________________
સ્વતંત્રતાની પરાકાષ્ટા
સુવર્ણરાશી, સુવર્ણનો ઢગલો, એને પણ સુવર્ણપણું છે, એને પણ સુવર્ણપણે તો છે, તેમ અભવીને પણ પરમસ્વભાવપણું છે. અભવીને પણ પરમસ્વભાવપણું તો છે, તે વસ્તુ નિષ્ઠ છે. તે વસ્તુમાં રહેલી જ તેની યોગ્યતા છે. મેરૂપર્વતનું સોનું બહાર લાવીને વેપારમાં કામ આવે કે ઉપયોગમાં કામ આવે એમ નથી. સોનાનો ઢગલો પડ્યો છે નીચે. મેરૂપર્વત લાખ જોજનનો ઉંચો, એના પ્રમાણે એની પહોળાશ કેટલી ? નીચે એકલું સોનું ભર્યું છે. આહાહાહા...
શ્રોતાને એમ કહે છે. તું પરિણમી શકે છો ! અભવીના જીવ જેવો તું નથી આહાહા..... ઈ તો અલ્પ જીવ કોક હોય છે, એવા, તું અહીંયા આવ્યો. અહીંયા સાંભળો છો, અહીં સાંભળવા આવ્યો, આ કાંઈ એકેન્દ્રિયને કહેતાં નથી, હૈ ? આહાહાહા....
ભલે અપ્રતિબદ્ધ હો, પણ છો તો ભગવાન અને ભગવાન થવાને પરિણમનને લાયક જ છો. ભગવાનપણું પરિણમવાને લાયક જ છો. આહાહાહા... અભવીને ભગવાનપણું છે, પણ ભગવાનપણું પરિણમવાને લાયક નથી. આંતરો પાડીને વાત કરે છે હું તને સંભળાવું છું એ તને હું એમ કહું છું કે નિત્ય નિગોદના જીવપણ, અભવ્યના જીવ જેવા નથી આહાહાહા.... તો પ્રભુ તું તો અહીં આવ્યો, અહીં સુધી આવ્યો, સાંભળ્યું વીતરાગની, ત્રણલોકનાં નાથની વાણી કાને પડી, તો કહીયે છીએ કે તારો આત્મા શુદ્ધપણે પરિણમવાને લાયક છે. આહાહા... પરમાત્મા થવાને લાયક છે આહાહા.... પરમાત્મપણું છે. એવું પરમાત્મપણું પ્રતીતમાં આવે એવો તું છો. (મંગલ આશીર્વાદ આપનાં) આહાહા... હૈ? આવી વાત જ કરી, આજે એવી...
આ પંચમઆરાના સાધુ છે ને, પંચમઆરાના શ્રોતાને સંભળાવે છે. આહાહા... તું મુંઝાઈશ નહીં, અભવી જેમ ન પરિણમી શકે એમ તું ન પરિણમી શકે એમ છે નહીં, તું આંહી સુધી આવ્યો છો તો તું સાંભળ. આહાહા... એમ કહે છે, મુનિરાજ એમ કહે છે ભગવાનની વાણીને અનુસરીને મુનિરાજ કહે છે. ભગવાનની વાણી પણ એમ કહે