે પણ એ બેસે કોને ? જેને એ ચૈતન્ય મૂર્તિ ભગવાન પરમેશ્વર સ્વરૂપે બિરાજમાન એની અંદરની અમૂઢ દ્રષ્ટિ થઈ, સત્યના સત્વને અનુભવ્યું, અનુભવમાં આવ્યું કે આ તો પૂરણ આનંદનો ધન છે, એ જીવને પરિણમવાની જેમ તાકાત છે, એમ નિગોદના જીવને પણ એ રીતે પરિણમવાની તાકાત છે. આહાહાહા....
જેમ, દ્રષ્ટાંત આપે છે, આ પંચમઆરાના મુનિ, પંચમઆરાના જીવને સંબોધે છે. (બરાબર ) આહાહાહા.... આવડી મોટી વાત પંચમ આરામાં કરાય કે નહીં ? કરાય નહીં, શું કરી શકે છે. પંચમઆરાનો જીવ પણ નિગોદમાંથી નીકળીને અંતર્મુહુર્તમાં આઠ વર્ષે અંતર્મુહૂર્તે આત્મજ્ઞાન પામીને સર્વજ્ઞ થઈ શકે છે. આહાહાહા.... ભરોસો જોઈએ ને. વિશ્વાસે વહાણ હાલેને. વિશ્વાસ, રૂચિ, દ્રષ્ટિ પરિણમનમાં એને બેસવું જોઈએ કે આ તો પ્રભુ શુદ્ધ સત્વ છે આખું, પૂર્ણ આનંદ છે. એમાં અશુદ્ધતા તો નથી, પણ અપૂર્ણતા નથી. અશુદ્ધતા તો નથી, પણ અપૂર્ણતાએ નથી, એવા નિગોદના નિત્યનિગોદના જીવ છે. આહાહાહા.... તો પછી આહાહાહા.... તો તુ તો બહાર નીકળીને આંહી સુધી આવ્યો છો ને એમ કહે છે. તું અહીંયા સુધી આવ્યો મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો એમ કહ્યું ‘સબ અવસર આ ગયા હૈ.' આવ્યું છે ને. મનુષ્યપણું પામ્યો, જૈનવાણી પંચમ પરમભાવની કાને પડી તને, અને ક્રમબદ્ધ, દ્રવ્યનો પર્યાય સ્વભાવ ક્રમબદ્ધ તેનો નિર્ણય થવાનો જ્ઞાયક ભાવ તરફનો આશ્રય થવાની લાયકાત તારામાં છે, એ પંચમઆરો એને કાંઈ નડતો નથી આહાહાહા.... પંચમઆરાના સંત...
એ જેમ મેરૂના અધોભાગમાં રહેલા સુવર્ણરાશીને પણ, મેરૂપર્વતની નીચે સોનું છે એકલું ભરેલું, આહાહાહા.... લાખ જોજનનો મેરૂપર્વત છે. એની નીચે એકલું સોનું ભરેલું છે, અનાદિથી. આહાહાહા.... મેરૂપર્વતનો જે અંદર જે નીચલો ભાગ જે એકલા સોનાથી ભરેલો છે, અનાદિથી હો. આહાહાહા.... એ મેરૂપર્વતમાં અધોભાગમાં રહેલા