________________
વિશેષ કાર્યસિદ્ધિ
AAA
વાણિયાઓએ ઠેકાણે ઠેકાણે જાતે ફરીને, કઈ ગુપ્ત રીતે પણ હિંસા ન કરે, એની તપાસ રાખી.
આ પછી શાંતિચંદ્રજીએ બાદશાહને ઉપદેશ આપીને મહેરમને આખે મહિને અને સૂફી લોકોના દિવસે માં જીવવધનો નિષેધ કરાવ્યું. “હીરભાગ્યકાવ્યના કર્તાના મત પ્રમાણે બાદશાહે પિતાના ત્રણ પુત્ર-સૂલીમ ( જહાંગીર ), મુરાદ અને દાનીયાલના જન્મના મહીનાઓમાં પણ કઈ પણ માણસ કે પણ જીવની હિંસા ન કરે, એવા હુકમે કાઢયા હતા. એકંદર રીતે અકબર તરફથી પિતાના આખા રાજ્યમાં એક વર્ષમાં છમાસ અને છદિવસ સુધી કઈ પણ માણસ કેઇ પણ જીવની હિંસા ન કરે, એવા હુકમે નિકળ્યા હતા. આ વાતને નિર્ણય આગળ ઉપર કરવાનું મુલતવી રાખી, અહિં એ બતાવવું જરૂરતું સમજાય છે કે-શાંતિચંદ્રજીએ બાદશાહ પાસે જે કંઈ જીવદયાનાં કાર્યો કરાવ્યાં હતાં, તેમાં ખાસ કારણ–નિમિત્તે તેમણે બનાવેલ “પરિસોરા” નામના કાવ્યને બતાવવામાં આવે છે, અસ્તુ
શાંતિચંદ્રજીએ ઉપર્યુકત જીવદયાનાં ફરમાને મેળવવા ઉપરાન્ત “જયારે બંધ કર્યાનું પણ ફરમાન મેળવ્યું હતું. આ ફરમાને મેળવ્યા પછી, બાદશાહની સમ્મતિ લઈને તેઓ પોતે નથુ મેવાડાને સાથે લઈ ગુજરાતમાં આવ્યા અને સિદ્ધપુરમાં હીરવિજયસૂરિને મળ્યા. બીજી તરફ ભાનુચંદ્રજીને બાદશાહની પાસે રાખવામાં આવ્યા. આ ભાનુચંદ્રજી તેજ છે કે જેઓ બાદશાહની ધર્મસભાના ૧૪૦ મા નંબરના (પાંચમી શ્રેણીના) સભાસદ હતા.
ભાનુચંદ્ર અને સિદ્ધિચંદ્ર-એ બન્ને ગુરૂ-શિષ્ય અકબર બાદશાહ પાસે રહીને બહુ સારી ખ્યાતિ મેળવી. ખ્યાતિ મેળવી, એટલું જ નહિ પરંતુ તેઓ પોતાની વિદ્વત્તા અને ચત્મકારિક વિદ્યાએથી બાદશાહને બહુ પ્રિય પણ થયા. બાદશાહ ફતેપુર-આગરાને છાલને બીજે કોઈ સ્થળે જતે, ત્યારે ભાનુચછને પણ સાથે જ
19
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org