Book Title: Swatantratani Parakashta
Author(s): Kundkund Kahan Sat Sahitya Prachar
Publisher: Kundkund Kahan Sat Sahitya Prachar

View full book text
Previous | Next

Page 14
________________ સ્વતંત્રતાની પરાકાષ્ટા સર્વજ્ઞપણું છે, એવું અલ્પકાળમાં સર્વજ્ઞપણું થશે, તે સ્વદેશ છે અમારો એમાં અમે જશું, પરદેશમાંથી ખસી જશું. અમારું એ વતન છે આહાહા.... અતિન્દ્રીય આનંદનો નાથ એ અમારૂં વતન છે એ અમને રહેવાનું સ્થાન છે આહાહા.... “જાશું સ્વરૂપ સ્વદેશ” આ તો મુનિરાજ એમ કહે છે તું અલ્પકાળમાં મોક્ષ થઈશ, મોક્ષમાં જઈશ, એવો તું છો આહાહા..... અભવીની રાશિ જેવો નથી, એમ કીધું ને, નિગોદના જીવોને પણ એમ કીધું, પણ સંભળાવનારને તો પંચેન્દ્રિયપણું છે, સાંભળનારને તો પંચેન્દ્રિયપણું છે... આહાહા.... ઓછપનો આશ્રય ન કર, ઓછું રહીશ એવુ ન માન, પૂર્ણ થઈ જઈશ, એવું માન. આહાહા... પૂરણ છો અને પૂરણ થઈશ.! અભવી પૂરણ છે, પણ પૂરણ થઈ શકવાને યોગ્ય નથી. પણ તને કહીયે છીએ કે તું પૂરણ છો. અને પૂરણ થઈ શકવાને યોગ્ય છો. આહાહા... આવી વાત છે. હૃદય મુનિના હૃદયનો આ પોકાર આ છે હૈ. પોતે પામ્યા એટલે કે તું પામીશ જ. તું પામવાને લાયક જ છો. આહાહા.... અભવી જીવની પેઠે નથી. નિત્ય નિગોદના જીવો પણ અભવી જીવની પેઠે નથી. પ્રભુ! ત્યારે પછી તું તો અહીંયા પચેન્દ્રિયપણે જૈન વાણી સાંભળવાને માટે આવ્યો. આહાહા... અલ્પકાળમાં પરીણમીશ. એ જેવી જેટલી પ્રભુતા પડી છે જે સત્વમાં પ્રભુત્વ છે તેવી જ પર્યાયમાં સત્વ પ્રભુતા પ્રગટ થઈ જશે. એવો લાયક તું છો. આહાહા... વિશ્વાસ... એ ક્યાંથી લાવવો. કહે છે, હૈ ? એનો વિશ્વાસ-વિશ્વાસે વહાણ હાલે, એમ ચૈતન્યનો આવો વિશ્વાસે એની પરિણતી પૂરી થઈ જાય આહાહા.... ભાષા જોઈ? નિત્ય નિગોદના જીવ, અભવી જીવની પેઠે નથી મારે. આ પ્રભુ શું છે છે. નિત્ય નિગોદના જીવ આવા નથી આહાહા... તો પ્રભુ તું તો માણસ થયો, અને તે પરમાત્માની વાણી સાંભળવાને માટે આવ્યો, સાંભળે છો, તું પરિણમવાને લાયક જ છો. સંદેહ ન કર. આહાહા.... (આજનું સંબોધન ગુરુદેવ ! બહુ મીઠું લાગે છે...) આહાહા....

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60