________________
પર
--
આપણે ત્યાં તે હાથી શોભી શકે? માટે તેને વેચીને પૈસા કરી લેવા સારા છે.'
અડું ચાચકે પણ આ વાતને ઠીક માની અને તે હળી એક મુગલને ત્યાં વેચી તેની સે સુવર્ણ મહેરે લઈ લીધી.
એક વખત સૂરિજી અમદાવાદ પધાર્યા, ત્યારે તેઓની પધાસ્વાની ખુશાલીમાં સારા સારા ગાયકોએ સૂરિજીની સ્તુતિનાં સુમધુરગીત રાગ-રાગણીથી ગાયાં. ગાયકના મધુર સ્વરે અને સૂરિજીની સ્તુતિમાં રહેલા અલૈકિક ભાવથી આખી સભા ચિત્રવત્ સ્થિર થઈ ગઈ. પરિણામે ગાયકેના ઉપર અત્યંત પ્રસન્ન થઈને ભદુઆ નામના શ્રાવકે તે જ વખત પિતાની કમરમાંથી ચાર હજાર રૂપિયાની કિંમતને સેનાને કરે કાઢીને તે ગાયકોને દાનમાં આવે. તે પછી તે એક પછી એક બીજા અનેક શ્રાવકોએ કોઈએ પાગડી તે કોઈએ અંગરખું, કેઈએ વીંટી તે કેઈએ કે, એમ જેને જે ઠીક લાગ્યું તે દાનમાં આપ્યું. તે સિવાય ખાસ એક ટીપ પણ થઈ, જેમાં લગભગ બારસે રૂપિયા એકઠા થયા, તે પણ તે ગાયકોને દાનમાં આપ્યા.
એવી જ રીતે પતા નામના એક ભેજકે હીરવિજયસૂરિને રાસ ગાયે હતું, જેથી પ્રસન્ન થઈ શ્રાવકેએ એક લાખ ટકા કરી આપ્યા હતા.
કહેવાની મતલબ કે સૂરિજીના ભકતે આવી રીતે વખતે વખત પ્રસંગ પ્રાપ્ત થયે અઢળક દાન કરતા હતા. એ પણ સૂરિજીના પુણ્યપ્રકર્ષની જ મહિમા, નહિ તે બીજું શું કહી શકાય?
હવે આ પ્રસંગે ખાસ એક મહત્ત્વની બાબત તરફ પાઠકનું ધ્યાન ખેંચવું ઉચિત સમજાય છે.
હીરવિજયસૂરિના ઉપર્યુક્ત ભક્ત શ્રાવકોનાં કાર્યો તરફ ધ્યાન આપીએ છીએ ત્યારે બહુધા તેઓની પ્રવૃત્તિ મંદિર બનાવવામાં, પ્રતિષ્ઠાઓ કરાવવામાં, સંઘ કાઢવામાં અને એવાજ આવ્યાન્ય કાર્યો પ્રસંગે હેટા મહટાઉત્સવે કસ્થામાં થયેલી છે. રામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org