________________
૧૨
.
સ્વતંત્રતાની પરાકાષ્ટા
આવી વાત છે. મુનિ પોતે કહે છે આમ, નિત્ય નિગોદના જીવમાં પણ અભવી તો પડ્યા છે, પણ છતાં અભવી ને લાયક તે પરિણમન નથી એમ ના પાડીએ છીએ આહાહા.. તેમાં પણ એવા જીવો છે કે પરિણમી જશે કેવળજ્ઞાનપણે, ભલે ત્યાંથી નીકળીને અને તું તો નીકળીને બહાર આવ્યો છો, આહાહા... ને કાને વાણી પડે છે પરમાત્માની, ત્રણ લોકના નાથની વાણી છે આ. આહાહા... આહાહા.... (જામી, ગુરુદેવ જામી) આહાહા.... આ ફેર શું કર્યો કે નિત્ય નિગોદના જીવ પણ પરિણમી શકે છે. અભવી જેવા નથી. ગજબ વાત કરી છે. પ્રભુ તમે તો છમસ્થ મનુષ્ય છો, મુનિ છો, પંચમઆરા- ફારાના અમે મુનિ નથી, આહાહા.... અમે તો જે છીએ તે છીએ. છીએ તે છીએ, ત્રિકાળ છીએ તે તે જ છીએ અમે આહાહા..... અને તું પણ તે થઈ શકીશ. વિશ્વાસ લાવ, સંદેહ છોડ, નિસંદેહ કર, અમે તને કહીયે છીએ કે તું પરિણમી શકીશ તો પછી તને નિઃસંદેહ થતો નથી? આહાહા... લાલચંદભાઈ છે આહાહા.... (ઘણું કહ્યું, આહાહા.....
શું વાણી સંતોની, આ દિગંબરના તીવ્ર વચનોને લઈને રહસ્ય સમજી શકાય છે એમ કહે છે. આહાહા.... ફાટ-ફાટ પ્યાલા અંદર છે. દિગંબર સંતોની વાણી, તીર્થકરની જિનવાણી, દિવ્યધ્વનિ, એ આ વાણી છે. આહાહા.... પ્રભુ તું પામર તરીકે માનતો હોય તો છોડી દેજે .. આપણે અભવી હશે કે નહીં ? અરેરે...! પ્રભુ, એ શું કરે છે તું ?
ઓલી એક આર્જિક છે ને જ્ઞાનમતી, બહુ પ્રસિદ્ધ ને વખણાય ગામડામાં. પચ્ચીસ લાખનાં ગામડામાં બહુ પ્રસિદ્ધ થઈ ગઈ છે. એ એમ કહે છે કે આપણે ભવી છે કે અભવી ? કાળલબ્ધિ પાકી છે કે નથી પાકી એ તો સર્વજ્ઞ જાણે. અરરરર.... એ છાપામાં આવ્યું છે. જ્ઞાનમતી છે ને વાચા બહુ છે, માણસ બહુ ભેગું થાય, પણ વસ્તુ પ્રતીતના ઠેકાણા ન મળે. આહાહા.... એવું ત્યાં સુધી લખ્યું છે કે આપણે ભવી છે કે અભવી ? કાળલબ્ધિ પાકી છે કે નથી પાકી એ તો સર્વજ્ઞ જાણે અરરરર.... આંહી કહે છે કે પાકી છે તને એમ અમે કહીયે છીએ આહાહા.... (સભામાં તાળીઓ)