Book Title: Swatantratani Parakashta
Author(s): Kundkund Kahan Sat Sahitya Prachar
Publisher: Kundkund Kahan Sat Sahitya Prachar

View full book text
Previous | Next

Page 18
________________ સ્વતંત્રતાની પરાકાષ્ટા ' ગુણની એક પર્યાય આહાહા... લોકાલોકને જાણે પોતાના દ્રવ્યગુણ પૂરણને જાણે એવી પર્યાયની સત્તાનો સ્વીકાર જેને છે, એને ભગવાને દીઠું, એનો એને નિર્ણય સાચો છે. એને સત્તાનો સ્વીકાર થયો, એને સર્વજ્ઞ સત્તા મારી છે. એનો સ્વીકાર થયો એને ભવ હોઈ શકે નહીં. ભગવાને એના ભવ દીઠા નથી. '૭૨માં કહ્યું તું, ભગવાને ભવ દીઠા જ નથી. ભગવાન જેને બેઠા, ભગવાન આ જગતમાં છે. એક સમયની સ્થિતિની સત્તાવાળાને એક સમયમાં ત્રણકાળને ત્રણલોકને જાણે એવું સત્વ આ જગતમાં છે આહાહા. એનો જેને સ્વીકાર છે, ભગવાને એને ભવ દીઠા નથી, કીધુ. એને એકાદ બે ભવ હોય તો જ્ઞાન તરીકે શેય તરીકે છે, છૂટે છૂટકો ભગવાને દીઠું એ તો આમ કહ્યું ને જે જે દેખી વીતરાગને, તે તે હોશી વીરા રે...” પણ કોને ? જેને ભગવાનની પ્રતીતી થઈ છે તેને જે જે વીતરાગ દેખે. જે જે દેખી વીતરાગે, તે તે હોશી વીરા, પણ વીતરાગ છે જગતમાં. એણે દીઠું પછી પ્રશ્ન ? વીતરાગનું અસ્તિત્વ જગતમાં છે. એક સમયનું વીતરાગનું અસ્તિત્ત્વ આહાહા.... પૂરણ વીતરાગતા જગતમાં છે. એક સમયની પર્યાય પૂરણ છે. એવી સત્તાનો જેને સ્વીકાર છે, તેને ભગવાને ભવ દીઠા નથી. ભગવાને તેને ભગવાન થવાનું દીઠું છે. એ તો અલ્પકાળમાં જ ભગવાન થવાનો છે... આહાહા.. આવી વાત છે ! આહાહા.... (આજે બપોરે શેનો રસ પાયો છે ગુરુદેવને એમ પૂછે છે..) એ લાવે છે. કાંઈક... આહાહા.... આસનભવ્યજીવને. આહાહા... આસન્ન, અતિઆસન ભવ્ય, પાછું ભવ્ય આસન્ન ને અતિઆસન્ન આહાહા.... અતિ આસન્નભવ્યજીવને આ પરમભાવ સદા નિરંજનપણાને લીધે આહાહા.... તે પરમભાવ નિરંજન છે. અંજનની ગંધ નથી જેમાં, રાગની ગંધ નથી. ઉદયને સ્પર્શતો નથી એવો જે પરમ સ્વભાવ ભાવ પરમાત્મા પડ્યો છે. આહાહા... તે પરમાત્મા થવાને લાયક છે. પરમાત્મા થવાને લાયક નથી એ વાત અહીંયા સાંભળવા જેવી નથી. આહાહા.... એમ કહે છે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60